< Luca 20 >
1 Și s-a întâmplat într-una din acele zile, pe când învăța el poporul în templu și predica evanghelia, că preoții de seamă și scribii au venit peste el cu bătrânii,
૧એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.
2 Și i-au vorbit, spunând: Spune-ne, prin ce autoritate faci tu acestea? Sau cine este cel ce ți-a dat această autoritate?
૨તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”
3 Iar el a răspuns și le-a zis: Vă voi întreba și eu un lucru; și răspundeți-mi:
૩ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો
4 Botezul lui Ioan era din cer, sau de la oameni?
૪યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”
5 Dar discutau între ei, spunând: Dacă vom spune: Din cer, el va spune: Atunci de ce nu l-ați crezut?
૫તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
6 Dar dacă spunem: De la oameni, tot poporul ne va ucide cu pietre; fiindcă sunt convinși că Ioan era un profet.
૬અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”
7 Și au răspuns că nu puteau spune de unde [era].
૭તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”
8 Și Isus le-a spus: Nici eu nu vă spun prin ce autoritate fac acestea.
૮ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”
9 Apoi a început să spună poporului această parabolă: Un anumit om a plantat o vie și a arendat-o unor viticultori și a plecat într-o țară îndepărtată pentru un timp îndelungat.
૯તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.
10 Și la timpul cuvenit a trimis un rob la viticultori, ca să îi dea din rodul viei; dar viticultorii l-au bătut și l-au trimis fără nimic.
૧૦મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
11 Și din nou, a trimis alt rob; și l-au bătut și pe acela și l-au ocărât și l-au trimis fără nimic.
૧૧પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.
12 Și din nou, a trimis un al treilea; și de asemenea l-au rănit și l-au aruncat afară.
૧૨તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
13 Atunci a spus domnul viei: Ce să fac? Voi trimite pe fiul meu preaiubit; poate, văzându-l, îl vor respecta.
૧૩દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”
14 Dar când viticultorii l-au văzut, discutau între ei, spunând: Acesta este moștenitorul; să îl ucidem, ca moștenirea să fie a noastră.
૧૪પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
15 Și l-au aruncat afară din vie și l-au ucis. Ce le va face așadar domnul viei?
૧૫તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
16 Va veni și va nimici pe acești viticultori și va da via altora. Și când au auzit, au spus: Nicidecum.
૧૬તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”
17 Iar el i-a privit și a spus: Atunci ce este acest lucru, care este scris: Piatra pe care au respins-o zidarii, aceasta a devenit capul colțului temeliei.
૧૭પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.
18 Oricine va cădea peste acea piatră, va fi zdrobit; dar peste oricine va cădea aceasta, îl va spulbera.
૧૮તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.
19 Și preoții de seamă și scribii căutau să pună mâinile pe el în ora aceea; dar se temeau de popor; fiindcă au priceput că spusese această parabolă împotriva lor.
૧૯શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.
20 Și îl pândeau și au trimis spioni, care se prefăceau oameni drepți, ca să [îl] prindă în cuvintele lui, așa încât să îl dea puterii și autorității guvernatorului.
૨૦તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
21 Și l-au întrebat, spunând: Învățătorule, știm că vorbești și înveți cu dreptate și nici nu cauți la fața oamenilor, ci înveți calea lui Dumnezeu în adevăr.
૨૧તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;
22 Este legiuit pentru noi să dăm taxă Cezarului, sau nu?
૨૨તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
23 Dar el a priceput viclenia lor și le-a spus: De ce mă ispitiți?
૨૩પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
24 Arătați-mi un dinar. Al cui chip și inscripție o are? Ei au răspuns și au zis: Al Cezarului.
૨૪‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
25 Iar el le-a spus: De aceea dați Cezarului cele ale Cezarului și lui Dumnezeu cele ale lui Dumnezeu.
૨૫ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”
26 Și nu au putut să îl prindă în cuvintele lui înaintea poporului; și s-au minunat de răspunsul lui și au tăcut.
૨૬લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
27 Apoi au venit unii dintre saduchei, care neagă că există vreo înviere; și l-au întrebat,
૨૭સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,
28 Spunând: Învățătorule, Moise ne-a scris: Dacă fratele cuiva moare, având soție și el moare fără copii, ca fratele lui să îi ia soția și să ridice sămânță fratelui său.
૨૮‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
29 Așadar au fost șapte frați; și primul a luat o soție și a murit fără copii.
૨૯હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;
30 Și al doilea a luat-o de soție și el a murit fără copii.
૩૦પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી
31 Și al treilea, a luat-o; și în același fel și cei șapte; și nu au lăsat copii și au murit.
૩૧ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ: સંતાન મરણ પામ્યા.
32 La urma tuturor a murit și femeia.
૩૨પછી તે સ્ત્રી પણ મરણ પામી.
33 La înviere așadar, căruia dintre ei este ea soție? Fiindcă toți cei șapte au avut-o de soție.
૩૩તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
34 Și Isus, răspunzând, le-a zis: Fiii și fiicele acestei lumi se însoară și se mărită; (aiōn )
૩૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn )
35 Dar cei socotiți demni să obțină acea lume și învierea dintre morți, nici nu se vor însura, nici nu se vor mărita; (aiōn )
૩૫પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn )
36 Nici nu vor putea muri de atunci încolo; fiindcă sunt egali cu îngerii; și sunt copiii lui Dumnezeu, fiind copiii învierii.
૩૬કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
37 Dar că morții sunt înviați, chiar Moise a arătat la rug, când numește pe Domnul: Dumnezeul lui Avraam și Dumnezeul lui Isaac și Dumnezeul lui Iacob.
૩૭વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.
38 Fiindcă el nu este un Dumnezeu al morților, ci al celor vii; fiindcă toți trăiesc pentru el.
૩૮હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”
39 Atunci unii dintre scribi, răspunzând, au zis: Învățătorule, bine ai spus.
૩૯શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”
40 Iar după aceea nu au mai cutezat să îl întrebe nimic.
૪૦પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
41 Iar el le-a spus: Cum spun ei: Cristos este fiul lui David?
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
42 Și însuși David spune în cartea Psalmilor: DOMNUL a spus Domnului meu: Șezi la dreapta mea,
૪૨કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
43 Până fac pe dușmanii tăi sprijinul piciorului tău.
૪૩હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
44 David într-adevăr îl numește Domn; cum este el atunci fiul lui?
૪૪દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
45 Atunci, în auzul întregului popor a spus discipolilor săi:
૪૫સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,
46 Păziți-vă de scribii care doresc să se plimbe în robe lungi și iubesc saluturile în piețe și scaunele de frunte în sinagogi și locurile de onoare la ospețe;
૪૬‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;
47 Care devorează casele văduvelor și de ochii lumii fac rugăciuni lungi; aceștia vor primi mai mare damnare.
૪૭જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”