< Amahubo 59 >
1 Kumqondisi wokuhlabela. Itshuni ethi, “Ungabhidlizi.” ElikaDavida. Imikithamu. Ngesikhathi uSawuli ethume amadoda ukuqaphela indlu kaDavida ukuze bambulale. Ngikhulula ezitheni zami, awu Nkulunkulu; ngivikela kulabo abangivukelayo.
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
2 Ngikhulula kubenzi bobubi ungisindise ebantwini abomele igazi.
૨દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો અને ખૂની માણસોથી મને બચાવો.
3 Ake ubone ukuthi bangicathamela njani! Amadoda esabekayo angakhela amacebo kungelacala loba isono engisenzileyo, Oh Thixo.
૩કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
4 Angonanga lutho, kodwa balungele ukungihlasela. Phakama ungisize; ake ubone umumo engikuwo!
૪જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
5 Oh Thixo Nkulunkulu Somandla, Nkulunkulu ka-Israyeli, ake uzivuse wena ukuze uzijezise zonke izizwe; ungabazweli isihawu bonke abahlamuki ababi.
૫તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
6 Bathi bephenduka kusihlwa babe behwabha njengezinja, bahwede bebhoda ledolobho.
૬તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
7 Ake ubone ukuthi baphihlizani emilonyeni yabo: baphihliza izinkemba ezindebeni zabo, bese besithi, “Ngubani osizwayo?”
૭જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
8 Kodwa wena, Oh Thixo, uyabahleka; uyazigqabhazela zonke lezozizwe.
૮પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
9 Oh Mandla ami, ngiyakulindela; wena, Oh Nkulunkulu, uyinqaba yami,
૯હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
10 Nkulunkulu wami olothando. UNkulunkulu uzahamba phambi kwami angenze ngiklolode phezu kwalabo abangingcolisayo.
૧૦મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
11 Kodwa ungababulali, Nkosi hawu lethu, funa abantu bakithi bakhohlwe. Ngamandla akho baphumputhekise njalo ubehlule wena Thixo, sihlangu sethu.
૧૧તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
12 Ngenxa yezono zemilomo yabo, ngenxa yamazwi ezindebe zabo, kababanjwe belokhu bezigqaja benjalo. Ngenxa yezethuko lamanga abawaqambayo,
૧૨કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
13 babhuqe ngolaka, babhuqe bangabi khona futhi. Lapho-ke kuzakwaziwa lasemikhawulweni yomhlaba ukuthi uNkulunkulu uyabusa phezu kukaJakhobe.
૧૩કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. (સેલાહ)
14 Bathi bephenduka kusihlwa babe behwabha njengezinja, bahambahambe becathama edolobheni.
૧૪સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
15 Bayazula bedinga ukudla bahlabe umkhulungwane nxa bengasuthanga.
૧૫તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
16 Kodwa mina ngizahlabelela ngihaya amandla akho, ekuseni ngizahlabelela ngihaya uthando lwakho, ngoba wena uyinqaba yami, isiphephelo sami ezikhathini zokuhlupheka.
૧૬પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
17 Oh wena Mandla ami, ngihlabelela indumiso kuwe; wena, Oh Nkulunkulu uyinqaba yami, Nkulunkulu wami olothando.
૧૭હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.