< Hioba 29 >
1 Jeszcze dalej Ijob prowadził rzecz swoję, i rzekł:
૧અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2 Któż mi to da, abym był jako za miesięcy dawnych, za dni onych, których mię Bóg strzegł;
૨“અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
3 Gdy pochodnia jego świeciła nad głową moją, a przy świetle jego przechodziłem ciemności;
૩ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
4 Jakom był za dni młodości mojej, gdy była przytomność Boża nad przybytkiem moim;
૪જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
5 Gdy jeszcze Wszechmocny był ze mną, a około mnie dziatki moje;
૫તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
6 Gdy ścieszki moje opływały masłem, a opoka wylewała mi źródła oliwy;
૬તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
7 Gdym wychodził do bramy przez miasto, a na ulicy kazałem sobie gotować stolicę moję.
૭ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
8 Widząc mię młodzi ukrywali się, a starcy powstawszy stali.
૮યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
9 Przełożeni przestawali mówić, a ręką zatykali usta swoje.
૯સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
10 Głos książąt ucichał, a język ich do podniebienia ich przylegał.
૧૦અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
11 Bo ucho słuchające błogosławiło mię, a oko widzące dawało o mnie świadectwo,
૧૧કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
12 Żem wybawiał ubogiego wołającego, i sierotkę, i tego, który nie miał pomocnika.
૧૨કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
13 Błogosławieństwo ginącego przychodziło na mię, a serce wdowy rozweselałem.
૧૩જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
14 W sprawiedliwość obłoczyłem się, a ona zdobiła mię; sąd mój był jako płaszcz i korona.
૧૪મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
15 Byłem okiem ślepemu, a nogą chromemu.
૧૫હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
16 Byłem ojcem ubogich, a sprawy, którejm nie wiedział, wywiadywałem się.
૧૬ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
17 I kruszyłem szczęki złośnika, a z zębów jego wydzierałem łup.
૧૭હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
18 Przetożem rzekł: W gniaździe swojem umrę, a jako piasek rozmnożę dni moje.
૧૮ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.
19 Korzeń mój rozłoży się przy wodach, a rosa trwać będzie przez noc na gałązkach moich.
૧૯મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
20 Chwała moja odmłodzi się przy mnie, a łuk mój w ręce mojej odnowi się.
૨૦મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
21 Słuchano mię, i oczekiwano na mię, a milczano na radę moję.
૨૧લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
22 Po słowie mojem nie powtarzano, tak na nich kropiła mowa moja.
૨૨મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
23 Bo mię oczekiwali jako deszczu, a usta swe otwierali jako na deszcz późny.
૨૩તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
24 Jeźlim żartował z nimi, nie wierzyli, a powagi twarzy mojej nie odrzucali.
૨૪જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
25 Jeźlim kiedy do nich przyszedł, siadałem na przedniejszem miejscu, i mieszkałem jako król w wojsku, a jako ten, który smutnych cieszy.
૨૫હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.