< Jeremias 28 >
1 I det samme år, i begynnelsen av Judas konge Sedekias' regjering, i det fjerde år, i den femte måned, sa Hananja, Assurs sønn, profeten fra Gibeon, til mig i Herrens hus i prestenes og alt folkets nærvær:
૧વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
2 Så sier Herren, hærskarenes Gud, Israels Gud: Jeg har brutt i stykker Babels konges åk.
૨“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
3 Om to år fører jeg tilbake til dette sted alle de kar i Herrens hus som Babels konge Nebukadnesar tok fra dette sted og førte til Babel.
૩બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
4 Og Judas konge Jekonja, Jojakims sønn, og alle de bortførte fra Juda som er kommet til Babel, fører jeg tilbake til dette sted, sier Herren; for jeg vil bryte Babels konges åk.
૪તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.
5 Da sa profeten Jeremias til profeten Hananja så prestene og alt folket som stod i Herrens hus, hørte det -
૫ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
6 profeten Jeremias sa: Amen! Det gjøre Herren! Herren opfylle de ord som du profeterte, så han fører karene i Herrens hus og alle de bortførte tilbake fra Babel til dette sted!
૬યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
7 Men hør nu dette ord som jeg taler for dine og for alt folkets ører:
૭તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
8 De profeter som har vært før mig og før dig fra fordums tid, de profeterte mot mange land og mot store riker om krig og ulykke og pest.
૮તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
9 Den profet som profeterer om fred, når hans ord går i opfyllelse, da kan alle se at han er en profet som Herren i sannhet har sendt.
૯જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
10 Da tok profeten Hananja åket av profeten Jeremias' nakke og brøt det i stykker.
૧૦પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
11 Og Hananja sa i alt folkets nærvær: Så sier Herren: Således vil jeg om to år bryte i stykker Babels konge Nebukadnesars åk og ta det av alle folkeslags nakke. Da gikk profeten Jeremias sin vei.
૧૧હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”
12 Men efterat profeten Hananja hadde brutt i stykker åket og tatt det av profeten Jeremias' nakke, kom Herrens ord til Jeremias, og det lød så:
૧૨વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
13 Gå og si til Hananja: Så sier Herren: Et åk av tre har du brutt i stykker, men i stedet for det har du gjort et åk av jern.
૧૩“તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, ‘યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”
14 For så sier Herren, hærskarenes Gud, Israels Gud: Et åk av jern har jeg lagt på alle disse folkeslags nakke, forat de skal tjene Babels konge Nebukadnesar, og de skal tjene ham; også markens dyr har jeg gitt ham.
૧૪કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”
15 Da sa profeten Jeremias til profeten Hananja: Hør nu, Hananja! Herren har ikke sendt dig, og du har fått dette folk til å sette sin lit til løgn.
૧૫પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
16 Derfor sier Herren så: Se, jeg tar dig bort fra jorden; i dette år skal du dø, fordi du har preket frafall fra Herren.
૧૬તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
17 Og profeten Hananja døde i det samme år, i den syvende måned.
૧૭અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.