< 1 Timóteo 4 >

1 Mas o Espírito diz expressamente que em tempos posteriores alguns se afastarão da fé, prestando atenção a espíritos sedutores e doutrinas de demônios,
પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,
2 através da hipocrisia de homens que falam mentiras, marcados na própria consciência como com um ferro quente,
અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
3 proibindo o casamento e ordenando a abstenção de alimentos que Deus criou para serem recebidos com ação de graças por aqueles que acreditam e conhecem a verdade.
તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.
4 Pois toda criatura de Deus é boa, e nada deve ser rejeitado se for recebido com ação de graças.
ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ
5 Pois ela é santificada através da palavra de Deus e da oração.
કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
6 Se você instruir os irmãos sobre estas coisas, você será um bom servo de Cristo Jesus, alimentado nas palavras da fé e da boa doutrina que você seguiu.
આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.
7 Mas recuse as fábulas profanas e das velhas esposas. Exercitai-vos para a piedade.
પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;
8 Pois o exercício corporal tem algum valor, mas a piedade tem valor em todas as coisas, tendo a promessa da vida que é agora e da que está por vir.
કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.
9 Este ditado é fiel e digno de toda aceitação.
આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
10 Pois para isso, ambos trabalhamos e sofremos reprovação, porque confiamos no Deus vivo, que é o Salvador de todos os homens, especialmente daqueles que acreditam.
૧૦તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
11 Comandar e ensinar estas coisas.
૧૧આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
12 Que nenhum homem despreze sua juventude; mas seja um exemplo para aqueles que acreditam, em palavras, em seu modo de vida, no amor, no espírito, na fé e na pureza.
૧૨તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
13 Até que eu venha, preste atenção à leitura, à exortação e ao ensino.
૧૩હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
14 Não descuide do dom que há em você, que lhe foi dado pela profecia com a imposição das mãos dos anciãos.
૧૪જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.
15 Seja diligente nestas coisas. Entregue-se totalmente a eles, para que seu progresso possa ser revelado a todos.
૧૫એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
16 Preste atenção a si mesmo e a seus ensinamentos. Continue nestas coisas, pois ao fazer isto você salvará tanto a si mesmo como àqueles que o ouvem.
૧૬પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.

< 1 Timóteo 4 >