< Salmos 132 >
1 Um Canto de Ascensões. Yahweh, lembre-se de David e de toda sua aflição,
૧ચઢવાનું ગીત. હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.
2 como ele jurou a Javé, e fez um voto ao Poderoso de Jacob:
૨તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
3 “Certamente eu não entrarei na estrutura de minha casa, nem subir na minha cama;
૩તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
4 Não vou dar sono a meus olhos, ou dormir até minhas pálpebras,
૪ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
5 até encontrar um lugar para Yahweh, uma moradia para o Poderoso de Jacob”.
૫વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
6 Veja, ouvimos falar disso em Ephrathah. Encontramo-lo no campo de Jaar.
૬જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
7 “Entraremos em sua morada. Nós adoraremos a seus pés”.
૭ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
8 Levante-se, Yahweh, em seu lugar de descanso, você, e a arca de suas forças.
૮હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9 Let seus padres sejam vestidos com retidão. Deixem seus santos gritar de alegria!
૯તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
10 Para o bem de seu servo David, não vire o rosto de seu ungido.
૧૦તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
11 Yahweh jurou a David em verdade. Ele não se virará a partir disso: “Colocarei o fruto de seu corpo em seu trono”.
૧૧યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
12 Se seus filhos mantiverem meu pacto, meu testemunho que lhes ensinarei, seus filhos também se sentarão em seu trono para sempre mais”.
૧૨જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
13 Para Yahweh escolheu Zion. Ele o desejou para sua moradia.
૧૩હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
14 “Este é meu lugar de descanso para sempre. Vou viver aqui, pois o desejei.
૧૪આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
15 Abençoarei abundantemente sua provisão. Vou satisfazer seus pobres com pão.
૧૫હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
16 I também vestirá seus padres com a salvação. Seus santos gritarão em voz alta de alegria.
૧૬હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
17 Vou fazer o chifre de David brotar ali. Ordenei uma lâmpada para meu ungido.
૧૭ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
18 Vestirei seus inimigos de vergonha, mas sobre si mesmo, sua coroa vai brilhar”.
૧૮તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.