< Apenbaring 7 >

1 Deretter såg eg fire englar som stod på dei fire hyrno av jordi og heldt dei fire vindarne på jordi, so ingen vind skulde blåsa yver jordi eller yver havet eller på noko tre.
એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.
2 Og eg såg ein annan engel, som steig upp frå solovringi og hadde den livande Guds innsigle; og han ropa med høg røyst til dei fire englar som det var gjeve å skada jordi og havet,
મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે,
3 og sagde: «Skad ikkje jordi eller havet eller trei, fyrr me fær sett innsigle på vår Guds tenarar i deira pannor!»
‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”
4 Og eg høyrde talet på deim som hadde fenge innsigle: eit hundrad og fire og fyrti tusund med innsigle utav alle ætter av Israels born:
અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;
5 av Juda-ætti tolv tusund med innsigle, av Ruben-ætti tolv tusund, av Gads-ætti tolv tusund,
યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
6 av Assers-ætti tolv tusund, av Naftali-ætti tolv tusund, av Manasse-ætti tolv tusund,
આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર;
7 av Simeons-ætti tolv tusund, av Levi-ætti tolv tusund, av Issakars-ætti tolv tusund,
શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;
8 av Sebulons-ætti tolv tusund, av Josefs-ætti tolv tusund, og av Benjamins-ætti tolv tusund med innsigle.
ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
9 Deretter såg eg, og sjå: ein stor skare som ingen kunde telja, av alle folk og ætter og landslydar og tungemål, som stod framfor kongsstolen og Lambet, klædde i lange kvite klæde og med palmegreiner i henderne,
ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;
10 og dei ropa med høg røyst og sagde: «Frelsa høyrer til vår Gud, som sit på kongsstolen, og Lambet.»
૧૦અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ‘ઉદ્ધાર ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે માટે પ્રશંસા હોજો.’”
11 Og alle englarne stod rundt um stolen og um dei eldste og dei fire livendi, og dei fall ned for stolen på sitt andlit og tilbad Gud
૧૧સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,
12 og sagde: «Amen! Velsigning og æra og visdom og takk og pris og magt og styrke høyrer til vår Gud i all æva! Amen.» (aiōn g165)
૧૨‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’” (aiōn g165)
13 Og ein av dei eldste tok til ords og sagde til meg: «Desse som er klædde i dei lange kvite kjolarne, kven er dei, og kvar er dei komne ifrå?»
૧૩પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’
14 Eg sagde til honom: «Herre, du veit det.» Og han sagde til meg: «Dette er dei som kjem ut or den store trengsla, og dei hev tvege kjolarne sine og gjort deim kvite i blodet av Lambet.
૧૪તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.
15 Difor er dei for Guds kongsstol og tener honom dag og natt i hans tempel; og han som sit på stolen, skal reisa sin bustad yver deim.
૧૫માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.
16 Dei skal ikkje lenger hungra og ikkje lenger tyrsta; ikkje heller skal soli falla på deim eller nokon hite;
૧૬તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;
17 for Lambet som er midt framfor kongsstolen, skal vakta deim og leida deim til livsens vatskjeldor, og Gud skal turka kvar tåra frå augo deira.»
૧૭કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”

< Apenbaring 7 >