< اول تواریخ 9 >
اصل و نسب تمام اسرائیلیها در کتاب «تاریخ پادشاهان اسرائیل» نوشته شد. مردم یهودا به سبب بتپرستی به بابِل تبعید شدند. | 1 |
૧સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
نخستین گروهی که از تبعید بازگشتند و در شهرهای قبلی خود ساکن شدند، شامل خاندانهایی از قبایل اسرائیل، کاهنان، لاویان و خدمتگزاران خانهٔ خدا بودند. | 2 |
૨હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.
از قبیلههای یهودا، بنیامین، افرایم و منسی عدهای به اورشلیم بازگشتند تا در آنجا ساکن شوند. | 3 |
૩યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.
از قبیلهٔ یهودا خاندانهای زیر که جمعاً ۶۹۰ نفر بودند در اورشلیم سکونت گزیدند: خاندان عوتای (عوتای پسر عمیهود، عمیهود پسر عمری، عمری پسر امری، امری پسر بانی بود) از طایفۀ فارص (فارص پسر یهودا بود)؛ خاندان عسایا (عسایا پسر ارشد شیلون بود) از طایفهٔ شیلون؛ خاندان یعوئیل از طایفهٔ زارح. | 4 |
૪યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય.
૫શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.
૬ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.
از قبیلهٔ بنیامین خاندانهای زیر که جمع ۹۵۶ نفر بودند در اورشلیم سکونت گزیدند: خاندان سلو (سلو پسر مشلام نوهٔ هودویا نبیرهٔ هسنوآه بود)؛ خاندان یبنیا (یبنیا پسر یروحام بود)؛ خاندان ایله (ایله پسر عزی و نوهٔ مکری بود)؛ خاندان مشلام (مشلام پسر شفطیا نوهٔ رعوئیل و نبیرهٔ یبنیا بود). | 7 |
૭બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
૮યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ.
૯તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
کاهنانی که در اورشلیم ساکن شدند، اینها بودند: یدعیا، یهویاریب، یاکین و عزریا (پسر حلقیا، حلقیا پسر مشلام، مشلام پسر صادوق، صادوق پسر مرایوت، مرایوت پسر اخیطوب). عزریا سرپرست خانهٔ خدا بود. | 10 |
૧૦યાજકો; યદાયા, યહોયારીબ તથા યાખીન.
૧૧અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અઝાર્યા ઈશ્વરના ઘરનો કારભારી હતો.
یکی دیگر از کاهنان عدایا نام داشت. (عدایا پسر یروحام، یروحام پسر فشحور، فشحور پسر ملکیا بود.) کاهن دیگر معسای بود. (معسای پسر عدیئیل، عدیئیل پسر یحزیره، یحزیره پسر مشلام، مشلام پسر مشلیمیت، مشلیمیت پسر امیر بود.) | 12 |
૧૨માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.
این کاهنان و خاندانهایشان جمعاً ۱٬۷۶۰ نفر میشدند. همگی ایشان شایستگی خدمت در خانۀ خدا را داشتند. | 13 |
૧૩તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.
لاویانی که در اورشلیم ساکن شدند عبارت بودند از: شمعیا (پسر حشوب، نوه عزریقام و نبیرهٔ حشبیا که از طایفهٔ مراری بود): بقبقر؛ حارش؛ جلال؛ متنیا (پسر میکا، نوه زکری و نبیرهٔ آساف)؛ عوبدیا (پسر شمعیا، نوهٔ جلال و نبیرهٔ یِدوتون)؛ برخیا (پسر آسا و نوهٔ القانه که در ناحیهٔ نطوفاتیان ساکن بود). | 14 |
૧૪લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશ્શૂબનો દીકરો શમાયા.
૧૫બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા ઝિખ્રીના દીકરા મિખાનો દીકરો માત્તાન્યા.
૧૬યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા.
نگهبانانی که در اورشلیم ساکن شدند عبارت بودند از: شلوم (رئیس نگهبانان)، عقوب، طلمون و اخیمان که همه لاوی بودند. ایشان هنوز مسئول نگهبانی دروازهٔ شرقی کاخ سلطنتی هستند. | 17 |
૧૭દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.
૧૮એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.
نسل شلوم از قوری و ابیاساف به قورح میرسید. شلوم و خویشاوندان نزدیکش که از نسل قورح بودند جلوی دروازهٔ خانهٔ خدا نگهبانی میدادند، درست همانطور که اجدادشان مسئول نگهبانی مدخل خیمهٔ عبادت بودند. | 19 |
૧૯કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.
در آن زمان فینحاس پسر العازار، بر کار آنها نظارت میکرد و خداوند با او بود. | 20 |
૨૦ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.
زکریا پسر مشلمیا مسئول نگهبانی مدخل خیمۀ ملاقات بود. | 21 |
૨૧મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા “મુલાકાતમંડપના” દ્વારપાળ હતો.
تعداد نگهبانان ۲۱۲ نفر بود. آنها مطابق نسب نامههایشان از روستاها انتخاب شدند. اجداد آنها بهوسیلۀ داوود پادشاه و سموئیل نبی به این سمت تعیین شده بودند. | 22 |
૨૨એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
مسئولیت نگهبانی دروازههای خانهٔ خداوند به عهدهٔ آنها و فرزندانشان گذاشته شده بود. | 23 |
૨૩તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
این نگهبانان در چهار طرف خانهٔ خداوند شرق و غرب، شمال و جنوب مستقر شدند. | 24 |
૨૪દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.
خویشاوندان ایشان که در روستاها بودند هر چند وقت یکبار برای یک هفته به جای آنها نگهبانی میدادند. | 25 |
૨૫તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.
ریاست نگهبانان را چهار لاوی به عهده داشتند که شغلهایشان بسیار حساس بود. آنها مسئولیت اتاقها و خزانههای خانۀ خدا را به عهده داشتند. | 26 |
૨૬ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.
خانههای ایشان نزدیک خانهٔ خدا بود چون میبایست آن را نگهبانی میکردند و هر روز صبح زود دروازهها را باز مینمودند. | 27 |
૨૭તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
بعضی از لاویان مسئول نگهداری ظروفی بودند که برای قربانی کردن از آنها استفاده میشد. هر بار که این ظروف را به جای خود برمیگرداندند، با دقت آنها را میشمردند تا گم نشوند. | 28 |
૨૮તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.
دیگران مأمور حفظ اثاث خانهٔ خدا و نگهداری از آرد نرم، شراب، روغن زیتون، بخور و عطریات بودند. | 29 |
૨૯વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.
بعضی از کاهنان، عطریات تهیه میکردند. | 30 |
૩૦યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.
مَتّیتیا (یکی از لاویان و پسر بزرگ شلوم قورحی)، مسئول پختن نانی بود که به خدا تقدیم میشد. | 31 |
૩૧શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
بعضی از افراد خاندان قهات مأمور تهیهٔ نان حضور روز شَبّات بودند. | 32 |
૩૨કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
برخی از خاندانهای لاوی مسئولیت موسیقی خانهٔ خدا را به عهده داشتند. سران این خاندانها در اتاقهایی که در خانهٔ خدا بود، زندگی میکردند. ایشان شب و روز آمادهٔ خدمت بودند و مسئولیت دیگری نداشتند. | 33 |
૩૩ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.
تمام افرادی که در بالا نام برده شدند، طبق نسب نامههایشان، سران خاندانهای لاوی بودند. این رهبران در اورشلیم زندگی میکردند. | 34 |
૩૪તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
یعیئیل شهر جبعون را بنا کرد و در آنجا ساکن شد. نام زن او معکه بود. | 35 |
૩૫ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
پسر ارشد او عبدون و پسران دیگرش عبارت بودند از: صور، قیس، بعل، نیر، ناداب، | 36 |
૩૬તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ,
جدور، اخیو، زکریا و مقلوت. | 37 |
૩૭ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.
مقلوت پدر شمام بود. این خانوادهها با هم در اورشلیم زندگی میکردند. | 38 |
૩૮મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.
نیر پدر قیس، قیس پدر شائول، و شائول پدر یوناتان، ملکیشوع، ابیناداب و اشبعل بود. | 39 |
૩૯નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
یوناتان پدر مفیبوشت، مفیبوشت پدر میکا، | 40 |
૪૦યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.
میکا پدر فیتون، مالک، تحریع و آحاز، | 41 |
૪૧મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.
آحاز پدر یعره، یعره پدر علمت، عزموت و زمری، زمری پدر موصا، | 42 |
૪૨આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો.
موصا پدر بنعا، بنعا پدر رفایا، رفایا پدر العاسه و العاسه پدر آصیل بود. | 43 |
૪૩મોસાનો દીકરો બિનઆ હતો. બિનઆનો દીકરો રફાયા હતો. રફાયાનો દીકરો એલાસા હતો. એલાસાનો દીકરો આસેલ હતો.
آصیل شش پسر داشت به اسامی: عزریقام، بکرو، اسماعیل، شعریا، عوبدیا و حانان. | 44 |
૪૪આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.