< Salmenes 43 >
1 Gi mig rett, Gud, og før min sak mot folk uten barmhjertighet, frels mig fra falske og urettferdige menn!
૧હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;
2 For du er den Gud som er mitt vern. Hvorfor har du forkastet mig? Hvorfor skal jeg gå i sørgeklær under fiendens trykk?
૨કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?
3 Send ditt lys og din sannhet, la dem lede mig, la dem føre mig til ditt hellige berg og til dine boliger,
૩તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે.
4 så jeg kan komme til Guds alter, til min fryds og gledes Gud, og prise dig på citar, Gud, min Gud!
૪પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.
5 Hvorfor er du nedbøiet, min sjel, og hvorfor bruser du i mig? Bi efter Gud! For jeg skal ennu prise ham, mitt åsyns frelse og min Gud.
૫હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.