< Johannes 20 >
1 Tidleg den fyrste dagen i vika, medan det endå var myrkt, kjem Maria Magdalena til gravi, og ser at steinen er teken burt frå gravi.
૧હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
2 Ho spring av stad, og kjem til Simon Peter og den andre læresveinen, han som Jesus elska, og segjer til deim: «Dei hev teke Herren ut or gravi, og me veit ikkje kvar dei hev lagt honom.»
૨ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’”
3 Då tok dei ut, både Peter og den andre læresveinen, og gav seg på vegen til gravi.
૩તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા.
4 Dei sprang båe saman; so sprang den andre læresveinen fyre, forare enn Peter, og kom fyrst til gravi.
૪તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો.
5 Han lutte seg ned og glytte inn; då såg han at lindarne låg der; men han gjekk ikkje inn.
૫તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.
6 So kjem Simon Peter etter, og gjekk inn i gravi. Han ser lindarne liggja der;
૬પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં;
7 men sveiteduken, som Jesus hadde havt kring hovudet, låg ikkje saman med lindarne, men på ein stad for seg sjølv, og var balla i hop.
૭અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.
8 Då gjekk den andre læresveinen og inn, han som var komen fyrst til gravi, og han såg og trudde.
૮પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો.
9 For dei skyna endå ikkje skrifti, at han skulde standa upp frå dei daude.
૯કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.
10 So gjekk læresveinarne heim att.
૧૦ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
11 Men Maria stod utanfor ved gravi og gret. Som ho no gråtande lutte seg ned og glytte inn i gravi,
૧૧જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી;
12 fær ho sjå tvo kvitklædde englar sitja der, ein ved hovudet og ein ved føterne, der likamen åt Jesu hadde lege.
૧૨અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા.
13 Dei segjer til henne: «Kvi græt du, kvinna?» Ho svarar: «For di dei hev teke Herren min burt, og eg veit ikkje kvar dei hev lagt honom.»
૧૩તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’”
14 Med so sagt snudde ho seg, og då ser ho Jesus stend der, men ho visste ikkje at det var han.
૧૪એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.
15 Jesus segjer til henne: «Kvi græt du, kvinna? Kven leitar du etter?» Ho tenkte det var hagemeisteren, og segjer til honom: «Herre, er det du som hev bore han burt, so seg meg kvar du hev lagt honom; då vil eg henta honom.»
૧૫ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’”
16 «Maria!» segjer Jesus. Då snur ho seg, og segjer til honom på hebraisk: «Rabbuni!» det er på vårt mål: «Meister!»
૧૬ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’”
17 «Kom ikkje nær meg!» segjer Jesus; «for endå hev eg ikkje fare upp til far min. Men gakk til brørne mine, og seg deim frå meg: No fer eg upp til honom som er min Fader og dykkar Fader, og min Gud og dykkar Gud!»
૧૭ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’”
18 Maria Magdalena kjem og segjer til læresveinarne: «Eg hev set Herren, » og at han hadde sagt dette til henne.
૧૮મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.
19 Då det vart kveld same dagen - den fyrste i vika - og dørerne var stengde der læresveinarne var, av di dei var rædde jødarne, kom Jesus og stod midt ibland deim og segjer: «Fred vere med dykk!»
૧૯તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ થાઓ.’”
20 og då han hadde sagt det, synte han deim henderne sine og sida si. Læresveinarne vart glade då dei såg Herren.
૨૦એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
21 Og han sagde endå ein gong: «Fred vere med dykk! Som Faderen hev sendt meg, so sender eg dykk.»
૨૧ઈસુએ ફરી તેઓને કહ્યું કે, ‘તમને શાંતિ હો;’ જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું.
22 Med desse ordi anda han på deim og sagde til deim: «Tak imot den Heilage Ande!
૨૨પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, ‘તમે પવિત્ર આત્મા પામો.
23 Tilgjev de nokon synderne deira, so er dei tilgjevne; held de dei att for nokon, so er dei atthaldne.»
૨૩જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.’”
24 Tomas, ein av dei tolv, han som me kallar Didymus, var ikkje saman med deim då Jesus kom.
૨૪જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો.
25 So sagde dei andre læresveinarne med honom: «Me hev set Herren.» Han svara: «Det trur eg ikkje fyrr eg fær sjå naglemerket i henderne hans og fær stinga fingeren min i nagleholet og fær stinga handi mi i sida hans.»
૨૫તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’”
26 Åtte dagar etter var læresveinarne hans inne att, og Tomas var med deim. Dørerne var stengde. Då kom Jesus og stod midt ibland deim og sagde: «Fred vere med dykk!»
૨૬આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’”
27 So segjer han til Tomas: «Kom hit med fingeren din, og sjå på henderne mine, og kom hit med handi di og stikk henne i sida mi, og ver ikkje vantruen, men truande!»
૨૭પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’”
28 «Min Herre og min Gud!» svara Tomas.
૨૮થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’
29 Jesus segjer til honom: «Sidan du hev set meg, trur du! Sæle dei som ikkje ser og endå trur!»
૨૯ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’”
30 Endå mange andre teikn gjorde Jesus for augo åt læresveinarne sine, teikn som ikkje er skrive i denne boki.
૩૦ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.
31 Men desse er skrivne so de skal tru at Jesus er Messias, Guds Son, og so de som trur skal hava liv i hans namn.
૩૧પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.