< ایوب 35 >
آیا این درست است که ادعا میکنی که در حضور خدا بیگناهی، و میگویی: «از این پاکی و بیگناهی خود سودی نبردهام»؟ | 1 |
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
૨તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
૩તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
من جواب تو و همهٔ دوستانت را میدهم. | 4 |
૪હું તને તથા તારા મિત્રોને, જવાબ આપીશ.
به آسمان بلندی که بر فراز سر توست نگاه کن. | 5 |
૫ઊંચે આકાશમાં જો; વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?
اگر گناه کنی چه لطمهای به خدا میزنی؟ اگر خطاهای تو زیاد شود چه تأثیری بر او دارد؟ | 6 |
૬જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો? જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
یا اگر گناه نکنی، چه نفعی به او میرسانی؟ | 7 |
૭જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે? તેઓને તારી પાસેથી શું મળવાનું છે?
خواه گناه کنی، و خواه کار خوب انجام دهی، تأثیر آن فقط بر انسانهاست. | 8 |
૮તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ. પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં દીકરાને ફાયદો થાય છે.
وقتی به انسانها ظلم میشود، آنها ناله میکنند و فریاد برمیآورند تا کسی به دادشان برسد. | 9 |
૯જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે; તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે
اما کسی نمیگوید: «خدای آفرینندۀ من کجاست، که شبانگاه سرودها میبخشد؟ | 10 |
૧૦પણ કોઈ એમ કહેતું નથી, ‘મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે, જે મને રાત્રે ગાયન આપે છે,
او که ما را توسط حیوانات زمین تعلیم میدهد، و توسط پرندگان آسمان حکیم میسازد؟» | 11 |
૧૧જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં, અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’
فریاد برمیآورند و کمک میطلبند اما خدا پاسخی نمیدهد، زیرا متکبر و شرور هستند. | 12 |
૧૨તેઓ પોકાર કરે છે, પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.
فریاد آنها سودی ندارد، زیرا خدای قادر مطلق آن را نمیشنود و به آن توجهی ندارد. | 13 |
૧૩નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ; સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.
پس چقدر بیشتر، وقتی میگویی او را نمیبینی و دعویات در حضور وی است، و منتظر او هستی، خدا تو را نخواهد شنید | 14 |
૧૪તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે, તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!
میگویی: «خدا گناهکار را مجازات نمیکند و به گناهان او توجهی ندارد.» | 15 |
૧૫તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે. અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.
اما ای ایوب، تو از روی نادانی سخن میگویی و سخنانت پوچ و باطل است. | 16 |
૧૬“તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે; અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે.”