< Habakuk 1 >
1 Framsegni som profeten Habakuk skoda.
૧હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલો ઈશ્વરનો વચન.
2 Kor lenge, Herre, skal eg ropa, og du høyrer ikkje? Eg skrik til deg um vald, og du hjelper ikkje.
૨હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ? હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
3 Kvi let du meg skoda urett, og du ser på møda? Øyding og valdsverk hev eg for augo, kiv yppast, trettor kjem upp.
૩શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.
4 Difor valnar lovi, og retten når aldri fram. Den gudlause ringar inne den rettferdige, difor kjem retten fram rengd.
૪તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇનસાફ મળતો નથી. કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી જૂઠા ન્યાયચુકાદા થાય છે.
5 Sjå ut millom folki, skoda og undrast, ja undrast! For eg gjer eit verk i dykkar dagar - de vilde ikkje tru det når det vart fortalt.
૫પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.
6 Sjå, eg vekkjer kaldæarane, det kvasse og bråe folket, som fer fram so vida som jordi når, og eignar til seg framande bustader.
૬કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું, જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.
7 Fælslege, skræmelege er dei, rett og velde råder dei seg sjølv.
૭તેઓ ભયાનક અને બિહામણા છે; તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે!
8 Hestarne deira er rappare enn panterar og ramare enn ulvar um kvelden, og hestfolket deira kjem i rennande fart, hestfolket deira kjem langt burtanfrå, flyg som ørnen som fer etter åta.
૮તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે. તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે, અને તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.
9 På veg til vald er dei alle, samlyndt snur dei andlitet fram, og dei sankar fangar som sand.
૯તેઓ સર્વ હિંસા માટે આવે છે, તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
10 Dei hev kongar til spott og hovdingar til lått, dei lær åt kvar ei borg, dei dungar i hop mold og tek borgi.
૧૦તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!
11 So stryk dei sin veg som ein vind, og dei fer fram og fører skuld yver seg, for dei hev si eigi kraft til sin Gud.
૧૧પછી પવનની માફક તેઓ ધસી જશે, જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે.”
12 Er ikkje du frå fordoms tid, Herren, min Gud, min Heilage? Me skal ikkje døy. Herre, til dom hev du honom sett. Du fjell, til refsing hev du laga honom.
૧૨“યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.
13 Augo dine er for reine til å sjå på det som vondt er, og du orkar ikkje skoda på møda. Kvi ser du då på svikarar? Tegjer stilt når den ugudlege gløypar den som er meir rettferdig enn han?
૧૩તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?
14 Du gjer menneskje like med havsens fiskar, med kreket som ingen herre hev.
૧૪તમે માણસોને સમુદ્રના માછલાં જેવા બનાવો છો, જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય તેવાં પેટે ચાલનારાં સજીવો જેવા તમે માણસોના હાલ કરો છો.
15 Deim alle dreg han upp med krok, samlar deim i sitt garn, og sankar deim i si not. Difor gled han seg og jublar.
૧૫વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.
16 Difor ofrar han til garnet sitt, brenner røykjelse for noti si, for dei gjev honom hans feite lut og mergfull mat.
૧૬તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે; કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.
17 Skal han difor få tøma garnet sitt og stødt og stendigt drepa folkeslag utan skonsel?
૧૭તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે? અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?”