< Псалмул 49 >
1 Аскултаць лукрул ачеста, тоате попоареле, луаць аминте, тоць локуиторий лумий:
૧મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે વિશ્વાસીઓ, કાન ધરો.
2 мичь ши марь, богаць ши сэрачь!
૨નિમ્ન અને ઉચ્ચ બન્ને, શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
3 Гура мя ва ворби кувинте ынцелепте ши инима мя аре гындурь плине де жудекатэ.
૩હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
4 Еу ымь плек урекя ла пилделе каре ымь сунт инсуфлате, ымь ынчеп кынтаря ын сунетул харпей.
૪હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.
5 Пентру че сэ мэ тем ын зилеле ненорочирий, кынд мэ ынконжоарэ нелеӂюиря потривничилор мей?
૫જ્યારે મારી આસપાસ અન્યાય થાય અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
6 Ей се ынкред ын авуцииле лор ши се фэлеск ку богэция лор чя маре.
૬જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.
7 Дар ну пот сэ се рэскумпере унул пе алтул, нич сэ дя луй Думнезеу прецул рэскумпэрэрий.
૭તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
8 Рэскумпэраря суфлетулуй лор есте аша де скумпэ, кэ ну се ва фаче ничодатэ.
૮કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
9 Ну вор трэи пе вечие, ну пот сэ ну вадэ мормынтул.
૯તે સદાકાળ જીવતો રહે કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.
10 Да, ыл вор ведя: кэч ынцелепций мор, небунул ши простул деопотривэ пер ши ласэ алтора авуцииле лор.
૧૦કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે; મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
11 Ей ышь ынкипуе кэ вешниче ле вор фи каселе, кэ локуинцеле лор вор дэйнуи дин вяк ын вяк, ей, каре дау нумеле лор ла цэрь ынтреӂь.
૧૧તેઓના કબરો સદા માટે તેઓના ઘર રહેશે અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
12 Дар омул пус ын чинсте ну дэйнуеште, чи есте ка добитоачеле каре се тае.
૧૨પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; તે નાશવંત પશુના જેવો છે.
13 Ятэ че соартэ ау ей, чей плинь де атыта ынкредере, прекум ши чей че ый урмязэ, кэрора ле плак кувинтеле лор.
૧૩આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે; તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે. (સેલાહ)
14 Сунт душь ка о турмэ ын Локуинца морцилор, ый паште моартя ши, ын курынд, оамений фэрэ приханэ ый калкэ ын пичоаре: ли се дуче фрумусеця ши Локуинца морцилор ле есте локашул. (Sheol )
૧૪તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; તેઓ સીધા કબર તરફ ઉતરશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ. (Sheol )
15 Дар мие Думнезеу ымь ва скэпа суфлетул дин Локуинца морцилор, кэч мэ ва луа суб окротиря Луй. (Sheol )
૧૫પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. (સેલાહ) (Sheol )
16 Ну те теме кынд се ымбогэцеште чинева ши кынд и се ынмулцеск вистиерииле касей,
૧૬જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ.
17 кэч ну я нимик ку ел кынд моаре: вистиерииле луй ну се кобоарэ дупэ ел.
૧૭કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
18 Сэ се тот крядэ омул феричит ын вяцэ, сэ се тот лауде ку букурииле пе каре ши ле фаче,
૧૮જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
19 кэч тот ын локуинца пэринцилор сэй ва мерӂе ши ну ва май ведя лумина ничодатэ.
૧૯તે પોતાના પૂર્વજોના પિતૃઓની પાસે ચાલ્યો જાય છે; પછી તેઓ જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 Омул пус ын чинсте ши фэрэ причепере есте ка добитоачеле пе каре ле тай.
૨૦જે માણસ ધનવાન છે, પણ જેને આત્મિક સમજ નથી તે નાશવંત પશુ સમાન છે.