< U-Amosi 3 >
1 Zwanini ilizwi elikhulunywe nguThixo ngani lina bantu bako-Israyeli Lomndeni wonke engawukhupha eGibhithe:
૧હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,
2 “Yini kuphela engalikhethayo kuyo yonke imideni yasemhlabeni; ngakho ngizalijezisela zonke izono zenu.”
૨“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”
3 Ababili bayahamba bendawonye ngaphandle kokuba bevumelene ukwenzanjalo na?
૩શું બે જણા સંપ કર્યા વગર, સાથે ચાલી શકે?
4 Isilwane siyabhonga ehlathini kungelalutho esingalubamba na? Siyabhonga esikhundleni saso singabambanga lutho na?
૪શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, જુવાન સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડે?
5 Inyoni iyabanjwa emhlabathini okungelamjibila othiywe khona na? Umjibila uyathanca usuke emhlabathini kungelalutho olubambayo na?
૫પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?
6 Lapho icilongo likhala edolobheni abantu kabethuki na? Lapho incithakalo isehlela idolobho kayenziwanga nguThixo na?
૬રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?
7 Impela uThixo Wobukhosi kenzi lutho engavezanga icebo lakhe ezincekwini zakhe abaphrofethi.
૭નિશ્ચે પ્રભુ યહોવાહ, પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.
8 Isilwane sibhongile, ngubani ongayikwesaba na? UThixo Wobukhosi usekhulumile ngubani ongayekela ukuphrofitha na?
૮સિંહે ગર્જના કરી છે; કોણ ભયથી નહિ ધ્રૂજે? પ્રભુ યહોવાહ બોલ્યા છે; તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે?
9 Memezelani ezinqabeni zase-Ashidodi lasezinqabeni zaseGibhithe lithi: “Buthanani phezu kwezintaba zaseSamariya; libone isiyaluyalu esikhulu phakathi kwayo lokuncindezela phakathi kwabantu bayo.”
૯આશ્દોદના મહેલોમાં, અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, “સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, અને ભારે જુલમ થઈ રહ્યા છે.
10 “Kabakwazi ukwenza okulungileyo,” kutsho uThixo, “bona ababuthelela impango baphange lasezinqabeni zabo.”
૧૦યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી” તેઓ હિંસાનો સંગ્રહ કરે છે અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”
11 Ngakho uThixo Wobukhosi uthi: “Isitha sizachitha ilizwe; sizadiliza izinqaba zenu, siphange izinqaba zenu.”
૧૧તેથી પ્રભુ યહોવાહ કહે છે; દેશની આસપાસ શત્રુ ફરી વળશે; અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે. અને તમારા મહેલોને લૂંટી લેશે.”
12 Nanku okutshiwo nguThixo: “Njengomelusi ehlenga emlonyeni wesilwane amathambo amabili kuphela omlenze loba isiqa sendlebe, bazahlengwa kanjalo abako-Israyeli abahlala eSamariya bethithibele ekucineni kwemibheda yabo, kanye laseDamaseko phezu kwemibheda yabo yokuphumulela.”
૧૨યહોવાહ કહે છે કે; “જેમ ભરવાડ સિંહના મોંમાંથી, તેના શિકારના બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગોના ખૂણા પર, તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોકોમાંથી, કેટલાકનો બચાવ થશે.
13 “Zwanini lokhu lifakaze ngendlu kaJakhobe,” kutsho iNkosi, uThixo uNkulunkulu uSomandla.
૧૩પ્રભુ યહોવાહ એમ કહે છે કે, તમે સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો.
14 “Ngosuku engizajezisela u-Israyeli izono zakhe ngizabhidliza ama-alithare aseBhetheli; impondo ze-alithare zizaqunywa ziwele emhlabathini.
૧૪કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ. વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે, અને તેઓ જમીન પર પડી જશે.
15 Ngizadiliza indlu yebusika kanye lendlu yehlobo, izindlu eziceciswe ngempondo zendlovu zizadilizwa lezindlu ezinkulu zizabhidlizwa,” kutsho uThixo.
૧૫હું શિયાળાના મહેલો, તથા ઉનાળાનાં મહેલો બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે અને ઘણાં ઘરો પાયમાલ થશે.” એવું યહોવાહ કહે છે.