< Salmenes 121 >

1 Ein song til høgtidsferderne. Eg lyfter augo mine upp til fjelli, kvar kjem mi hjelp ifrå?
ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?
2 Mi hjelp kjem ifrå Herren, han som hev skapa himmelen og jordi.
જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
3 Han skal ikkje lata foten din vera ustød, han blundar ikkje din vaktar.
તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
4 Sjå, han blundar ikkje og søv ikkje, Israels vaktar.
જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
5 Herren er din vaktar, Herren er din skugge ved di høgre hand.
યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
6 Um dagen skal ikkje soli stikka deg, og ikkje månen um natti.
દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
7 Herren skal vara deg frå alt vondt, han skal vara di sjæl.
સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
8 Herren skal vara din utgang og din inngang frå no og til æveleg tid.
હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

< Salmenes 121 >