< Efésios 2 >
1 Você foi vivificado quando estava morto em transgressões e pecados,
૧વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
2 no qual uma vez caminhou de acordo com o curso deste mundo, segundo o príncipe do poder do ar, o espírito que agora trabalha nos filhos da desobediência. (aiōn )
૨એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn )
3 Todos nós também já vivemos entre eles nas luxúrias de nossa carne, fazendo os desejos da carne e da mente, e éramos por natureza filhos da ira, assim como os demais.
૩તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
4 Mas Deus, sendo rico em misericórdia, por seu grande amor com o qual nos amou,
૪પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
5 mesmo quando estávamos mortos por nossas ofensas, nos fez vivos juntamente com Cristo - pela graça que nos salvou -
૫આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
6 e nos ressuscitou com ele, e nos fez sentar com ele nos lugares celestiais em Cristo Jesus,
૬અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
7 para que nos séculos vindouros ele pudesse mostrar as riquezas excedentes de sua graça em bondade para conosco em Cristo Jesus; (aiōn )
૭એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn )
8 porque pela graça fostes salvos pela fé, e não por vós mesmos; é o dom de Deus,
૮કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
9 não de obras, que ninguém se vangloriava.
૯કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
10 Pois somos sua obra, criada em Cristo Jesus para as boas obras, que Deus preparou antes de nós para que andássemos nelas.
૧૦કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
11 Portanto, lembrem-se que uma vez vocês, os gentios na carne, que são chamados de “incircuncisão” por aquilo que é chamado de “circuncisão” (na carne, feita por mãos),
૧૧એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
12 que vocês estavam naquele tempo separados de Cristo, alienados da comunidade de Israel, e estranhos das alianças da promessa, não tendo esperança e sem Deus no mundo.
૧૨તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
13 Mas agora, em Cristo Jesus, vós que outrora estáveis longe, vos fazeis próximos no sangue de Cristo.
૧૩પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
14 Pois ele é nossa paz, que fez ambos um, e derrubou o muro do meio da separação,
૧૪કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
15 tendo abolido em sua carne a hostilidade, a lei dos mandamentos contidos nas ordenanças, para que pudesse criar em si mesmo um novo homem dos dois, fazendo a paz,
૧૫સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
16 e pudesse reconciliar ambos em um só corpo com Deus através da cruz, tendo matado a hostilidade através dela.
૧૬અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
17 Ele veio e pregou a paz para vocês que estavam longe e para aqueles que estavam perto.
૧૭અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
18 Pois através dele ambos temos nosso acesso em um só Espírito ao Pai.
૧૮કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
19 Portanto, não sois mais estrangeiros e estrangeiros, mas sois concidadãos dos santos e da casa de Deus,
૧૯એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
20 sendo construído sobre o fundamento dos apóstolos e profetas, sendo o próprio Cristo Jesus a principal pedra angular;
૨૦પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
21 no qual todo o edifício, encaixado, cresce para um templo santo no Senhor;
૨૧તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
22 no qual também sois edificados juntos para uma morada de Deus no Espírito.
૨૨તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.