< Salomos Høisang 5 >
1 Jeg er kommet til min have, min søster, min brud! Jeg har plukket min myrra og min balsam, jeg har ett min honningkake og min honning, jeg har drukket min vin og min melk. Et, venner, og drikk! Drikk eder lystige, mine elskede!
૧મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું; મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે. મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે. મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.
2 Jeg sover, men mitt hjerte våker; da lyder min elskedes røst - han banker på: Lukk op for mig, min søster, min venninne, min due, du rene! For mitt hode er fullt av dugg, mine lokker av nattens dråper.
૨હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.”
3 Jeg sa: Jeg har tatt av mig min kjortel, skulde jeg da ta den på igjen? Jeg har tvettet mine føtter, skulde jeg da skitne dem til?
૩“મેં મારું વસ્ત્ર કાઢયું છે; તેથી હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા પગ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
4 Min elskede rakte sin hånd inn gjennem luken; da blev mitt hjerte rørt for hans skyld.
૪મારા પ્રીતમે બારણાના બાકામાંથી તેનો હાથ અંદર નાખ્યો, અને મારું હૃદય તેના માટે ધડકી ઊઠયું.
5 Jeg stod op for å lukke op for min elskede, og mine hender dryppet av myrra, mine fingrer av flytende myrra, som vætte låsens håndtak.
૫હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.
6 Jeg lukket op for min elskede, men min elskede hadde vendt om og gått bort; min sjel var ute av sig selv over hans ord; jeg lette efter ham, men fant ham ikke; jeg ropte på ham, men han svarte mig ikke.
૬મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; મારું હૃદય શોકમાં ડૂબી ગયું, હું ઉદાસ થઈ ગઈ. મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને ઉત્તર આપ્યો નહિ.
7 Vekterne, som går omkring i byen, møtte mig, de slo mig, de såret mig; de tok mitt slør fra mig, vekterne på murene.
૭નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.
8 Jeg ber eder inderlig, I Jerusalems døtre! Om I finner min elskede, hvad skal I si ham? - At jeg er syk av kjærlighet.
૮હે યરુશાલેમની દીકરીઓ, હું તમને આજીજી કરું છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
9 Hvad er din elskede fremfor andre elskede, du fagreste blandt kvinner, hvad er din elskede fremfor andre elskede, siden du ber oss så inderlig?
૯તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે? ઓ યુવતીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈ યુવતીના પ્રીતમ કરતાં શું વિશેષ છે. કે તું અમને આ મુજબ કરવા સોગન દે છે?
10 Min elskede er hvit og rød, utmerket fremfor ti tusen.
૧૦મારો પ્રીતમ તેજસ્વી અને લાલચોળ છે, દશ હજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે.
11 Hans hode er som det fineste gull; hans lokker er kruset, sorte som ravnen.
૧૧તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે; તેના વાળ ગુચ્છાદાર છે અને તે કાગડાના રંગ જેવી શ્યામ છે.
12 Hans øine er som duer ved rinnende bekker; de bader sig i melk, de hviler i sin ramme.
૧૨તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે, તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 Hans kinner er som velluktende blomstersenger, som det vokser krydderurter i; hans leber er som liljer, de drypper av flytende myrra.
૧૩તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા, તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે. જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
14 Hans hender er gullringer med innlagte krysolitter, hans midje er et kunstverk av elfenben, dekket med safirer.
૧૪તેના હાથ પીરોજથી જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી જડેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ છે.
15 Hans ben er marmorstøtter, som står på fotstykker av fineste gull; hans skikkelse er som Libanon, herlig som sedrene.
૧૫તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.
16 Hans gane er sødme, og alt ved ham er liflighet. Slik er min elskede, slik er min venn, I Jerusalems døtre!
૧૬તેનું મુખ અતિ મધુર છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની દીકરીઓ, આ મારો પ્રીતમ અને આ મારો મિત્ર.