< تثنیه 2 >
آنگاه طبق دستور خداوند بازگشتیم و از راهی که به سوی دریای سرخ میرود به بیابان رفتیم. سالهای زیادی در اطراف ناحیهٔ کوه سعیر سرگردان بودیم. سرانجام خداوند فرمود: | 1 |
૧પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
૨પછી યહોવાહે મને કહ્યું, કે,
«به اندازهٔ کافی در این کوهستان سرگردان بودهاید. حال به سمت شمال بروید. | 3 |
૩“આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
به قوم بگو که ایشان از مرز سرزمینی خواهند گذشت که به برادرانشان ادومیها تعلق دارد. (ادومیها از نسل عیسو هستند و در سعیر زندگی میکنند.) آنها از شما خواهند ترسید، | 4 |
૪લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.
ولی شما با ایشان نجنگید، چون من تمام سرزمین کوهستانی سعیر را به عنوان ملک دائمی به ایشان دادهام و حتی یک وجب از زمین ایشان را به شما نخواهم داد. | 5 |
૫તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
در آنجا به ازای آب و غذایی که مصرف میکنید، پول بپردازید. | 6 |
૬નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો.
خداوند، خدایتان در تمام چهل سالی که در این بیابان بزرگ سرگردان بودهاید با شما بوده و قدم به قدم از شما مراقبت نموده است. او در تمام کارهایتان به شما برکت داده و شما هیچوقت محتاج به چیزی نبودهاید.» | 7 |
૭કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”
بنابراین ما از کنار سعیر که برادرانمان از نسل عیسو در آنجا زندگی میکردند گذشتیم و جادهای را که به سمت جنوب به اِیلَت و عصیون جابر میرود قطع نموده، رو به شمال به طرف بیابان موآب کوچ کردیم. | 8 |
૮જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા. અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
آنگاه خداوند به ما چنین هشدار داد: «با موآبیها که از نسل لوط هستند کاری نداشته باشید و با ایشان وارد جنگ نشوید. من شهر عار را به ایشان دادهام و هیچ زمینی را از سرزمین ایشان به شما نخواهم داد.» | 9 |
૯યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.”
(ایمیها که قبیلهٔ بسیار بزرگی بودند قبلاً در آن ناحیه سکونت داشتند و مثل غولهای عناقی بلند قد بودند. | 10 |
૧૦અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
ایمیها و عناقیها غالباً رفائی خوانده میشوند، ولی موآبیها ایشان را ایمی میخوانند. | 11 |
૧૧અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
در روزگار پیشین حوریها در سعیر سکونت داشتند، ولی ادومیها یعنی قوم عیسو آنها را بیرون رانده، جایشان را گرفتند، همانطور که اسرائیل مردم کنعان را که خداوند سرزمینشان را به اسرائیل بخشیده بود، بیرون راندند.) | 12 |
૧૨અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
خداوند فرمود: «اکنون برخیزید و از رود زارَد بگذرید.» ما چنین کردیم. | 13 |
૧૩“હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
سی و هشت سال پیش، ما قادش را ترک گفته بودیم. همانطور که خداوند فرموده بود، در این مدت تمام جنگجویان ما از بین رفتند. | 14 |
૧૪આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી.
خداوند بر ضد آنها بود و سرانجام همهٔ آنها را از بین برد. | 15 |
૧૫વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
پس از اینکه تمام جنگجویان مردند | 16 |
૧૬હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
«امروز باید از شهر عار که در مرز موآب است بگذرید. | 18 |
૧૮તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
وقتی به سرزمین عمونیها که از نسل لوط هستند نزدیک شدید با آنها کاری نداشته باشید و با ایشان وارد جنگ نشوید، زیرا هیچ زمینی را از سرزمینی که به ایشان بخشیدهام، به شما نخواهم داد.» | 19 |
૧૯અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”
(آن ناحیه نیز زمانی محل سکونت رفائیها که عمونیها ایشان را زَمزُمی میخوانند، بود. | 20 |
૨૦તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
آنها قبیلهٔ بسیار بزرگی بودند و مثل عناقیها قد بلندی داشتند، ولی خداوند ایشان را هنگام ورود عمونیها از بین برد و عمونیها به جای ایشان در آنجا سکونت کردند. | 21 |
૨૧તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.
خداوند به همین گونه به قوم عیسو در کوه سعیر کمک کرده بود و آنها حوریها را که قبل از ایشان در آنجا سکونت داشتند از بین برده و تا امروز به جای ایشان ساکن شدهاند. | 22 |
૨૨જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
وضع مشابه دیگر، زمانی اتفاق افتاد که مردم کفتور به قبیلهٔ عِویها که تا حدود غزه در دهکدههای پراکندهای سکونت داشتند حمله نموده، آنها را هلاک کردند و به جای ایشان ساکن شدند.) | 23 |
૨૩અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
آنگاه خداوند فرمود: «از رود ارنون گذشته، به سرزمین سیحونِ اموری، پادشاه حشبون داخل شوید. من او را و سرزمینش را به شما دادهام. با او بجنگید و سرزمین او را به تصرف خود درآورید. | 24 |
૨૪“હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
از امروز ترس شما را بر دل مردم سراسر جهان میگذارم. آنها آوازهٔ شما را میشنوند و به وحشت میافتند.» | 25 |
૨૫હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”
سپس از صحرای قدیموت سفیرانی با پیشنهاد صلح نزد سیحون، پادشاه حِشبون فرستادم. | 26 |
૨૬અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
پیشنهاد ما این بود: «اجازه دهید از سرزمین شما عبور کنیم. از جادهٔ اصلی خارج نخواهیم شد و به طرف مزارع اطراف آن نخواهیم رفت. | 27 |
૨૭“અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
هنگام عبور برای هر لقمه نانی که بخوریم و هر جرعه آبی که بنوشیم، پول خواهیم داد. تنها چیزی که میخواهیم، اجازهٔ عبور از سرزمین شماست. | 28 |
૨૮ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
ادومیهای نسل عیسو که ساکن سعیرند اجازهٔ عبور از سرزمین خود را به ما دادند. موآبیها هم که پایتختشان در عار است همین کار را کردند. ما از راه اردن به سرزمینی که خداوند، خدایمان به ما داده است میرویم.» | 29 |
૨૯જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”
ولی سیحون پادشاه حِشبون موافقت نکرد، زیرا خداوند، خدای شما او را سختدل گردانید تا او را به دست اسرائیل نابود کند، همچنانکه الان شده است. | 30 |
૩૦પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.
آنگاه خداوند به من فرمود: «اکنون به تدریج سرزمین سیحون پادشاه را به شما میدهم. پس شروع به تصرف و تصاحب این سرزمین کن.» | 31 |
૩૧અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”
آنگاه سیحون پادشاه به ما اعلان جنگ داد و نیروهایش را در یاهص بسیج کرد. | 32 |
૩૨“ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
ولی خداوند، خدایمان او را به ما تسلیم نمود و ما او را با تمام پسران و افرادش کشتیم و تمامی شهرهایش را به تصرف خود درآورده، همهٔ مردان و زنان و اطفال را از بین بردیم. | 33 |
૩૩પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
૩૪આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.
به غیر از گلههایشان، موجود دیگری را زنده نگذاشتیم. این گلهها را هم با غنایمی که از تسخیر شهرها به چنگ آورده بودیم با خود بردیم. | 35 |
૩૫ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
ما از عروعیر که در کنارهٔ درهٔ ارنون است تا جلعاد، همهٔ شهرها را به تصرف خود درآوردیم. حتی یک شهر هم در برابر ما قادر به مقاومت نبود، زیرا خداوند، خدایمان تمامی آنها را به ما داده بود. | 36 |
૩૬આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.
ولی ما به سرزمین بنیعمون و به رود یبوق و شهرهای کوهستانی یعنی جاهایی که خداوند، خدایمان قدغن فرموده بود، نزدیک نشدیم. | 37 |
૩૭ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.