< Apostlenes-gjerninge 17 >
1 Då dei hadde fare gjenom Amfipolis og Apollonia, kom dei til Tessalonika, der jødarne hadde synagoga.
૧તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;
2 Som Paulus’ sedvane var, gjekk han inn til deim, og tri kviledagar tala han med deim ut or skrifterne
૨પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
3 og tydde og greidde ut, at Messias skulde lida og standa upp frå dei daude, og sagde: «Dette er Messias, den Jesus som eg forkynner dykk.»
૩પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, (અને એવું પણ કહ્યું કે) જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
4 Og nokre av deim vart yvertydde og heldt seg til Paulus og Silas, og like eins ein stor mengd av dei grækarar som dyrka Gud, og ikkje få av dei fremste kvinnorne.
૪ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5 Men jødarne vart fulle av brennhug og tok med seg nokre låke menneskje av deim som rak på torget, og gjorde eit upplaup og sette byen i røra. Og dei trengde seg fram imot Jasons hus og søkte å få deim ut til folket.
૫પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6 Men då dei ikkje fann deim, drog dei Jason og nokre av brørne fram for byretten og ropa: «Desse som hev sett heile mannheimen i upprør, dei er og komne hit,
૬પણ (પાઉલ અને સિલાસ) તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.
7 og Jason hev teke imot deim. Og alle desse gjer beint imot keisarens lovbod, og segjer at ein annan er konge, og det er Jesus.»
૭યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’”
8 Og dei fekk skræmt upp folket og byretten, då dei høyrde dette.
૮તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9 Og då dei hadde late Jason og dei andre ganga i borg for deim, let dei deim lause.
૯ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
10 Men brørne sende straks um natti både Paulus og Silas av stad til Berøa, og då dei kom dit, gjekk dei burt i synagoga til jødarne.
૧૦પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
11 Men desse var gjævare enn dei i Tessalonika, og dei tok imot ordet med all godvilje og ransaka dag etter dag i skrifterne um dette hadde seg soleis.
૧૧થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
12 Mange av dei kom då til trui, og ikkje få av dei fornæme græske kvinnor og menner.
૧૨તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ (વિશ્વાસ કર્યો).
13 Men då jødarne i Tessalonika fekk vita at Paulus forkynte Guds ord i Berøa og, kom dei og dit og eggja upp folket.
૧૩પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
14 Straks sende då brørne Paulus burt på vegen til havet; men både Silas og Timoteus vart att der.
૧૪ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
15 Dei som fylgde Paulus, førde honom til Aten og drog so derifrå med det bodet til Silas og Timoteus, at dei skulde koma til honom so snart som råd var.
૧૫પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
16 Medan no Paulus venta på deim i Aten, harmast hans ånd i honom, då han såg at byen var full av avgudsbilæte.
૧૬અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
17 Han samtala då i synagoga med jødarne og deim som dyrka Gud, og på torget kvar dag med deim han råka på.
૧૭તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
18 Nokre av dei epikureiske og stoiske vismennerne gav seg i ordskifte med honom, og sume sagde: «Kva er det denne ordgytaren vil segja?» Men andre sagde: «Han synest vera talsmann for framande guddomar; » - for han forkynte deim evangeliet um Jesus og uppstoda.
૧૮ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક (મત માનનારા) પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે (નું વચન) પ્રગટ કરતો હતો.
19 So tok dei honom i handi og førde honom upp til Areopagus og sagde: «Kann me få vita kva det er for ei ny læra, dette som du talar um?
૧૯તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20 For det er underlege ting du fører oss for øyro. Difor vil me få vita kva dette skal tyda.»
૨૦કેમ કે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
21 Men alle atenarar og dei framande som budde der, gav seg ikkje stunder til anna enn å fortelja eller høyra nytt.
૨૧(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
22 So stod då Paulus fram midt på Areopagus og sagde: «De ateniske menner! Eg ser at de i alle måtar er mykje annsame i dykkar gudsdyrking;
૨૨પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23 for då eg gjekk ikring og såg på heilagdomarne dykkar, fann eg og eit altar med den innskrifti: «For ein ukjend Gud.» Det som de då dyrkar utan å kjenna det, dette forkynner eg dykk.
૨૩કેમ કે જે (દેવ દેવીઓને) તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24 Gud, han som gjorde verdi og alt det som i henne er, han som er herre yver himmel og jord, han bur ikkje i tempel som er gjorde med hender,
૨૪જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.
25 ikkje heller tek han tenesta av menneskjehender, som um han hadde trong til nokon ting, for han sjølv gjev alle liv og ande og alle ting;
૨૫અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
26 og han hev late alle folkeslag av eitt blod bu yver heile jordkringen og fastsett deim visse tider og landemerke for deira bustad,
૨૬તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
27 for at dei skulde leita etter Gud, um dei då kunde kjenna og finna honom, endå han ikkje er langt burte frå nokon einaste av oss.
૨૭એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.
28 For i honom er det me liver og rører oss og er til, som og nokre av skaldarne dykkar hev sagt: «For me er ogso hans ætt.»
૨૮કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’”
29 Når me då er Guds ætt, må me ikkje tru at guddomen er lik gull eller sylv eller stein, eit bilæte av menneskjeleg kunst og tanke.
૨૯હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.
30 Etter at Gud då hev havt tol med dei tidar då vankunna rådde, so byd han no alle menneskje alle stader at dei skal umvenda seg,
૩૦એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
31 etter som han hev fastsett ein dag då han vil døma mannheimen med rettferd ved ein mann som han fyreskipa til det, etter at han hadde gjeve jarteigner for alle med å reisa honom upp frå dei daude.»
૩૧કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
32 Men då dei høyrde um uppstoda av daude, spotta nokre, men andre sagde: «Me vil høyra deg ein gong til um dette.»
૩૨હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”
33 So gjekk då Paulus burt ifrå deim.
૩૩એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
34 Men nokre menner heldt seg til honom og kom til tru, millom deim ogso Dionysius, ein av domarane på Areopagus, og ei kvinna med namnet Damaris og andre med deim.
૩૪પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.