< Psalmów 75 >
1 Przedniejszemu śpiewakowi, jako: Nie zatracaj, psalm i pieśń Asafowa. Wysławiamy cię, Boże! wysławiamy: bo bliskie imię twoje; opowiadają to dziwne sprawy twoje.
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
2 Gdy przyjdzie czas ułożony, ja sprawiedliwie sądzić będę.
૨પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
3 Rozstąpiła się ziemia, i wszyscy obywatele jej; ale ja utwierdzę słupy jej. (Sela)
૩જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)
4 Rzekę szalonym: Nie szalejcie, a niepobożnym: Nie podnoście rogów.
૪મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
5 Nie podnoście przeciwko Najwyższemu rogów swych, a nie mówcie krnąbrnie,
૫તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
6 Bo nie od wschodu, ani od zachodu, ani od puszczy przychodzi wywyższenie.
૬ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
7 Ale Bóg sędzia, tego poniża, a owego wywyższa.
૭પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
8 Zaiste kielich jest w rękach Pańskich, a ten wina mętnego nalany; z tegoż nalewać będzie, tak, że i drożdże jego wyssą i wypiją wszyscy niepobożni ziemi.
૮કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
9 Ale ja będę opowiadał sprawy Pańskie na wieki, będę śpiewał Bogu Jakóbowemu.
૯પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
10 A wszystkie rogi niezbożnikom postrącam; ale rogi sprawiedliwego będą wywyższone.
૧૦તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”