< Salmenes 64 >

1 Til sangmesteren; en salme av David. Hør, Gud, min røst når jeg klager, bevar mitt liv for fiendens skremsel!
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
2 Skjul mig for de ondes lønnlige råd, for illgjerningsmenns larmende hop,
દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
3 som hvesser sin tunge som et sverd, legger på buen sin pil, det bitre ord,
તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
4 for å skyte den uskyldige i lønndom; med ett skyter de ham og frykter ikke.
કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
5 De gjør sitt onde råd fast; de forteller hvorledes de vil legge skjulte snarer; de sier: Hvem ser dem?
તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
6 De uttenker ugjerninger: Vi er ferdige, tanken er uttenkt - og menneskenes tanker og hjerter er dype.
તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
7 Da skyter Gud dem; med ett kommer pilen; slaget har rammet dem.
પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
8 Og de blir nedstyrtet, deres tunge kommer over dem; alle de som ser på dem, ryster på hodet.
એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
9 Og alle mennesker frykter og forkynner Guds gjerning, og de forstår hans verk.
દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
10 Den rettferdige gleder sig i Herren og tar sin tilflukt til ham, og alle opriktige av hjertet priser sig lykkelige.
૧૦ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.

< Salmenes 64 >