< U-Isaya 33 >
1 Maye kuwe ochithayo, kodwa ungachithwanga! Lowenza ngenkohliso, bengenzanga ngenkohliso kuwe! Lapho usuqedile ukuchitha, uzachithwa; lapho usucinile ukwenza ngenkohliso, bazakwenza ngenkohliso kuwe.
૧તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી! તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ! તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે. તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.
2 Nkosi, woba lomusa kithi, sikulindele; woba yingalo yabo ekuseni konke, losindiso lwethu ngesikhathi socindezelo.
૨હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.
3 Emsindweni wokuhlokoma abantu babaleka; ekuziphakamiseni kwakho izizwe zahlakazeka.
૩ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે.
4 Lempango yenu izabuthwa njengokubutha kwecimbi, njengokugijima kwentethe uzagijima phezu kwayo.
૪જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.
5 INkosi iphakeme, ngoba ihlala phezulu; igcwalise iZiyoni ngesahlulelo langokulunga.
૫યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.
6 Lenhlakanipho lolwazi kuzakuba yikuqina kwezikhathi zakho, amandla ezinsindiso; ukwesaba iNkosi kuligugu lakhe.
૬તે તારા સમયમાં સ્થિર થશે, ઉદ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે.
7 Khangela, amaqhawe abo azakhala ngaphandle; izithunywa zokuthula zizakhala inyembezi kabuhlungu.
૭જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે.
8 Imigwaqo emikhulu ize, owedlula ngendlela kakho; wephule isivumelwano, udelele imizi, kananzi muntu.
૮માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે. કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે.
9 Ilizwe liyalila lidangele; iLebhanoni ilenhloni iyabuna; iSharoni injengenkangala; njalo iBashani leKharmeli kuyakhithiza.
૯દેશ વિલાપ કરે છે અને સુકાઈ જાય છે; લબાનોન લજ્જિત થઈને સંકોચાઈ જાય છે; શારોન ઉજ્જડ જંગલ જેવો થયો છે; અને બાશાન તથા કાર્મેલ પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે.
10 Khathesi ngizavuka, kutsho iNkosi; khathesi ngizadunyiswa; khathesi ngizaphakanyiswa.
૧૦યહોવાહ કહે છે, “હવે હું ઊઠીશ;” હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.
11 Lizakhulelwa ngamakhoba, beselizala izibi; umoya wenu, njengomlilo, uzaliqeda.
૧૧તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.
12 Njalo abantu bazakuba njengokutshisiweyo kwekalaga; njengameva aqunyiweyo bazatshiswa emlilweni.
૧૨લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે.
13 Zwanini, lina elikhatshana, engikwenzileyo; lani eliseduze, vumani amandla ami.
૧૩તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.
14 Izoni zeZiyoni ziyesaba, ukuthuthumela kubabambile abazenzisi. Ngubani phakathi kwethu ongahlala lomlilo oqothulayo? Ngubani phakathi kwethu ongahlala lokutshisa okuphakade?
૧૪સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?
15 Yena ohamba ngokulunga, akhulume ngobuqotho, odelela inzuzo yezincindezelo, othintitha izandla zakhe ekubambeni isivalamlomo, ovala indlebe yakhe ekuzweni ngamacala legazi, ocimeza amehlo akhe ukuze angaboni okubi;
૧૫જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.
16 yena uzahlala ezindaweni eziphakemeyo; izinqaba zamadwala zibe yisivikelo sakhe; isinkwa sakhe asinikwe; amanzi akhe athembeke.
૧૬તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.
17 Amehlo akho azabona iNkosi ebuhleni bayo; abone ilizwe elikhatshana kakhulu.
૧૭તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.
18 Inhliziyo yakho izazindla ukwesabisa. Ungaphi umbhali? Ungaphi umlinganisi? Ungaphi obala imiphotshongo?
૧૮તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
19 Kawuyikubona abantu abayiziqholo, abantu abenkulumo ejule okokuthi ungeyizwisise, abolimi olugagasayo ongeluqedisise.
૧૯જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.
20 Khangela iZiyoni, umuzi wemikhosi yethu emisiweyo; amehlo akho azabona iJerusalema, indawo yokuhlala elokonwaba, ithente elingayikusuka, ozikhonkwane zalo ezizasitshulwa phakade, kakuyikuqamuka leyodwa yezintambo zalo.
૨૦સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.
21 Kodwa lapho iNkosi izakuba ngelobukhosi kithi, indawo yemifula, yezifula ezibanzi; umkolo olamaphini okugwedla ongahambi khona, lomkhumbi olamandla ongedluli khona.
૨૧ત્યાં તો યહોવાહ જે પરાક્રમી છે તે પહોળી નદીઓ અને નાળાંને સ્થાને આપણી સાથે હશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી અને મોટાં વહાણો તેમાં પસાર થવાનાં નથી.
22 Ngoba uJehova ungumahluleli wethu, uJehova ungumnikumthetho wethu, uJehova uyinkosi yethu, yena uzasisindisa.
૨૨કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.
23 Ingoda zakho ziyaxega; kaziyikuqinisa iqonde insika yazo yomkolo, zingeyelule iseyili; khona kuzakwabiwa impango yempango enengi, abaqhulayo baphange impango.
૨૩શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયા છે; તેઓ કૂવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહિ; તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.
24 Lomhlali kayikuthi: Ngiyagula. Abantu abahlala kuyo bazathethelelwa iziphambeko.
૨૪હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.