< प्रेरित 13 >
1 एन्टिओखियाको सभामा त्यहाँ केही अगमवक्ताहरू र शिक्षकहरू थिए । तिनीहरूमा बारनाबास, सिमियोन (जसलाई नाइजर भनिन्थ्यो), कुरेनीका लुसियस मनेन (जो पालनपोषण गरेर हेरोदसँगै हुर्किएका भाइ) र शाऊल थिए ।
૧હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
2 जब तिनीहरू उपवाससहित आराधना गरिरहेका थिए, पवित्र आत्माले भन्नुभयो, “शाऊल र बारनाबासलाई मेरो निम्ति अलग गर जुन काम गर्नका निम्ति मैले तिनीहरूलाई बोलाएको छु ।”
૨તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
3 सभाले उपवास प्रार्थना गरिसकेपछि, र तिनीहरूले यी मानिसहरूमाथि हातहरू राखेर प्रार्थना गरे र उनीहरूलाई पठाइदिए ।
૩ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
4 त्यसकारण पवित्र आत्माको आज्ञा शाऊल र बारनाबासले माने र तल सिलुसियामा गए, अनि त्यहाँबाट जहाज चढी साइप्रसको टापुतिर गए ।
૪એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
5 सलामिस सहरमा हुँदा, उनीहरूले यहूदीहरूको सभाघरमा वचन घोषणा गरे र सहायताका लागि यूहन्ना मर्कूस पनि उनीहरूसँगै थिए ।
૫તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
6 उनीहरू पुरै टापु पार गरेर पाफोस पुगेपछि एक जना जादुगर यहूदी झुटा अगमवक्तालाई भेट्टाए, जसको नाउँ बार येशू थियो ।
૬તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
7 यो जादुगर त्यहाँको प्रान्तीय शासक सर्गियस पौलससँग सम्बन्धित थियो, जो एक विद्वान मानिस थिए । उनले शाऊल र बारनाबासलाई बोलाए किनभने तिनी परमेश्वरको वचन सुन्न चाहन्थे ।
૭ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
8 तर इलुमास, ‘‘जादुगर’’ ले तिनीहरूको विरोध गर्यो (यसरी नै उसको नाउँ अनुवाद गरिन्छ); उसले प्रान्तीय शासक सर्गियस पौलसलाई विश्वासबाट फर्काउन प्रयास गर्यो ।
૮પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
9 तर शाऊल जसलाई पावल पनि भनिन्छ, पवित्र आत्माले भरिएर, उसलाई एकटक लाएर हेरे
૯પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
10 र भने, तँ शैतानको छोरो, तँ छल र दुष्टताले भरिएको छस् । तँ हरेक प्रकारको धार्मिकताको शत्रु होस् । तैले प्रभुको सोझो बाटोलाई बड्ग्याउन कहिल्यै छोड्दैनस्, छोड्छस् र?
૧૦‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
11 अब हेर्, प्रभुको हात तँमाथि परेको छ र तँ अन्धो हुनेछस् । केही समयका लागि तैँले घाम देख्ने छैनस् ।’’ तुरुन्तै त्यहाँ बाक्लो तुवाँलो र अन्धकारले एलुमासलाई ढाक्यो र हात समातेर डोर्याइदिऊन् भन्दै यताउति मानिसहरूलाई आग्रह गर्न थाल्यो ।
૧૧હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
12 प्रान्तीय शासकले जे भएको थियो त्यो देखेपछि उनले विश्वास गरे, किनभने उनी प्रभुको शिक्षाबारे चकित भएका थिए ।
૧૨અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
13 अब त्यसपछि पावल र उनका साथीहरू पाफोसबाट पानीजहाजमा चढी पाम्फिलियाको पर्गामा आए । तर यूहन्नाले उनीहरूलाई छोडेर यरूशलेमतिर फर्के ।
૧૩પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.
14 पावल र उनका साथीहरू पर्गाबाट यात्रा गर्दै पिसिदियाको एन्टीओखियामा आइपुगे। त्यहाँ उनीहरू विश्राम दिनमा सभा घरमा गए र बसे ।
૧૪પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
15 अनि व्यवस्था र अगमवक्ताहरूका पुस्तक पढिसकेपछि सभाघरका अगुवाहरूले उनीहरूलाई यसो भनेर सन्देश पठाए, “भाइहरू हो, यदि तपाईंहरूसँग यहाँ भएका मानिसहरूको निम्ति कुनै उत्साहको सन्देश छ भने भन्नुहोस् ।”
૧૫ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
16 त्यसकारण पावल उठे र हातले इसारा गर्दै उनले भने, “इस्राएलका मानिसहरू र जसले परमेश्वरलाई आदर गर्नुहुन्छ, सुन्नुहोस् ।
૧૬ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
17 इस्राएलका यी मानिसहरूका परमेश्वरले हाम्रा पितापुर्खाहरूलाई चुनेर र मिश्रदेशमा रहँदा तिनीहरूलाई संख्यामा धेरै बढाउनुभयो र आफ्नो उचालिएको बाहुलीद्वारा तिनीहरूलाई त्यहाँबाट बाहिर निकाल्नुभयो ।”
૧૭આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
18 उहाँले झण्डै चालिस वर्षसम्म तिनीहरूलाई उजाड स्थानमा सहनुभयो।
૧૮ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.
19 कनानमा भएका सातवटा जातिहरूलाई उहाँले नास गरिसकेपछि हाम्रा मानिसहरूलाई तिनीहरूको भूमि आफ्नो उत्तराधिकारका लागि दिनुभयो ।
૧૯અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
20 यी सबै घटनाहरू हुन चारसय पचास वर्षको अवधिमा भएका हुन् । यी सबै कुरापछि परमेश्वरले शमूएल अगमवक्ताको समयसम्म तिनीहरूलाई न्यायकर्ताहरू दिनुभयो ।
૨૦એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
21 त्यसपछि, मानिसहरूले एउटा राजाको माग गरे, त्यसैले परमेश्वरले बेन्यामिन कुलको किशका छोरा शाऊललाई चालिस वर्षसम्मको निम्ति दिनुभयो ।
૨૧ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
22 तब परमेश्वरले शाऊललाई राजाबाट हटाउनुभएपछि, उहाँले दाऊदलाई तिनीहरूको राजा हुनलाई खडा गर्नुभयो । परमेश्वरले यी नै दाऊदको बारेमा भन्नुभएको थियो, ‘यिशैका छोरा दाऊद मेरो हृदयअनुसारका मानिस भएको पाएँ र मैले चाहेको हरेक काम उनले गर्नेछन् ।’
૨૨પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’
23 यिनै मानिसका सन्तानहरूबाट उहाँले गर्नेछु भनी प्रतिज्ञा गर्नुभएअनुसार परमेश्वरले इस्राएलमा मुक्तिदाता येशू ल्याउनुभएको छ ।
૨૩એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.
24 येशू आउनुभन्दा अगाडि नै यो हुन थाल्यो, जब यूहन्नाले पहिला इस्राएलका सबै मानिसहरूलाई पश्चात्तापको बप्तिस्माको बारेमा घोषणा गरे ।
૨૪તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.
25 जसरी यूहन्नाले आफ्नो काम पुरा गर्दै गर्दा उनले भने, ‘तिमीहरू म को हुँ भनी विचार गर्दछौ? म त्यो होइनँ । तर सुन, मपछि एकजना आउँदैहुनुहुन्छ, जसको खुट्टाको जुत्ताको तुना फुकाल्न म योग्यको छैनँ ।’
૨૫યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’
26 भाइहरू, अब्राहामका वंशका सन्तानहरू, र तपाईंहरूमध्ये जसले परमेश्वरलाई आराधना गर्नुहुन्छ, यो मुक्तिबारेको सन्देश हामीहरूलाई नै पठाइएको छ ।
૨૬ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.
27 यरूशलेममा बस्नेहरू र तिनीहरूका शासकहरूले उहाँलाई वास्तमै चिनेनन्, न त हरेक शबाथमा पढिने अगमवक्ताहरूको आवजलाई नै बुझे । त्यसकारण तिनीहरूले यसरी येशूलाई मृत्यु दण्डको आज्ञा दिएर अगमवक्ताको भविष्यवाणीलाई पुरा गरे ।
૨૭કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
28 उहाँलाई मृत्यु दण्डका निम्ति कुनै पनि दोष नभेट्टाए तापनि तिनीहरूले पिलातससँग उहाँलाई मार्न माग गरे ।
૨૮મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
29 जब तिनीहरूले उहाँको बारेमा लेखिएका यी सबै कुराहरू पुरा गरे, तिनीहरूले उहाँलाई रुखबाट ओराले र चिहानमा राखे ।
૨૯તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
30 तर परमेश्वरले उहाँलाई मृत्युबाट जीवित पार्नुभयो ।
૩૦પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
31 गालीलदेखि यरूशलेमसम्म उहाँसँगै आएका मानिसहरूकहाँ उहाँ धेरै दिनसम्म देखापर्नु भयो । अहिले यिनीहरू नै मानिसहरूका लागि उहाँका साक्षी भएका छन् ।
૩૧અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
32 यसकारण हाम्रा पितापुर्खाहरूलाई प्रतिज्ञा गरिएको असल समाचार हामीले तपाईंहरूकहाँ ल्याएकाछौँ ।
૩૨અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
33 परमेश्वरले येशूलाई मृत्युबाट जीवित पार्नुहुँदा, हामी तिनीहरूका सन्तानहरूका निम्ति उहाँले यी प्रतिज्ञाहरू पुरागरिदिनुभयो । जसरी यो दोस्रो भजनमा पनि लेखिएको छः ‘तिमी मेरा पुत्र हौ, आज म तिम्रो पिता भएको छु ।’
૩૩ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
34 उहाँको शरीर नकुहोस् भनी उहाँले येशूलाई मृत्युबाट जीवित पार्नुभयो भन्ने तथ्यबारे उहाँले यसरी बोल्नुभएको छ, ‘म तिमीलाई दाऊदको पवित्र र निश्चित आशिष् दिनेछु ।’
૩૪તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
35 यसैकारणले गर्दा उहाँले अर्को भजन पनि यसरी भन्नुभएको छ, ‘तपाईंले आफ्नो पवित्र जनलाई कुहिन दिनुहुनेछैन ।’
૩૫એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
36 किनभने दाऊदले उनको पुस्तामा परमेश्वरको इच्छाअनुसार सेवा गरेपछि, उनको मृत्य भयो र उनलाई उनका पितापुर्खाहरूसँगै राखियो र उनको शरीर कुहियो ।
૩૬કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
37 तर जसलाई परमेश्वरले जीवित पार्नुभयो उहाँलको शरीर कुहिएन ।
૩૭પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
38 त्यसैले भाइहरू हो, यो कुरा तपाईंहरूलाई थाहा होस् कि यिनै मानिसद्वारा तपाईंहरूलाई पाप क्षमाको घोषणा गरिन्छ ।
૩૮એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
39 विश्वास गर्ने हरेक उहाँद्वारा सबै थोकहरूबाट धर्मी ठहरिइन्छ, जसबाट मोशाको व्यवस्थाले तपाईंहरूलाई धर्मी ठहराउन सकेको थिएन ।
૩૯અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
40 यसैकारण होसियार हुनुहोस्, अगमवक्ताले बोलेको यो कुरा तपाईंहरूमाथि आइनपरोस्:
૪૦માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
41 ‘घृणा गर्नेहरू हो, हेर र छक्क पर, र नष्ट भइजाओ, तिमीहरूको समयमा मैले काम गरिरहेको छु, यदि कसैले तिमीहरूलाईं यसबारे घोषणा गरे पनि तिमीहरू कहिल्यै विश्वास गर्ने छैनौ ।’”
૪૧‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
42 पावल र बारनाबास त्यहाँबाट जान लाग्दा मानिसहरूले यी नै वचनहरू अर्को विश्राममा आएर बोलिदिनुहोस् भनी तिनीहरूलाई बिन्ती गरे ।
૪૨અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
43 जब सभाघरको सभा अन्त्य भयो, तब धेरै यहूदीहरू र यहूदी मत मान्ने भक्तहरू पावल र बारनाबासको पछि लागे । तिनीहरूले परमेश्वरको अनुग्रहमा निरन्तर रहिरहन उनीहरूलाई उत्साह दिए ।
૪૩સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
44 अर्को विश्राममा, लगभग पुरै सहर नै प्रभुको वचन सुन्नलाई सँगसँगै भेलाभएको थियो ।
૪૪બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
45 जब यहूदीहरूले भिडलाई देखे, तिनीहरू डाहले भरिए, र पावलले भनेका कुराहरूको बिरुद्धमा बोल्न थाले र उनको अपमान गरे।
૪૫પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
46 तर पावल र बारनाबासले साहससित बोल्दै भने, “परमेश्वरको वचन पहिले तपाईंहरूकहाँ नै बोल्नु नै आवश्यक थियो । तपाईंहरूबाट धकेलिएको देखेर आफूले आफैँलाई अनन्त जीवन प्राप्त गर्नदेखि अयोग्य तुल्याउनुभएको हुनाले, हेर्नुहोस्, हामी गैरयहूदी तर्फ फर्केनेछौँ । (aiōnios )
૪૬ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios )
47 किनभने परमेश्वरले हामीलाई यस्तो आज्ञा गर्नुभएको छ, ‘मैले तिमीलाई गैरयहूदीहरूका निम्ति ज्योतिको रूपमा राखेकोछु, र पृथ्वीको अन्तिम छेउसम्म तिमीहरूले मुक्ति ल्याउनु पर्छ ।”
૪૭કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
48 जब गैरयहूदीहरूले यो सुने, तिनीहरू खुसी भए र परमेश्वरको वचनको महिमा गरे । अनन्त जीवनका लागि नियुक्त गरिएका जतिले विश्वास गरे । (aiōnios )
૪૮એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios )
49 त्यस सम्पूर्ण क्षेत्रभरि नै प्रभुको वचन फैलियो ।
૪૯તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
50 तर यहूदीहरूले भक्त र महत्त्वपूर्ण स्त्रीहरू र साथ-साथै सहरका मुख्य मानिसहरूसँग पावल र बारनाबासको विरुद्धमा अनुरोध गरे । तिनीहरूले पावल र बारनाबासलाई दण्डित गरे उनीहरूलाई तिनीहरूको सहरको सिमाना कटाए ।
૫૦પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.
51 तर पावल र बारनाबासले आफ्नो खुट्टामा लागेको धुलो तिनीहरूका विरुद्धमा टकटक्याए । त्यसपछि तिनीहरू आइकोनियम सहरमा गए ।
૫૧પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.
52 अनि चेलाहरू आनन्द र पवित्र आत्माले भरपुर भए ।
૫૨શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.