< 1 Кроничь 25 >
1 Давид ши кэпетенииле оштирий ау пус деопарте, пентру службэ, пе ачея дин фиий луй Асаф, Хеман ши Иедутун, каре пророчяу ынтовэрэшиць де харпэ, де алэутэ ши де кимвале. Ши ятэ нумэрул челор че авяу де ындеплинит лукраря ачаста.
૧દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:
2 Дин фиий луй Асаф: Закур, Иосиф, Нетания ши Ашареела, фиий луй Асаф, суб кырмуиря луй Асаф, каре пророчя дупэ порунчиле ымпэратулуй.
૨આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.
3 Дин Иедутун, фиий луй Иедутун: Гедалия, Цери, Исая, Хашабия, Матития ши Шимей, шасе, суб кырмуиря татэлуй лор Иедутун, каре пророчя ку харпа, ка сэ лауде ши сэ мэряскэ пе Домнул.
૩યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.
4 Дин Хеман, фиий луй Хеман: Букия, Матания, Узиел, Шебуел, Иеримот, Ханания, Ханани, Елиата, Гидалти, Ромамти-Езер, Иошбекаша, Малоти, Хотир, Махазиот,
૪હેમાનના પુત્રો: બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.
5 тоць фий ай луй Хеман, каре ера вэзэторул ымпэратулуй, ка сэ дескопере кувинтеле луй Думнезеу ши сэ ыналце путеря Луй; Думнезеу дэдусе луй Хеман пайспрезече фий ши трей фете.
૫તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.
6 Тоць ачештя ерау суб кырмуиря пэринцилор лор пентру кынтаря ын Каса Домнулуй ши авяу кимвале, алэуте ши харпе пентру служба Касей луй Думнезеу. Асаф, Иедутун ши Хеман лукрау суб порунчиле ымпэратулуй.
૬તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.
7 Ерау ын нумэр де доуэ суте оптзечь ши опт, купринзынду-се ын ачест нумэр ши фраций лор деприншь ла кынтаря Домнулуй, тоць чей че ерау мештерь.
૭તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
8 Ау трас ла сорць пентру службеле лор, мичь ши марь, ынвэцэторь ши ученичь.
૮તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.
9 Чел динтый сорц ешит а фост дин Асаф пентру Иосиф; ал дойля, пентру Гедалия, ел, фраций ши фиий луй, дойспрезече;
૯પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
10 ал трейля, Закур, фиий ши фраций сэй, дойспрезече;
૧૦ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
11 ал патруля, пентру Ицери, фиий ши фраций сэй, дойспрезече;
૧૧ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.
12 ал чинчиля, пентру Нетания, фиий сэй ши фраций сэй, дойспрезече;
૧૨પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
13 ал шаселя, Букия, фиий ши фраций сэй, дойспрезече;
૧૩છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
14 ал шаптеля, пентру Иесареела, фиий ши фраций сэй, дойспрезече;
૧૪સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
15 ал оптуля, пентру Исая, фиий ши фраций сэй, дойспрезече;
૧૫આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
16 ал ноуэля, пентру Матания, фиий ши фраций сэй, дойспрезече;
૧૬નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
17 ал зечеля, пентру Шимей, фиий ши фраций сэй, дойспрезече;
૧૭દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
18 ал унспрезечеля, пентру Азареел, фиий ши фраций сэй, дойспрезече;
૧૮અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
19 ал дойспрезечеля, пентру Хашабия, фиий ши фраций сэй, дойспрезече;
૧૯બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
20 ал трейспрезечеля, пентру Шубаел, фиий ши фраций сэй, дойспрезече;
૨૦તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
21 ал пайспрезечеля, пентру Матития, фиий ши фраций сэй, дойспрезече;
૨૧ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
22 ал чинчспрезечеля, пентру Иеремот, фиий ши фраций сэй, дойспрезече;
૨૨પંદરમી યેરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
23 ал шайспрезечеля, пентру Ханания, фиий ши фраций сэй, дойспрезече;
૨૩સોળમી હનાન્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
24 ал шаптеспрезечеля, пентру Иошбекаша, фиий ши фраций сэй, дойспрезече;
૨૪સત્તરમી યોશ્બકાશાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
25 ал оптспрезечеля, пентру Ханани, фиий ши фраций сэй, дойспрезече;
૨૫અઢારમી હનાનીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
26 ал ноуэспрезечеля, пентру Малоти, фиий ши фраций сэй, дойспрезече;
૨૬ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
27 ал доуэзечеля, пентру Елиата, фиий ши фраций сэй, дойспрезече;
૨૭વીસમી અલીયાથાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
28 ал доуэзечь ши унуля, пентру Хотир, фиий ши фраций сэй, дойспрезече;
૨૮એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
29 ал доуэзечь ши дойля, пентру Гидалти, фиий ши фраций сэй, дойспрезече;
૨૯બાવીસમી ગિદાલ્તીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
30 ал доуэзечь ши трейля, пентру Махазиот, фиий ши фраций сэй, дойспрезече;
૩૦ત્રેવીસમી માહઝીઓથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
31 ал доуэзечь ши патруля, пентру Ромамти-Езер, фиий ши фраций сэй, дойспрезече.
૩૧ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.