< دوم تواریخ 8 >
بیست سال طول کشید تا سلیمان خانهٔ خداوند و قصر خود را ساخت. | 1 |
૧સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,
بعد از آن نیروی خود را صرف بازسازی شهرهایی نمود که حیرام، پادشاه صور به او بخشیده بود. سپس عدهای از بنیاسرائیل را به آن شهرها کوچ داد. | 2 |
૨રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
سلیمان به حمات صوبه حمله برد و آن را گرفت. | 3 |
૩સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.
او شهر تدمور را در بیابان و تمام شهرهای نواحی حمات را که مراکز مهمات و آذوقه بودند، بنا کرد. | 4 |
૪તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.
سلیمان شهر بیتحورون بالا و بیتحورون پایین را به شکل قلعه بازسازی نموده و دیوارهای آنها را تعمیر کرد و دروازههای پشتبنددار برای آنها کار گذاشت. | 5 |
૫વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.
سلیمان علاوه بر آنها شهر بعلت و شهرهای دیگری برای انبار مهمات و آذوقه و نگهداری اسبها و ارابهها ساخت. خلاصه هر چه میخواست در اورشلیم و لبنان و سراسر قلمرو سلطنت خود بنا کرد. | 6 |
૬સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.
سلیمان از بازماندگان قومهای کنعانی که اسرائیلیها در زمان تصرف کنعان آنها را از بین نبرده بودند، برای بیگاری استفاده میکرد. این قومها عبارت بودند از: اموریها، فرزیها، حیتیها، حویها و یبوسیها. نسل این قومها تا زمان حاضر نیز برده هستند و به بیگاری گرفته میشوند. | 7 |
૭હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,
૮તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો, તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.
اما سلیمان از بنیاسرائیل کسی را به بیگاری نمیگرفت، بلکه ایشان به صورت سرباز، افسر، فرمانده و رئیس ارابهرانها خدمت میکردند. | 9 |
૯પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.
دویست و پنجاه نفر نیز به عنوان سرپرست کارگران سلیمان گمارده شده بودند. | 10 |
૧૦લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.
سلیمان زن خود را که دختر فرعون بود از شهر داوود به قصر تازهای که برایش ساخته بود، آورد. او نمیخواست زنش در کاخ سلطنتی داوود زندگی کند، زیرا میگفت: «هر جا که صندوق عهد خداوند به آن داخل شده، مکان مقدّسی است.» | 11 |
૧૧સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે.”
آنگاه سلیمان بر مذبحی که جلوی ایوان خانهٔ خدا ساخته بود، قربانیهای سوختنی به خداوند تقدیم کرد. | 12 |
૧૨ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.
مطابق دستوری که موسی داده بود، او برای هر یک از این روزهای مقدّس قربانی تقدیم میکرد: روزهای شبّات، جشنهای ماه نو، سه عید سالیانهٔ پِسَح، هفتهها و خیمهها. | 13 |
૧૩રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.
سلیمان طبق مقرراتی که پدرش داوود، مرد خدا برای کاهنان و لاویان وضع کرده بود، آنها را سر خدمتشان گماشت. لاویان در وصف خداوند سرود میخواندند و کاهنان را در انجام وظایف روزانه کمک میکردند. سلیمان نگهبانان را نیز به نگهبانی دروازههایشان گماشت. | 14 |
૧૪દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી.
کاهنان و لاویان تمام این مقررات را که داوود پادشاه وضع کرده بود، با کمال دقت اجرا میکردند. در ضمن ایشان مسئول خزانهداری نیز بودند. | 15 |
૧૫આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.
در این هنگام، تمام طرحهای ساختمانی سلیمان تکمیل شده بود. از پایهریزی خانهٔ خداوند تا تکمیل ساختمان آن، همهٔ کارها با موفقیت انجام شده بود. | 16 |
૧૬હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.
سپس سلیمان به شهرهای عصیون جابر و ایلوت، واقع در خلیج عقبه در زمین ادوم رفت. | 17 |
૧૭પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.
حیرام پادشاه کشتیهایی به فرماندهی افسران با تجربهٔ خود نزد سلیمان فرستاد. آنها همراه ملوانان سلیمان به سرزمین اوفیر رفتند و از آنجا بیش از پانزده تن طلا برای سلیمان آوردند. | 18 |
૧૮હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.