< مزامیر 116 >

خداوند را دوست می‌دارم زیرا ناله و فریاد مرا می‌شنود 1
હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
و به درخواست من گوش می‌دهد، پس تا آخر عمر، نزد او دعا خواهم کرد. 2
તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
خطر مرگ بر من سایه افکنده بود و مایوس و غمگین بودم، (Sheol h7585) 3
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol h7585)
سپس نام خداوند را خواندم و فریاد زدم: «آه ای خداوند، مرا نجات بده!» 4
ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
او چه خوب و مهربان است! آری، خدای ما رحیم است. 5
યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
خداوند افراد ساده‌دل و فروتن را حفظ می‌کند. من با خطر روبرو بودم، ولی او مرا نجات داد. 6
યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
ای جان من، آسوده باش، زیرا خداوند در حق من خوبی کرده است! 7
હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
او مرا از مرگ نجات داد و اشکهایم را پاک کرد و نگذاشت پایم بلغزد، 8
કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
تا بتوانم در این دنیا در حضور خداوند زیست کنم. 9
હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
به تو ایمان داشتم، پس گفتم: «سخت پریشانم!» 10
૧૦મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
در اضطراب خود به تو فریاد برآوردم: «همه دروغ می‌گویند!» 11
૧૧મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
اما اینک در برابر همهٔ خوبی‌هایی که خداوند برای من کرده است، چه می‌توانم به او بدهم؟ 12
૧૨હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
پیالۀ نجات را بلند خواهم کرد و نام خداوند را که مرا نجات داده، سپاس خواهم گفت. 13
૧૩હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
در حضور قوم او نذرهای خود را به خداوند ادا خواهم کرد. 14
૧૪યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
جانهای مقدّسان خداوند نزد او عزیزند، پس او نخواهد گذاشت آنها از بین بروند. 15
૧૫યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
ای خداوند، من بندهٔ تو و پسر کنیز تو هستم. تو مرا از چنگ مرگ رها ساختی. 16
૧૬હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
قربانی شکرگزاری را به حضورت تقدیم می‌کنم و نام تو را گرامی می‌دارم. 17
૧૭હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
در حضور تمام مردم اسرائیل و در خانهٔ تو که در اورشلیم است، نذرهای خود را ادا خواهم نمود. سپاس بر خداوند! 18
૧૮યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
19
૧૯હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.

< مزامیر 116 >