< Mateusza 5 >
1 Pewnego dnia Jezus, widząc gromadzące się wokół Niego tłumy, wszedł na wzgórze i usiadł.
૧ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
2 Uczniowie otoczyli Go, a On zaczął nauczać:
૨તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
3 —Szczęśliwi ubodzy w duchu, bo do nich należy królestwo niebieskie.
૩“આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
4 Szczęśliwi smutni, bo zostaną pocieszeni.
૪જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.
5 Szczęśliwi cisi, bo odziedziczą całą ziemię.
૫જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
6 Szczęśliwi ci, którzy pragną sprawiedliwości, bo zostaną nasyceni.
૬જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
7 Szczęśliwi ci, którzy okazują innym miłość, bo sami zostaną obdarzeni miłością.
૭દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.
8 Szczęśliwi ci, którzy mają czyste serce, bo zobaczą samego Boga.
૮મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
9 Szczęśliwi ci, którzy wprowadzają pokój, bo zostaną nazwani dziećmi Boga.
૯સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
10 Szczęśliwi prześladowani za prawość, bo do nich należy królestwo niebieskie.
૧૦ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 Macie ogromne szczęście, gdy ludzie was znieważają, prześladują i oczerniają z mojego powodu.
૧૧જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
12 Cieszcie się i skaczcie z radości, bo w niebie czeka was wielka nagroda. Właśnie tak prześladowano kiedyś proroków Boga!
૧૨તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.
13 Jesteście solą tej ziemi! Lecz jeśli sól utraci swój smak, staje się bezwartościowa. Dlatego wyrzuca się ją na ścieżkę, gdzie zostaje podeptana przez ludzi.
૧૩તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.
14 Jesteście światłem dla świata! Nie można ukryć miasta położonego na wzgórzu.
૧૪તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
15 Nie zapala się też lampy, aby ją zaraz zasłonić, ale stawia się ją na podwyższeniu, aby świeciła wszystkim, którzy są w domu.
૧૫દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે.
16 Wasze światło niech również świeci wszystkim ludziom, aby widzieli wasze dobre postępowanie i oddawali chwałę waszemu Ojcu w niebie.
૧૬તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
17 Nie myślcie, że przyszedłem znieść Prawo Mojżesza albo pisma proroków. Nie znieść, ale wypełnić!
૧૭એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.
18 Zapewniam was, że prędzej niebo i ziemia przestaną istnieć, niż zmieni się najmniejsza literka w Prawie—zanim wszystko zostanie do końca wypełnione.
૧૮કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
19 Jeśli więc ktoś usunąłby nawet najmniej ważne przykazanie Prawa i tak nauczał innych, będzie najmniej ważny w królestwie niebieskim. A kto sam wypełnia wszystko i uczy tego innych, będzie wielki w królestwie niebieskim.
૧૯એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.
20 Ostrzegam was więc: jeśli wasza prawość nie będzie większa od prawości faryzeuszy i przywódców religijnych, nie wejdziecie do królestwa niebieskiego.
૨૦કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
21 Słyszeliście, że powiedziano przodkom: „Nie zabijaj”, a kto zabije, pójdzie pod sąd.
૨૧‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
22 A ja wam mówię: Każdy, kto się na kogoś gniewa, pójdzie pod sąd! A kto nazywa go głupcem, stanie przed Wysoką Radą. A kto nazwałby go idiotą, zasługuje na ogień piekielny. (Geenna )
૨૨પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. (Geenna )
23 Jeśli więc, przynosząc dar na ołtarz w świątyni, przypomniałbyś sobie, że ktoś ci coś zarzuca,
૨૩એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે,
24 zostaw swój dar przy ołtarzu i idź się pogodzić z tym człowiekiem. Potem wróć i złóż dar Bogu.
૨૪તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 Póki jest na to czas, staraj się polubownie załatwić sprawę ze swoim oskarżycielem. W przeciwnym bowiem razie sędzia cię skaże i zostaniesz wtrącony do więzienia.
૨૫જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.
26 Zapewniam cię, że nie wyjdziesz stamtąd, aż spłacisz cały dług—co do grosza.
૨૬ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.
27 Słyszeliście, że w Prawie Mojżesza powiedziano: „Bądź wierny w małżeństwie”.
૨૭‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
28 A Ja wam mówię: Kto spogląda na kobietę i pożąda jej, w sercu już się dopuścił niewierności.
૨૮પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
29 Jeśli więc twoje prawe oko skłania cię do grzechu, wyłup je i odrzuć. Lepiej bowiem, gdy zginie jakaś część twojego ciała, niż byś z całym ciałem miał być wrzucony do piekła. (Geenna )
૨૯જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
30 I jeśli twoja prawa ręka skłania cię do grzechu, odetnij ją i odrzuć. Lepiej bowiem, gdy zginie jakaś część twojego ciała, niż byś z całym ciałem miał znaleźć się w piekle. (Geenna )
૩૦જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
31 W Prawie Mojżesza powiedziano też: „Kto chce się rozwieść z żoną, niech jej wręczy dokument rozwodowy”.
૩૧‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું.
32 A Ja wam mówię: Kto rozwodzi się z żoną (z wyjątkiem przypadku rozwiązłości seksualnej), naraża ją na grzech niewierności. Kto zaś żeni się z rozwódką, również dopuszcza się grzechu niewierności małżeńskiej.
૩૨પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
33 Słyszeliście również, że powiedziano przodkom: „Nie przysięgaj fałszywie, lecz dotrzymaj przysięgi danej Panu”.
૩૩વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
34 A Ja wam mówię: W ogóle nie przysięgajcie: ani na niebo—bo jest tronem Boga;
૩૪પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;
35 ani na ziemię—bo jest Jego podnóżkiem; ani na Jerozolimę—bo jest miastem wielkiego Króla!
૩૫પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
36 Nawet na własną głowę nie przysięgaj—bo nie możesz jednego włosa uczynić białym lub czarnym.
૩૬તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.
37 Mów prawdę: niech twoje „tak” znaczy „tak”, a „nie” znaczy „nie”. Każde oszustwo pochodzi od szatana.
૩૭પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.
38 Słyszeliście, że w Prawie Mojżesza powiedziano: „Oko za oko, ząb za ząb”.
૩૮‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
39 A Ja wam mówię: Nie rewanżujcie się za doznane zło! Jeśli ktoś cię obrazi, uderzając w policzek, nadstaw mu drugi.
૩૯પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
40 Jeśli ktoś chce się z tobą sądzić o koszulę, daj mu od razu i płaszcz.
૪૦જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે.
41 Jeśli ktoś cię zmusza, byś niósł mu bagaż kilometr, nieś mu i dwa.
૪૧જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.
42 Daj temu, kto cię prosi, i nie odwracaj się od tego, kto chce od ciebie coś pożyczyć.
૪૨જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.
43 Słyszeliście, że powiedziano: „Kochaj przyjaciół, nienawidź wrogów”.
૪૩‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
44 A Ja wam mówię: Kochajcie waszych wrogów i módlcie się za tych, którzy was prześladują—
૪૪પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો,
45 tak postępują dzieci waszego Ojca w niebie. On bowiem sprawia, że słońce wschodzi dla dobrych i dla złych. A deszcz pada dla prawych i dla nieprawych.
૪૫એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.
46 Czy sądzicie, że zasługujecie na nagrodę, bo kochacie tych, którzy was kochają? Czy nawet źli ludzie tak nie postępują?
૪૬કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?
47 Jeśli jesteście mili tylko dla przyjaciół, w czym jesteście lepsi? Czy poganie tak nie postępują?
૪૭જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં?
48 Bądźcie więc doskonali, tak jak wasz Ojciec w niebie.
૪૮એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.