< مزامیر 120 >
سرود زائران به هنگام بالا رفتن به اورشلیم. وقتی در زحمت بودم، از خداوند کمک خواستم و او به داد من رسید. | 1 |
૧ચઢવાનું ગીત. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
ای خداوند مرا از دست دروغگویان و مردم حیلهگر نجات بده. | 2 |
૨હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
ای حیلهگران، میدانید چه در انتظار شماست؟ | 3 |
૩હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
تیرهای تیز و اخگرهای داغ! | 4 |
૪તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
شما مانند مردمان «ماشک» و خیمه نشینان «قیدار» شرور هستید. وای بر من که در بین شما زندگی میکنم! | 5 |
૫મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
از زندگی کردن در میان این جنگطلبان خسته شدهام. | 6 |
૬જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
من صلح را دوست دارم، اما آنان طرفدار جنگ هستند و به سخنان من گوش نمیدهند. | 7 |
૭હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.