< لاویان 18 >

سپس خداوند به موسی فرمود: 1
યહોવાહે મૂસાને કહ્યું,
«این دستورها را به بنی‌اسرائیل بده: من یهوه خدای شما هستم. 2
“ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું.
پس مانند بت‌پرستان رفتار نکنید یعنی مانند مصری‌هایی که در کشورشان زندگی می‌کردید و یا مانند کنعانی‌هایی که می‌خواهم شما را به سرزمینشان ببرم. 3
મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.
شما باید از دستورهای من پیروی کنید و قوانین مرا نگاه دارید و آنها را بجا آورید، چون من یهوه، خدای شما هستم. 4
તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
پس دستورها و قوانین مرا نگاه دارید، زیرا از طریق اطاعت از احکام شریعت است که شخص از حیات برخوردار می‌شود. من یهوه هستم. 5
માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.
«هیچ‌کس از شما نباید با محارمِ خود همبستر شود. من یهوه هستم. 6
તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું.
با مادر خود همبستر نشو، زیرا با این کار به او و به پدرت بی‌احترامی می‌کنی. 7
તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.
با هیچ‌کدام از زنان پدرت همبستر نشو، چون با این کار به پدرت بی‌احترامی می‌کنی. 8
તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.
همچنین با خواهر تنی یا با خواهر ناتنی خود، چه دختر پدرت باشد چه دختر مادرت، چه در همان خانه به دنیا آمده باشد چه در جای دیگر، همبستر نشو. 9
તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ.
«با دختر پسرت یا دختر دخترت همبستر نشو، چون با این کار خود را رسوا می‌کنی. 10
૧૦તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
با دختر زن پدرت همبستر نشو، چون او خواهر ناتنی توست. 11
૧૧તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.
با عمهٔ خود همبستر نشو، چون از بستگان نزدیک پدرت می‌باشد. 12
૧૨તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે.
با خالهٔ خود همبستر نشو، چون از بستگان نزدیک مادرت است. 13
૧૩તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે.
با زن عموی خود همبستر نشو، چون او مثل عمهٔ توست. 14
૧૪તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.
«با عروس خود همبستر نشو، چون زن پسر توست. 15
૧૫તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
با زن برادرت همبستر نشو، چون با این کار به برادرت بی‌احترامی می‌کنی. 16
૧૬તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.
با یک زن و دختر او یا نوه‌اش همبستر نشو، چون آنها بستگان نزدیک همدیگرند و این عمل قبیحی است. 17
૧૭કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.
مادامی که زنت زنده است نباید خواهر او را هم به زنی بگیری و با او همبستر شوی. 18
૧૮તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
«با زنی به هنگام عادت ماهانه‌اش همبستر نشو. 19
૧૯સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે.
با زنی که همسر مرد دیگری است همبستر نشو و خود را با او نجس نساز. 20
૨૦તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.
«هیچ‌کدام از فرزندان خود را به بت مولک هدیه نکن و آنها را بر مذبح آن نسوزان زیرا با این کار نام خداوند، خدای خود را بی‌حرمت خواهی کرد. 21
૨૧તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.
«هیچ مردی نباید با مرد دیگری نزدیکی کند، چون این عمل، بسیار قبیح است. 22
૨૨સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.
هیچ مرد یا زنی نباید با هیچ حیوانی نزدیکی کند و با این کار خود را نجس سازد. این عمل، بسیار قبیح است. 23
૨૩તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.
«با این کارها خود را نجس نسازید، چون این اعمالی است که بت‌پرستها انجام می‌دهند و به خاطر این کارهاست که می‌خواهم آنان را از سرزمینی که شما داخل آن می‌شوید بیرون کنم. 24
૨૪આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે.
تمامی آن سرزمین با این نوع اعمال، نجس شده است. به همین دلیل است که مردمانی را که در آنجا ساکنند مجازات می‌کنم، و سرزمینشان آنها را قی می‌کند. 25
૨૫એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.
شما باید از تمام قوانین و دستورهای من اطاعت کنید و هیچ‌کدام از این اعمال قبیح را انجام ندهید. این قوانین هم شامل شما می‌شود و هم شامل غریبانی که در میان شما ساکنند. 26
૨૬તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય.
«آری، تمامی این اعمال قبیح به‌وسیلۀ مردمان سرزمینی که می‌خواهم شما را به آنجا ببرم به عمل آمده و آن سرزمین را نجس کرده است. 27
૨૭કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.
شما این اعمال را انجام ندهید و گرنه شما را نیز مثل اقوامی که اکنون در آنجا ساکنند از آن سرزمین بیرون خواهم راند. 28
૨૮એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.
هر کس مرتکب یکی از این اعمال قبیح گردد، از میان قوم منقطع خواهد شد. 29
૨૯જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે.
پس احکام مرا اطاعت کنید و هیچ‌یک از این عادات زشت را انجام ندهید. خود را با این اعمال قبیح نجس نکنید زیرا من یهوه، خدای شما هستم.» 30
૩૦માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’”

< لاویان 18 >