< 3 João 1 >
1 O ancião, ao amado Gaio, a quem amo em verdade.
૧જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
2 Amado, eu desejo que estejas bem em todas as coisas, e que tenhas saúde, assim como bem está a tua alma.
૨મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
3 Pois muito me alegrei quando irmãos chegaram, e testemunharam da tua verdade, como tu andas na verdade.
૩કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
4 Não tenho maior alegria do que esta: [a de] ouvir que meus filhos andam na verdade.
૪મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
5 Amado, tu ages fielmente em tudo o que fazes aos irmãos, inclusive aos forasteiros.
૫મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
6 Estes, diante da igreja, testemunharam do teu amor; aos quais, tu agirás bem ao supri-los de modo digno [da vontade] de Deus.
૬તેઓએ તારા પ્રેમ વિષે મંડળીના વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.
7 Pois foi por causa do Nome [dele] que partiram em jornada, sem nada aceitar dos gentios.
૭કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
8 Portanto devemos apoiar tais pessoas, para que sejamos cooperadores da verdade.
૮આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.
9 Eu tenho escrito algo aos da igreja; porém Diótrefes, que busca ser o comandante deles, não nos recebe.
૯મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.
10 Por isso, se eu vier, trarei à memória os seus feitos, falando ele contra nós com palavras maliciosas; e não satisfeito com isso, não recebe aos irmãos, proíbe aos que se dispõem a fazer, e os expulsa da igreja.
૧૦તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
11 Amado, não imites o mal, mas sim o bem. Quem faz o bem é de Deus, mas quem faz o mal nunca viu Deus.
૧૧મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
12 Demétrio tem alcançado [bom] testemunho de todos, inclusive da própria verdade. Também nós damos testemunho, e tu sabes que o nosso testemunho é verdadeiro.
૧૨દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
13 Eu tinha muitas coisas para escrever, porém não quero escrever a ti [sobre elas] com tinta e pena;
૧૩મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
14 mas espero te ver em breve, e falaremos face a face. Paz seja contigo. Os amigos [daqui] te saúdam. Saúda os amigos [daí], cada um por nome.
૧૪પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.