< 3 Mosebok 26 >
1 I skal ikke gjøre eder avguder og ikke reise op utskårne billeder eller støtter og ikke sette stener med billeder i eders land for å tilbede ved dem; for jeg er Herren eders Gud.
૧“તમારે પોતાને માટે કોઈ મૂર્તિઓ બનાવવી નહિ, તેમ જ કોતરેલી પ્રતિમા, પથ્થરનો સ્તંભ ઊભા ન કરવા. અને પોતાને સારુ તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર નમવા સારુ ઊભો કરશો નહિ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
2 Mine sabbater skal I holde, og for min helligdom skal I ha ærefrykt; jeg er Herren.
૨તમારે મારા વિશ્રામવાર પાળવા અને મારા પવિત્રસ્થાનની પવિત્રતાને માન આપવું, હું યહોવાહ છું.
3 Dersom I vandrer i mine lover og tar vare på mine bud og holder dem,
૩જો તમે મારા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો,
4 da vil jeg gi eder regn i rette tid, og jorden skal gi sin grøde, og markens trær skal gi sin frukt.
૪તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઊપજ આપશે અને વૃક્ષો ફળ આપશે.
5 Og tresketiden skal vare hos eder like til vinhøsten, og vinhøsten skal vare inntil kornet såes, og I skal ete eder mette av brødet som I har avlet, og bo trygt i eders land.
૫તમારે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ થયા કરશે અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.
6 Og jeg vil gi fred i landet, og I skal hvile i ro, og ingen skal forferde eder; jeg vil rydde ut de ville dyr av landet, og sverd skal ikke fare gjennem eders land.
૬હું તમને દેશમાં શાંતિ આપીશ અને તમે રાત્રે નિર્ભય બનીને નિરાંતે સુઈ શકશો, હું દેશમાંથી હિંસક પશુઓને દૂર કરીશ અને તલવાર તમારા દેશમાં ચાલશે નહિ.
7 Og I skal forfølge eders fiender, og de skal falle for eders sverd.
૭તમે તમારા દુશ્મનોને હાંકી કાઢશો અને તેઓ તમારી આગળ તલવારથી પડશે.
8 Fem av eder skal forfølge hundre, og hundre av eder skal forfølge ti tusen, og eders fiender skal falle for eders sverd.
૮તમારામાંના પાંચ તે એકસોને નસાડી મૂકશે અને તમારામાંના એકસો તે દસહજારને નસાડશે. તમારા સર્વ શત્રુઓ તમારી આગળ તલવારથી પડશે.
9 Og jeg vil vende mig til eder og gjøre eder fruktbare og tallrike, - og jeg vil holde min pakt med eder.
૯હું તમારા તરફ કૃપાદ્રષ્ટિ રાખીશ, તમને સફળ કરીશ અને તમને વધારીશ. તમારી સાથે હું મારો કરાર સ્થાપિત કરીશ.
10 Og I skal ha gammel grøde å ete inntil I må føre den bort for den nye grødes skyld.
૧૦તમે લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું અનાજ ખાશો. નવો પાક તૈયાર થશે ત્યારે તેનો સંગ્રહ કરવા જૂનો પાક બહાર કાઢી નાખશો.
11 Og jeg vil sette min bolig midt iblandt eder, og jeg skal aldri forkaste eder.
૧૧હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ. અને હું તમારાથી કંટાળી જઈશ નહિ.
12 Og jeg vil vandre midt iblandt eder, og jeg vil være eders Gud, og I skal være mitt folk.
૧૨હું તમારી મધ્યે ચાલીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો.
13 Jeg er Herren eders Gud, som førte eder ut av Egyptens land, forat I ikke mere skulde være deres træler, og jeg brøt sønder eders åks stenger og lot eder gå opreist.
૧૩તમને મિસર દેશમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. તમારી ચાકરીની ઝૂંસરી તોડી નાખીને મેં તમને ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે.
14 Men dersom I ikke lyder mig og ikke holder alle disse bud,
૧૪પરંતુ જો તમે મારું કહ્યું સાંભળશો નહિ અને મારી આ સર્વ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો,
15 dersom I forakter mine forskrifter, og dersom I forkaster mine lover, så I ikke holder alle mine bud, men bryter min pakt,
૧૫તથા મારા વિધિઓને નકારવાનો નિર્ણય કરશો, મારા નિયમોની ઉપેક્ષા કરશો અને મારી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને મારા કરારને તોડશો.
16 da vil også jeg gjøre således mot eder: Jeg vil hjemsøke eder med redsler, med tærende sott og brennende feber, så eders øine slukner og sjelen vansmekter; til ingen nytte skal I så eders sæd, eders fiender skal ete den op.
૧૬તો હું તમને આ પ્રમાણે સજા કરીશ, હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો. કારણ કે તે તમારો શત્રુ ખાશે.
17 Og jeg vil sette mitt åsyn mot eder, og eders fiender skal slå eder, og de som hater eder, skal herske over eder, og I skal flykte skjønt ingen forfølger eder.
૧૭હું મારું મુખ તમારી વિરુદ્ધ કરીશ અને તમારા શત્રુઓના હાથે હું તમારો પરાજય કરાવીશ. જેઓ તમારો દ્રેષ કરે છે તેઓ તમારા પર રાજ કરશે. અને કોઈ તમારી પાછળ નહિ પડયું હોય છતાં તમે નાસતા ફરશો.
18 Og dersom I enda ikke lyder mig, da vil jeg tukte eder syvfold mere for eders synder.
૧૮અને તેમ છતાં જો તમે મારું નહિ સાંભળો તો હું તમને તમારા પાપો બદલ સાત ગણી વધુ સજા કરીશ.
19 Jeg vil bryte eders styrkes overmot, og jeg vil gjøre eders himmel som jern og eders jord som kobber.
૧૯હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ. હું તમારા પર આકાશને લોખંડના જેવું અને ભૂમિને પિત્તળના જેવી કરીશ.
20 Til ingen nytte skal I fortære eders kraft, og eders land skal ikke gi sin grøde, og trærne i landet skal ikke gi sin frukt.
૨૦તમારી સામર્થ્ય વ્યર્થ જશે. કેમ કે તમારી જમીનમાં કોઈ ફસલ થશે નહિ અને તમારાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.
21 Og dersom I enda står mig imot og ikke vil lyde mig, da vil jeg slå eder syvfold mere, som eders synder fortjener.
૨૧અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો તથા મારું સાંભળશો નહિ તો હું તમારાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.
22 Jeg vil sende ville dyr imot eder, og de skal røve eders barn fra eder og ødelegge eders fe og forminske eders tall, og eders veier skal bli øde.
૨૨પછી હું તમારી વિરુદ્ધ જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમારાં બાળકોને ફાડી ખાશે અને તમારાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમારી સંખ્યા ઘટી જતા તમારા રસ્તાઓ ઉજ્જડ થઈ જશે.
23 Og dersom I enda ikke lar eder tukte av mig, men står mig imot,
૨૩આમ છતાં પણ જો તમે મારી શિક્ષા ગ્રહણ નહિ કરો અને મારી વિરુદ્ધ ચાલશો,
24 da vil også jeg stå eder imot og slå eder syvfold mere for eders synder.
૨૪તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ. હું પોતે તમને તમારાં પાપો માટે સાતગણી વધુ આકરી સજા કરીશ.
25 Jeg vil føre over eder et sverd som hevner pakten, og samler I eder i eders byer, da vil jeg sende pest inn iblandt eder, og I skal gis i fiendens hånd.
૨૫મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે તમારા નગરોમાં એકઠાં થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ; અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો.
26 Når jeg bryter sønder brødets stav for eder, da skal ti kvinner bake eders brød i én ovn og gi eder brødet igjen efter vekt, og I skal ete og ikke bli mette.
૨૬જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે દશ કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે, અને તમે ખાશો પણ ધરાશો નહિ.
27 Og dersom I enda ikke lyder mig, men står mig imot,
૨૭જો તમે મારું નહિ સાંભળો અને સતત મારી વિરુદ્ધ ચાલશો,
28 da vil også jeg stå eder imot i vrede og tukte eder syvfold mere for eders synder.
૨૮તો પછી હું ક્રોધે ભરાઈને તમારી વિરુદ્ધ ચાલીશ. અને હું તમારાં પાપોને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.
29 I skal ete eders sønners kjøtt og ete eders døtres kjøtt.
૨૯તમે તમારા પુત્રનું તેમ જ તમારી પુત્રીઓનું માંસ ખાશો.
30 Og jeg vil ødelegge eders offerhauger og utrydde eders solstøtter og kaste eders døde kropper ovenpå de døde kropper av eders vederstyggelige avguder, og min sjel skal vemmes ved eder.
૩૦અને હું તમારા ઉચ્ચસ્થાનો તોડી નાખીશ તેમ જ તમારી વેદીઓને કાપી નાખીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર હું તમારા મૃતદેહ નાખીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.
31 Og jeg vil gjøre eders byer til en ørken og legge eders helligdommer øde, og jeg vil ikke nyte vellukten av eders offer.
૩૧હું તમારા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમારા પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ અને તમારા સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.
32 Og jeg vil legge landet øde, så eders fiender som bor der, skal forferdes over det.
૩૨હું તમારા દેશને એવો ઉજ્જડ કરી નાખીશ કે તમારા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમારી દુર્દશા જોઈને વિસ્મિત બની જશે.
33 Men eder vil jeg sprede blandt hedningene, og med draget sverd vil jeg forfølge eder; eders land skal bli øde og eders byer en ørken.
૩૩હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નાખીશ, હું તલવાર લઈને તમારી પાછળ પડીશ અને તમારો દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે. તેમ જ તમારા શહેરો ખંડેર થઈ જશે.
34 Da skal landet gjøre fyldest for sine sabbatsår hele den tid det ligger øde, mens I er i eders fienders land; da skal landet hvile og gjøre fyldest for sine sabbatsår.
૩૪અને જયારે તમે શત્રુઓના દેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજ્જડ પડી રહેશે અને તે તેનો વિશ્રામ ભોગવશે અને તે દેશ તેના વિશ્રામ વર્ષોનો આનંદ માણશે.
35 Hele den tid det ligger øde, skal det ha hvile, den hvile som det ikke fikk i eders sabbatsår, da I bodde der.
૩૫જ્યારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો નહોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે.
36 Og de som blir igjen av eder, dem vil jeg gi et motløst hjerte i sine fienders land, så lyden av et henværet blad vil jage dem, og de skal flykte som en flykter for sverd, og falle skjønt ingen forfølger dem.
૩૬જે લોકો તમારામાંથી બચી જઈને શત્રુઓના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે અને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ઢળી પડશે.
37 Og de skal falle, den ene over den andre, som for sverd skjønt ingen forfølger dem; og I skal ikke holde stand mot eders fiender.
૩૭વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં જાણે તલવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે. અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓમાં રહેશે નહિ.
38 Og I skal gå til grunne blandt hedningene, og eders fienders land skal fortære eder.
૩૮વિદેશી પ્રજાઓ વચ્ચે તમારો અંત આવશે અને તમારા શત્રુઓની ભૂમિ તમને ખાઈ જશે.
39 Og de som blir igjen av eder, skal visne bort i eders fienders land for sin misgjernings skyld; også for sine fedres misgjerninger, som hviler på dem, skal de visne bort.
૩૯જેઓ શત્રુઓના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.
40 Da skal de bekjenne sin misgjerning og sine fedres misgjerning, som de gjorde i sin troløshet mot mig, og bekjenne at de stod mig imot
૪૦મારી વિરુદ્ધ કરેલા પાપો તેઓએ કર્યા તેમાં તેઓનો અન્યાય અને તેઓના પિતૃઓના અન્યાય જો તેઓ કબૂલ કરશે અને એ પણ કબૂલ કરશે કે તેઓ મારી વિરુદ્ધ ચાલ્યા છે;
41 - derfor stod også jeg dem imot og førte dem inn i deres fienders land - ja, da skal deres uomskårne hjerte ydmyke sig, og de skal bøte for sin misgjerning.
૪૧તેથી હું પણ તેઓની વિરુદ્ધ થયો છું અને તેઓને શત્રુઓના દેશમાં સોંપી દીધા. જો તેઓનું બેસુન્નત હૃદય નમ્ર થયું હશે ને જો તેઓ પોતાના પાપોની સજા કબૂલ કરશે તો,
42 Og så vil jeg komme i hu min pakt med Jakob, og min pakt med Isak og min pakt med Abraham vil jeg komme i hu, og landet vil jeg komme i hu.
૪૨હું યાકૂબ સાથેનો, ઇસહાક સાથેનો અને ઇબ્રાહિમ સાથેનો મારા કરારનું સ્મરણ કરીશ અને આ દેશનું પણ સ્મરણ કરીશ.
43 Men landet skal først være forlatt av dem og gjøre fyldest for sine sabbatsår, mens det ligger øde og forlatt av dem, og de skal bøte for sin misgjerning, efterdi de foraktet mine lover og forkastet mine bud.
૪૩તેઓને દેશ છોડાવો પડશે; અને ભૂમિ જયાં સુધી ઉજ્જડ પડી રહેશે તેટલો સમય તે પોતાના વિશ્રામના વર્ષો માણશે, તેઓ પોતાના પાપોની શિક્ષા ભોગવશે કેમ કે તેઓએ મારા વિધિઓનો નકાર કર્યો છે અને મારા નિયમોથી કંટાળ્યા છે.
44 Men selv da, når de er i sine fienders land, vil jeg ikke støte dem bort og ikke forkaste dem, så jeg skulde tilintetgjøre dem og bryte min pakt med dem; for jeg er Herren deres Gud.
૪૪તેમ છતાં, તેઓ તેઓના શત્રુઓના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને મારો જે કરાર તેઓની સાથે છે તેને હું નહિ તોડું, કારણ કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
45 Og jeg vil til beste for dem komme i hu pakten med fedrene, som jeg førte ut av Egyptens land midt for hedningenes øine for å være deres Gud; jeg er Herren.
૪૫પણ તેઓના પિતૃઓને કે જેઓને વિદેશીઓની નજર આગળથી મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર થાઉં. તેઓની આગળ કરેલા મારા કરારને હું તેઓને લીધે સ્મરણ કરીશ. હું યહોવાહ છું.”
46 Dette er de forskrifter og de bud og de lover som Herren satte mellem sig og Israels barn på Sinai berg ved Moses.
૪૬જે નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પોતાની તથા ઇઝરાયલના લોકોની વચ્ચે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસા મારફતે આપ્યા તે આ છે.