< Izaga 19 >
1 Ungcono umyanga ohamba ngobuqotho kulesiwula esilezindebe ezingcolileyo.
૧અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.
2 Kakulunganga ukutshiseka kodwa ungelalwazi, loba ukuwalazela uze ulahlekelwe yindlela.
૨વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.
3 Ubuwula bomuntu budiliza impilo yakhe, ikanti inhliziyo yakhe ithukuthelela uThixo.
૩વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.
4 Inotho iletha abangane abanengi, kodwa umyanga ufulathelwa ngumngane wakhe weduze.
૪સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે.
5 Umfakazi wamanga uthola isijeziso, lalowo ohutshuza amanga kayikuphunyuka.
૫જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.
6 Banengi abazincengela ukuthandwa ngumbusi, njalo wonke umuntu ngumngane walowo ophanayo.
૬ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.
7 Umyanga uhlanyukelwa yizihlobo zakhe zonke, pho abangane bakhe bona bamnina kangakanani! Lanxa ebancenga kangakanani, ngeke esabathola.
૭દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે.
8 Lowo ozuze ukuhlakanipha uthanda umphefumulo wakhe; lowo ogogosa ukuzwisisa uyaphumelela.
૮જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
9 Umfakazi wamanga uthola isijeziso, njalo lowo ohutshuza amanga uzabhubha.
૯જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
10 Kakusifanelanga isiwula ukuthi sihlale enothweni kubi kangakanani ukuthi isigqili sibuse amakhosana.
૧૦મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.
11 Ukuhlakanipha komuntu kumupha isineke; kumupha udumo ukunganaki ukuqalwa.
૧૧માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.
12 Ukuthukuthela kwenkosi kunjengokubhonga kwesilwane, kodwa ukuthandwa yiyo kunjengamazolo etshanini.
૧૨રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.
13 Indodana eyisiwula iyamchitha uyise, lomfazi olenkani unjengamanzi athonta ephahleni njalonje.
૧૩મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે.
14 Izindlu lenotho yilifa elizuzwa ebazalini, kodwa umfazi ozwisisayo uvela kuThixo.
૧૪ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.
15 Ubuvila buletha ubuthongo obukhulu, njalo umuntu owehluleka ukuzenwaya uyalamba.
૧૫આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.
16 Lowo olalela izeluleko uvikela impilo yakhe, kodwa lowo ozedelelayo uzakufa.
૧૬જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
17 Olomusa kubayanga upha uThixo, uzamupha umvuzo ngalokho akwenzayo.
૧૭ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.
18 Qondisa indodana yakho, ngoba lokho kuzayisiza; ungabi lengxenye yokuyibulala.
૧૮આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.
19 Umuntu ololaka oluphuphumayo luyamtshayisa, ungamlamulela, usuzahlala umlamulela njalo.
૧૯ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.
20 Lalela ukucetshiswa, wamukele ukuqondiswa, ngoba ekucineni uzahlakanipha.
૨૦સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
21 Inhliziyo yomuntu igcwele amacebo amanengi, kodwa yisimiso sikaThixo esimayo.
૨૧માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.
22 Umuntu uloyisa uthando olungaqamukiyo; kungcono ukuba ngumyanga kulokuba lamanga.
૨૨માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
23 Ukumesaba uThixo kuholela ekuphileni: olakho uhlala esuthisekile, engathintwa yizinhlupheko.
૨૩યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.
24 Ivilavoxo litshonisa isandla salo emganwini, liyehluleke ukubuyisa isandla emlonyeni lidle.
૨૪આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.
25 Thela uswazi isideleli, abathobekileyo bazafunda ukuhlakanipha; khuza umuntu oqedisisayo, uzazuza ulwazi.
૨૫તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.
26 Lowo ontshontshela uyise, axotshe unina yindodana ethelela inhloni lehlazo.
૨૬જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.
27 Nxa uyekela ukulandela izeluleko, ndodana yami, uzalahleka utshiye amazwi okwazi.
૨૭હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.
28 Umfakazi oxhwalileyo uyawudelela umthetho, lomlomo womubi uminza ububi.
૨૮દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.
29 Izijeziso zilungiselwe izideleli, loswazi ngolwemihlane yeziwula.
૨૯તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.