< ایوب 22 >
آنگاه الیفاز تیمانی پاسخ داد: | 1 |
૧ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
آیا از انسان فایدهای به خدا میرسد؟ حتی از خردمندترین انسانها نیز فایدهای به او نمیرسد! | 2 |
૨“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
اگر تو عادل و درستکار باشی آیا نفع آن به خدای قادرمطلق میرسد؟ | 3 |
૩તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
اگر تو خداترس باشی آیا او تو را مجازات میکند؟ | 4 |
૪શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
هرگز! مجازات تو برای شرارت و گناهان بیشماری است که در زندگی مرتکب شدهای! | 5 |
૫શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.
از دوستانت که به تو مقروض بودند تمام لباسهایشان را گرو گرفتی و تمام دارایی آنها را تصاحب کردی. | 6 |
૬કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
به تشنگان آب ندادهای و شکم گرسنگان را سیر نکردهای، | 7 |
૭તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
هر چند تو آدم توانگر و ثروتمندی بودی و املاک زیادی داشتی. | 8 |
૮જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
بیوهزنان را دست خالی از پیش خود راندی و بازوی یتیمان را شکستی. | 9 |
૯તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
برای همین است که اکنون دچار دامها و ترسهای غیرمنتظره شدهای و ظلمت و امواج وحشت، تو را فرا گرفتهاند. | 10 |
૧૦તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
૧૧જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
خدا بالاتر از آسمانها و بالاتر از بلندترین ستارگان است. | 12 |
૧૨શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
ولی تو میگویی: «خدا چگونه میتواند از پس ابرهای تیره، اعمال مرا مشاهده و داوری کند؟ | 13 |
૧૩તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
ابرها او را احاطه کردهاند و او نمیتواند ما را ببیند. او در آن بالا، بر گنبد آسمان حرکت میکند.» | 14 |
૧૪ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
آیا میخواهی به راهی بروی که گناهکاران در گذشته از آن پیروی کردهاند؟ | 15 |
૧૫જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?
همچون کسانی که اساس زندگیشان فرو ریخت و نابهنگام مردند؟ | 16 |
૧૬તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
زیرا به خدای قادر مطلق گفتند: «ای خدا از ما دور شو! تو چه کاری میتوانی برای ما انجام دهی؟» | 17 |
૧૭તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’
در حالی که خدا خانههایشان را سرشار از برکت ساخته بود. بنابراین من خود را از راههای شریران دور نگه خواهم داشت. | 18 |
૧૮તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
درستکاران و بیگناهان هلاکت شریران را میبینند و شاد شده، میخندند و میگویند: «دشمنان ما از بین رفتند و اموالشان در آتش سوخت.» | 19 |
૧૯ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
૨૦તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’
ای ایوب، از مخالفت با خدا دست بردار و با او صلح کن تا لطف او شامل حال تو شود. | 21 |
૨૧હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.
دستورهای او را بشنو و آنها را در دل خود جای بده. | 22 |
૨૨કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
اگر به سوی خدای قادرمطلق بازگشت نموده، تمام بدیها را از خانهٔ خود دور کنی، آنگاه زندگی تو همچون گذشته سروسامان خواهد گرفت. | 23 |
૨૩જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
اگر طمع را از خود دور کنی و طلای خود را دور بریزی، | 24 |
૨૪જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
آنگاه خدای قادر مطلق خودش طلا و نقرهٔ خالص برای تو خواهد بود! | 25 |
૨૫તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
به او اعتماد خواهی کرد و از وجود او لذت خواهی برد. | 26 |
૨૬તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
نزد او دعا خواهی نمود و او دعای تو را اجابت خواهد کرد و تو تمام نذرهایت را به جا خواهی آورد. | 27 |
૨૭તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
دست به هر کاری بزنی موفق خواهی شد و بر راههایت همیشه نور خواهد تابید. | 28 |
૨૮વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.
وقتی کسی به زیر کشیده میشود، تو میگویی: «بلندش کن!» و او افتاده را نجات میبخشد. | 29 |
૨૯ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.
پس اگر فروتن شده، خود را از گناه پاکسازی او تو را خواهد رهانید. | 30 |
૩૦જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”