< 2 Mosebok 4 >
1 Moses svarte: De vil visst ikke tro mig og ikke høre på mig, de vil si: Herren har ikke åpenbaret sig for dig.
૧ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”
2 Da sa Herren til ham: Hvad er det du har i hånden? Han svarte: En stav.
૨પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”
3 Da sa han: Kast den på jorden! Og han kastet den på jorden, og den blev til en slange; og Moses flyktet for den.
૩ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”
4 Og Herren sa til Moses: Rekk ut din hånd og grip den i halen! Så rakte han ut hånden og grep fatt i den, og den blev til en stav i hans hånd.
૪પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.
5 Så må de vel tro at Herren, deres fedres Gud, Abrahams Gud, Isaks Gud og Jakobs Gud, har åpenbaret sig for dig.
૫તેથી યહોવાહે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”
6 Og Herren sa fremdeles til ham: Stikk din hånd i barmen! Og han stakk sin hånd i barmen; og da han drog den ut, se, da var hans hånd spedalsk, som sne.
૬વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
7 Og han sa: Stikk din hånd i barmen igjen! Og han stakk igjen sin hånd i barmen; og da han drog den ut av sin barm, se, da var den igjen blitt som hans legeme ellers.
૭પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક.” એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો.
8 Om de nu ikke tror dig eller akter på det første tegn, så vil de da visst tro på det andre tegn.
૮પછી યહોવાહે કહ્યું, “જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે.
9 Men tror de ikke engang på disse to tegn, og vil de ikke høre på dig, da skal du ta vann av elven og helle det ut på jorden, og det vann du tar av elven, det skal bli til blod på jorden.
૯વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નીલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે.”
10 Men Moses sa til Herren: Hør mig, Herre! Jeg har aldri vært nogen ordets mann, hverken før, eller siden du begynte å tale til din tjener; jeg er tung i mæle og tung i tale.
૧૦પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી.”
11 Men Herren sa til ham: Hvem har gitt mennesket munn, og hvem gjør stum eller døv eller seende eller blind? Er det ikke jeg, Herren?
૧૧ત્યારે યહોવાહે તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂક કે બધિર અને તેને અંધ કે નિહાળી શકતો કોણ બનાવે છે? અને માણસને દેખતો કે અંધ કોણ બનાવે છે? આ બધું હું જ કરી શકું છું. હું યહોવાહ છું.
12 Gå nu du, og jeg vil være med din munn og lære dig hvad du skal tale.
૧૨માટે હવે જા, તારા મુખમાં હું શબ્દો મૂકીશ અને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”
13 Men han sa: Hør mig, Herre! Send bud med hvem du ellers vil!
૧૩છતાં મૂસાએ કહ્યું, “હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ.”
14 Da optendtes Herrens vrede mot Moses, og han sa: Har du ikke din bror Aron, levitten? Han, vet jeg, kan tale; og nu kommer han dig også i møte, og når han ser dig, blir han glad.
૧૪આવા અનાદરને લીધે યહોવાહ મૂસા પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, “તારી સાથે હું તારા ભાઈ હારુન લેવીને મોકલીશ. તે કુશળ વક્તા છે. વળી જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે.
15 Og du skal tale til ham og legge ordene i hans munn, og jeg skal være med din munn og med hans munn og lære eder hvad I skal gjøre.
૧૫તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.
16 Og han skal tale til folket for dig; han skal være din munn, og du skal være Gud for ham.
૧૬તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.
17 Og du skal ta denne stav i din hånd; med den skal du gjøre tegnene.
૧૭માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે.”
18 Så gikk Moses, og da han kom tilbake til Jetro, sin svigerfar, sa han til ham: Kjære, la mig få dra tilbake til mine brødre i Egypten og se om de ennu er i live. Og Jetro sa til Moses: Dra bort i fred!
૧૮પછી ત્યાંથી મૂસા પોતાના સસરા યિથ્રો પાસે પાછો આવ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને મારા લોકો પાસે મિસરમાં પાછો જવા દે.” હું જોવા માગું છું કે તેઓ હજી હયાત છે કે નહિ! યિથ્રોએ તેને કહ્યું, “શાંતિથી જા.”
19 Og Herren sa til Moses i Midian: Dra avsted og vend tilbake til Egypten! Nu er de døde alle de som stod dig efter livet.
૧૯મૂસા મિદ્યાનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “તું મિસરમાં જા. હવે ત્યાં તારે માટે કશું જોખમ નથી. કેમ કે જે લોકો તને મારી નાખવા માટે શોધતા હતા તેઓ બધા મૃત્યુ પામ્યા છે.”
20 Så tok Moses sin hustru og sine sønner og satte dem på asenet og vendte tilbake til Egyptens land; og Moses tok Guds stav i sin hånd.
૨૦આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને પાછો મિસર જવા રવાના થયો. તેણે ઈશ્વરની લાકડી પોતાની સાથે રાખી.
21 Og Herren sa til Moses: Når du nu vender tilbake til Egypten, så se til at du gjør alle de under som jeg har gitt dig makt til å gjøre, for Faraos øine; men jeg vil forherde hans hjerte, så han ikke lar folket fare.
૨૧રસ્તામાં યહોવાહે મૂસાને કહ્યું, “મિસરમાં પહોંચ્યા પછી મેં જે ચમત્કારો તને નિશાની તરીકે બતાવ્યા છે તે તું ફારુન સમક્ષ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.
22 Da skal du si til Farao: Så sier Herren: Min sønn, min førstefødte, er Israel,
૨૨તે વખતે તું ફારુનને કહેજે: ‘યહોવાહ કહે છે કે: ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે
23 og jeg sa til dig: La min sønn fare, så han kan tjene mig, men du vilde ikke la ham fare; derfor vil jeg nu slå ihjel din sønn, din førstefødte.
૨૩અને મેં તને કહ્યું છે કે, “મારા પુત્રને મારી ભક્તિ કરવા માટે જવા દે.” અને જો તું તેને જવા દેવાની ના પાડશે, તો હું તારા જયેષ્ઠ પુત્રને મારી નાખીશ.’”
24 Underveis, på et hvilested, hendte det at Herren kom imot ham og søkte å ta hans liv.
૨૪મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવાહ તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.
25 Da tok Sippora en skarp sten og skar bort sin sønns forhud og kastet den for hans føtter og sa: Sannelig, du er mig en blodbrudgom.
૨૫પણ સિપ્પોરાહએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, “ખરેખર તું તો મારા લોહીનો વર છે.”
26 Så lot han ham være; da sa hun: En blodbrudgom for omskjærelsens skyld.
૨૬તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.”
27 Og Herren sa til Aron: Gå Moses i møte i ørkenen! Og han gikk og traff ham ved Guds berg og kysset ham.
૨૭યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.
28 Og Moses forkynte Aron alt hvad Herren, som sendte ham, hadde talt, og alle de tegn han hadde pålagt ham å gjøre.
૨૮મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી.
29 Så gikk Moses og Aron; og de samlet alle de eldste av Israels barn.
૨૯મૂસા અને હારુન મિસરમાં ગયા અને ત્યાં ઇઝરાયલીઓના લોકોના બધા વડીલોને એકત્રિત કર્યાં.
30 Og Aron bar frem alle de ord Herren hadde talt til Moses, og han gjorde tegnene for folkets øine.
૩૦અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.
31 Og folket trodde; og da de hørte hvorledes Herren hadde sett til Israels barn og gitt akt på deres nød, bøide de sig og tilbad.
૩૧લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.