< مزامیر 62 >
برای یدوتون سالار مغنیان. مزمور داود جان من فقط برای خدا خاموش می شود زیرا که نجات من از جانب اوست. | ۱ 1 |
૧મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
او تنها صخره و نجات من است و قلعه بلند من. پس بسیار جنبش نخواهم خورد. | ۲ 2 |
૨તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
تا به کی بر مردی هجوم میآورید تا همگی شما او راهلاک کنید مثل دیوار خمشده و حصار جنبش خورده؟ | ۳ 3 |
૩જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
در این فقط مشورت میکنند که او را ازمرتبهاش بیندازند. و دروغ را دوست میدارند. به زبان خود برکت میدهند و در دل خود لعنت میکنند، سلاه. | ۴ 4 |
૪તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
ای جان من فقط برای خدا خاموش شو زیراکه امید من از وی است. | ۵ 5 |
૫હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.
او تنها صخره و نجات من است و قلعه بلند من تا جنبش نخورم. | ۶ 6 |
૬તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.
برخداست نجات و جلال من. صخره قوت من وپناه من در خداست. | ۷ 7 |
૭ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
ای قوم همه وقت بر اوتوکل کنید و دلهای خود را به حضور وی بریزید. زیرا خدا ملجای ماست، سلاه. | ۸ 8 |
૮હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. (સેલાહ)
البته بنی آدم بطالتاند و بنی بشر دروغ. در ترازو بالا میروندزیرا جمیع از بطالت سبکترند. | ۹ 9 |
૯નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
بر ظلم توکل مکنید و بر غارت مغرور مشوید. چون دولت افزوده شود دل در آن مبندید. | ۱۰ 10 |
૧૦જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
خدا یک بارگفته است و دو بار این را شنیدهام که قوت از آن خداست. | ۱۱ 11 |
૧૧ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.
ای خداوند رحمت نیز از آن تواست، زیرا به هر کس موافق عملش جزا خواهی داد. | ۱۲ 12 |
૧૨વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.