< कलस्सी 3 >
1 यदि परमेश्वरले तिमीहरूलाई ख्रीष्टसँगै उठाउनुभएको छ भने माथिका कुराहरूलाई खोज, जहाँ ख्रीष्ट परमेश्वरको दाहिने बाहुलीतर्फ बस्नुभएको छ ।
૧એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો.
2 माथिका कुराहरूमा विचार गर, तर पृथ्वीका कुरामा ध्यान नलगाओ ।
૨સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.
3 किनकि तिमीहरू मरेका छौ, र तिमीहरूका जीवन परमेश्वरमा ख्रीष्टसँगै लुकाइएको छ ।
૩કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે.
4 जब ख्रीष्ट प्रकट हुनुहुनेछ जो तिमीहरूका जीवन हुनुहुन्छ, तब तिमीहरू पनि उहाँसँगै महिमामा प्रकट हुनेछौ ।
૪ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.
5 त्यसकारण, संसारका स्वभावहरू अर्थात् कामुक अनैतिकता, अशुद्धता, कामवासना, खराब इच्छा र लोभको अन्त्य गर, जुन मूर्तिपूजा हो ।
૫તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.
6 यी कुराहरू गर्ने अनाज्ञाकारीका छोराहरूमाथि परमेश्वरको क्रोध आउँछ ।
૬આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.
7 तिमीहरू पनि यी कुराहरूमा जिउँदा एक समय यसरी नै हिँड्थ्यौ ।
૭જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.
8 तर अब यी कुराहरू तिमीहरूले त्याग्नुपर्छ– रिस, क्रोध, खराब इच्छा, डाह र निन्दा, तिम्रो मुखबाट निस्कने फोहोर बोली ।
૮પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.
9 एक अर्कालाई नढाँट; कारण तिमीहरूले पुरानो मनुष्यत्वलाई त्यसको व्यवहारसमेत त्यागेका छौ ।
૯તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;
10 तिमीहरूले नयाँ मनुष्यत्व धारण गरेका छौ, जुन त्यसलाई सृष्टि गर्नुहुनेको प्रतिरूप अनुसारको ज्ञानमा नवीकरण गरिएको छ ।
૧૦અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.
11 यस ज्ञानमा, कोही ग्रिक वा यहूदी, खतना वा बेखतनाका, अशिक्षित, असभ्य, कमारा, फुक्का हुँदैन, तर ख्रीष्ट नै सबै कुरा हुनुहुन्छ र सबै कुरामा हुनुहुन्छ ।
૧૧તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
12 त्यसकारण, परमेश्वरका चुनिएकाहरू, पवित्र र प्रियहरू, करुणामय हृदय, दया, नम्रता, दीनता, र धैर्य धारण गर ।
૧૨એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.
13 एक अर्कालाई सहने गर । एक अर्कासँग कृपालु होओ । यदि कसैको विरुद्धमा कसैको उजुरी भएमा, परमप्रभुले तिमीहरूलाई क्षमा गर्नुभए जसरी क्षमा गर ।
૧૩એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો.
14 यी सबै कुराहरूभन्दा माथि प्रेम धारण गर, जुनचाहिँ पूर्णताको बन्धन हो ।
૧૪પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
15 तिमीहरूका हृदयमा ख्रीष्टको शान्तिले राज्य गरोस् । यही शान्तिको निम्ति तिमीहरू एक शरीरमा बोलाइएका थियौ, र धन्यवादी होओ ।
૧૫ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો.
16 ख्रीष्टको वचन तिमीहरूमा प्रशस्त मात्रामा रहोस् । सारा बुद्धिले एक अर्कालाई भजन, गीत र आत्मिक गानहरूले शिक्षा र अर्ती देओ । तिमीहरूका हृदयमा परमेश्वरका निम्ति धन्यवादका गीतहरू गाओ ।
૧૬ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
17 अनि जे तिमीहरूले वचन वा काममा गर्छौ, ती सबै प्रभु येशूको नाउँमा गर । परमेश्वर पितालाई उहाँद्वारा धन्यवाद देओ ।
૧૭વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.
18 पत्नीहरू, पतिहरूका अधीनमा बस जुन कुरा प्रभुमा सुहाउँदो छ ।
૧૮પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો.
19 पतिहरू, आफ्ना पत्नीहरूलाई प्रेम गर र उनीहरूप्रति कठोर नहोओ ।
૧૯પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.
20 छोराछोरीहरू, सबै कुरामा आफ्ना बाबुआमाप्रति आज्ञाकारी होओ, किनकि यो कुराले प्रभुलाई खुसी बनाउँछ ।
૨૦બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે.
21 बुबाहरू, आफ्ना छोराछोरीहरूलाई रिस नउठाओ, कारण त्यसले गर्दा उनीहरू निराश बन्नेछन् ।
૨૧પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.
22 दासहरू, शरीरअनुसार आफ्ना मालिकहरूप्रति सबै कुराहरूमा आज्ञाकारी होओ, मानिसहरूलाई खुसी तुल्याउनेहरूजस्तो गरी आँखाको अगाडि मात्र होइन, तर इमानदार हृदयसाथ गर । परमप्रभुको भय मान ।
૨૨દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.
23 तिमीहरूले जे-जे गर्छौ, मानिसको निम्ति गरेजस्तो गरी होइन, तर प्रभुको निम्ति आत्मादेखि नै गर ।
૨૩તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો;
24 तिमीहरू जान्दछौ, कि तिमीहरूले परमप्रभुबाट उत्तराधिकारको इनाम पाउनेछौ । तिमीहरूले जसको सेवा गर्दछौ, उहाँ प्रभु ख्रीष्ट हुनुहुन्छ ।
૨૪કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.
25 किनकि अधार्मिकता गर्नेले उसले गरेको अधार्मिकताको कारण दण्ड पाउनेछ, र त्यसमा कुनै पक्षपात हुनेछैन ।
૨૫પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.