< Johannes 6 >
1 Derefter drog Jesus bort til hin side av den Galileiske Sjø, Tiberias-sjøen;
૧પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
2 og meget folk fulgte ham, fordi de så de tegn han gjorde på de syke.
૨ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
3 Men Jesus gikk op i fjellet, og han satte sig der med sine disipler.
૩પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4 Og påsken, jødenes høitid, var nær.
૪હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5 Da nu Jesus løftet sine øine og så at meget folk kom til ham, sa han til Filip: Hvor skal vi kjøpe brød, så disse kan få mat?
૫માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
6 Men dette sa han for å prøve ham; for han visste selv hvad han vilde gjøre.
૬જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
7 Filip svarte ham: Brød for to hundre penninger er ikke nok for dem så hver av dem kan få et lite stykke.
૭ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
8 En av hans disipler, Andreas, Simon Peters bror, sier til ham:
૮તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
9 Her er en liten gutt som har fem byggbrød og to småfisker; men hvad er det til så mange?
૯‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
10 Jesus sa: La folket sette sig ned! Det var meget gress på stedet, og mennene satte sig da ned, omkring fem tusen i tallet.
૧૦ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
11 Da tok Jesus brødene og takket, og delte dem ut til dem som satt der, likeledes av småfiskene, så meget de vilde ha.
૧૧ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
12 Men da de var blitt mette, sier han til sine disipler: Sank sammen stykkene som er blitt tilovers, forat ikke noget skal spilles!
૧૨તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
13 Da sanket de sammen, og de fylte tolv kurver med stykker av de fem byggbrød, som var blitt tilovers efter dem som hadde ett.
૧૩માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
14 Da nu folket så det tegn han gjorde, sa de: Dette er i sannhet profeten som skal komme til verden.
૧૪માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
15 Da nu Jesus skjønte at de vilde komme og ta ham med makt for å gjøre ham til konge, gikk han fra dem og op i fjellet igjen, han selv alene.
૧૫લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
16 Men da det blev aften, gikk hans disipler ned til sjøen,
૧૬સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
17 og de gikk i en båt og fór over til hin side av sjøen, til Kapernaum. Og det var allerede blitt mørkt, og Jesus var enda ikke kommet til dem.
૧૭હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
18 Og sjøen gikk høit, for det blåste en sterk vind.
૧૮ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
19 Da de nu hadde rodd en fem og tyve eller tretti stadier, ser de Jesus gå på sjøen og komme nær til båten, og de blev redde.
૧૯જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
20 Men han sa til dem: Det er mig, frykt ikke!
૨૦પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
21 Nu vilde de ta ham op i båten, og straks kom båten til landet som de fór til.
૨૧ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
22 Den næste dag så folket som stod på hin side av sjøen, at det ikke var nogen annen båt der, og visste at det bare hadde vært én, og at Jesus ikke var gått i båten sammen med sine disipler, men at hans disipler hadde faret bort alene.
૨૨બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
23 Imens kom det andre båter fra Tiberias nær til det sted hvor de hadde fått mat efter Herrens takkebønn.
૨૩તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
24 Da nu folket så at Jesus ikke var der, og heller ikke hans disipler, gikk de i båtene, og kom til Kapernaum og søkte efter Jesus.
૨૪માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
25 Og da de fant ham på hin side av sjøen, sa de til ham: Rabbi! når er du kommet hit?
૨૫પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”
26 Jesus svarte dem og sa: Sannelig, sannelig sier jeg eder: I søker mig, ikke fordi I så tegn, men fordi I åt av brødene og blev mette.
૨૬ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
27 Arbeid ikke for den mat som forgår, men for den mat som varer ved til evig liv, den som Menneskesønnen skal gi eder! for på ham har hans Fader, Gud, satt sitt innsegl. (aiōnios )
૨૭જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios )
28 De sa da til ham: Hvad skal vi gjøre for å gjøre Guds gjerninger?
૨૮ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”
29 Jesus svarte og sa til dem: Dette er Guds gjerning at I skal tro på den han har utsendt.
૨૯ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
30 De sa da til ham: Hvad tegn gjør da du, så vi kan se det og tro dig? hvad gjerning gjør du?
૩૦માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
31 Våre fedre åt manna i ørkenen, som skrevet står: Han gav dem brød fra himmelen å ete.
૩૧અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
32 Jesus sa til dem: Sannelig, sannelig sier jeg eder: Moses har ikke gitt eder brødet fra himmelen, men min Fader gir eder det sanne brød fra himmelen;
૩૨ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
33 for Guds brød er det som kommer ned fra himmelen og gir verden liv.
૩૩કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”
34 De sa da til ham: Herre, gi oss alltid dette brød!
૩૪ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
35 Jesus sa til dem: Jeg er livsens brød; den som kommer til mig, skal ikke hungre, og den som tror på mig, skal aldri nogensinne tørste.
૩૫ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
36 Men jeg har sagt eder at I har sett mig og tror dog ikke.
૩૬પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
37 Alle de som Faderen gir mig, kommer til mig, og den som kommer til mig, vil jeg ingenlunde støte ut;
૩૭પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
38 for jeg er kommet ned fra himmelen, ikke for å gjøre min vilje, men for å gjøre hans vilje som har sendt mig,
૩૮કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
39 og dette er hans vilje som har sendt mig, at jeg ikke skal miste noget av alt det han har gitt mig, men opreise det på den ytterste dag.
૩૯જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
40 For dette er min Faders vilje at hver den som ser Sønnen og tror på ham, skal ha evig liv, og at jeg skal opreise ham på den ytterste dag. (aiōnios )
૪૦કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios )
41 Da knurret jødene over ham fordi han sa: Jeg er det brød som er kommet ned fra himmelen,
૪૧એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”
42 og de sa: Er ikke dette Jesus, Josefs sønn, hvis far og mor vi kjenner? Hvorledes kan han nu si: Jeg er kommet ned fra himmelen?
૪૨તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
43 Jesus svarte og sa til dem: Knurr ikke eder imellem!
૪૩ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
44 Ingen kan komme til mig uten at Faderen, som har sendt mig, drager ham, og jeg skal opreise ham på den ytterste dag.
૪૪જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
45 Det står skrevet i profetene: Og de skal alle være lært av Gud. Hver den som hører av Faderen og lærer, han kommer til mig.
૪૫પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
46 Ikke så at nogen har sett Faderen; bare han som er fra Gud, han har sett Faderen.
૪૬કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”
47 Sannelig, sannelig sier jeg eder: Den som tror, har evig liv. (aiōnios )
૪૭હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios )
49 Eders fedre åt manna i ørkenen og døde;
૪૯તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
50 dette er det brød som kommer ned fra himmelen, forat en skal ete av det og ikke dø.
૫૦પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
51 Jeg er det levende brød, som er kommet ned fra himmelen; om nogen eter av dette brød, skal han leve evindelig; og det brød jeg vil gi, er mitt kjød, som jeg vil gi for verdens liv. (aiōn )
૫૧સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn )
52 Jødene trettet da med hverandre og sa: Hvorledes kan han gi oss sitt kjød å ete?
૫૨તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”
53 Jesus sa da til dem: Sannelig, sannelig sier jeg eder: Dersom I ikke eter Menneskesønnens kjød og drikker hans blod, har I ikke liv i eder.
૫૩ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
54 Den som eter mitt kjød og drikker mitt blod, har evig liv, og jeg skal opreise ham på den ytterste dag; (aiōnios )
૫૪જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios )
55 for mitt kjød er i sannhet mat, og mitt blod er i sannhet drikke.
૫૫કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
56 Den som eter mitt kjød og drikker mitt blod, han blir i mig og jeg i ham.
૫૬જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
57 Likesom den levende Fader har utsendt mig, og jeg lever ved Faderen, således skal også den som eter mig, leve ved mig.
૫૭જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
58 Dette er det brød som er kommet ned fra himmelen; ikke således som fedrene åt og døde; den som eter dette brød, skal leve evindelig. (aiōn )
૫૮જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn )
59 Dette sa han mens han lærte i en synagoge i Kapernaum.
૫૯તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
60 Mange av hans disipler sa nu, da de hørte det: Dette er en hård tale; hvem kan høre den?
૬૦એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”
61 Men da Jesus visste med sig selv at hans disipler knurret over dette, sa han til dem: Volder dette eder anstøt?
૬૧પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
62 Enn når I får se Menneskesønnen fare op dit hvor han var før?
૬૨ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
63 Det er Ånden som gjør levende, kjødet gagner intet; de ord som jeg har talt til eder, er ånd og er liv.
૬૩જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
64 Men det er nogen av eder som ikke tror. For Jesus visste fra først av hvem det var som ikke trodde, og hvem det var som skulde forråde ham.
૬૪પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
65 Og han sa: Det var derfor jeg sa eder at ingen kan komme til mig uten at det er gitt ham av Faderen.
૬૫તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
66 Derfor drog mange av hans disipler sig tilbake og gikk ikke lenger omkring med ham.
૬૬આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
67 Jesus sa da til de tolv: Vil også I gå bort?
૬૭તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
68 Simon Peter svarte ham: Herre! hvem skal vi gå til? Du har det evige livs ord, (aiōnios )
૬૮સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios )
69 og vi tror og vet at du er Guds hellige.
૬૯અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
70 Jesus svarte dem: Har ikke jeg utvalgt eder tolv? Og én av eder er en djevel.
૭૦ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”
71 Men han talte om Judas, Simon Iskariots sønn; for det var han som skulde forråde ham, enda han var en av de tolv.
૭૧તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.