< Romana 8 >
1 Ie henane zao tsy amam-patse o am’ Iesoà Norizañeo, o tsy mañavelo amy nofotsey, fa amy arofoio,
૧તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી.
2 ie hinaha’ i Han’ arofo minday haveloñe am’ Iesoà Norizañeiy amy han-tahiñe naho havilasiy.
૨કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
3 Toe tsy nahalefe i Hake, ie nampaifoifoe’ i nofotsey, aa le nihenefan’ Añahare amy nañiraha’e i Ana’ey ho hambam-bintañe amo sandriñe maleo-tahiñeo ho engan-kakeo, hamatse o tahiñe an-tsandriñeo,
૩કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;
4 soa te ho heneke aman-tika tsy mpañavelo amy haondaty hambo’ey fa amy Arofoy ty havantaña’ i Hake.
૪કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
5 Mifahatse amo raha’ i hambo’eio ty fitsakorea’ o mipiteke amy hambo’eio, fe amo rahan’arofoo o mpiato amy Arofoio.
૫કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
6 Toe fihomahañe ty vetsevetse mirekets’ amy hambo’ey, fe haveloñe naho fañanintsañe ty ereñeren-tro’ i mitambozòtse amy Arofoy;
૬દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
7 fa mandrafe aman’ Añahare ty fitsakoreañe mipitek’ amy hambo’ey, amy te tsy iambanea’e t’i Han’ Añahare, toe tsy lefe’e;
૭કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
8 vaho tsy mete mahafale an’Andrianañahare o miato amy sandriñe hambo’ey.
૮અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
9 F’ie tsy amy hambo’ey, fa amy Arofoy, naho toe mimoneñe an-tro’ areo ao i Arofon’ Añaharey; aa naho tsy ama’e i Arofo’ i Norizañeiy le tsy aze.
૯પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.
10 Ie ama’ areo i Norizañey, ndra te nihomake an-kakeoo i sandriñey, le veloñ’ an-kavantañañe ty arofo.
૧૦અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
11 Aa ie mañialo ama’ areo ao ty Arofo’ i nampitroatse Iesoà amy havilaisiy, le i nañakatse i Norizañey amy fihomahañeiy ro hameloñe o sandri’ areo mora momokeo amy Arofo’e mañialo ama’areoy.
૧૧જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
12 Ie amy zao, ry longo, mpisongo tika: tsy amy hambo’ey t’ie ho veloñe amy modoy,
૧૨તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
13 f’ie veloñe amy hambo’ey, le tsy mete tsy hihomake; fa naho i Arofoy ro añitoa’ areo erike o sata’ rati’ i hambo’eio, le ho veloñe.
૧૩કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
14 Fa hene anan’ Añahare ze tarihe’ i Arofon’ Añaharey.
૧૪કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે.
15 Toe tsy nandrambe i fañahim-pandrohizañey nahareo hirevendreveñe, f’ie nandrambe ty Arofom-pamelomañ’ anake mahakanjy ty hoe: Àba, Rae.
૧૫કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.
16 I Arofoy ty mitaroñe aman-tron-tikañe te anan’ Añahare;
૧૬પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
17 aa kanao anake tika le mpandova, toe mpandova aman’ Añahare, naho mitrao-pandova amy Norizañey, ie iharoan-tika haloviloviañe, le itraofan’ engeñe ka.
૧૭જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
18 Apotako te tsy mañeva hoharañe amy engeñe ho bentabentareñe aman-tikañey ty haloviloviañe henanekeo.
૧૮કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
19 Fa mihalantavañe, mandiñe ty fiboaha’ o anan’ Añahareo ty voatse toy;
૧૯કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
20 amy te nondevozeñe ami’ty tsy fanjofahañe o namboareñeo, tsy nisatrie’e, fe ami’ty fisafiri’ i nampiambane irezay ho am-pitamañe
૨૦કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
21 t’ie ho hahàñe am-pandevoza’ i fimomohañey ka ty voatse toy ho an-kavolonahem-pidadà’ o anan’ Añahareo.
૨૧અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
22 Fohintika t’ie mibabababa naho mitrao-pitoreo am-pitsongoañe pake henaneo ze kila namboareñe.
૨૨કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
23 Tsy ie avao, fa itika aman-dengom-boa’ i Arofoy, eka! itika ro mitreontreoñe an-troke ao, misalala ty fameloman’ anake, ty fijebañañe o sandrin-tikañeo.
૨૩અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.
24 I fitamàñey ty nandrombahañe an-tika, le tsy atao fitamàñe o fitamàñe isakeo, fa ia ty mitamà ty raha trea’e?
૨૪કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે?
25 Aa ie tamaen-tika i tsy ìsakey le mihavàtse mandiñe aze.
૨૫પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
26 Manahake izay, mañolotse o haifoifoan-tikañeo ka i Arofoy; itika tsy mahay mihalaly ami’ty do’e, fa i Arofoy ro mañalañalañe ho antikañe ami’ty fitreontreoñe tsy lefe talilieñe.
૨૬તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે;
27 Le i Mpibiribiry trokey ty maharofoanañe ty fitsakorea’ i Arofoy, amy t’ie ro mañalañalañe ho a o noro’eo ami’ty satrin’ Añahare.
૨૭અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
28 Fohin-tika te ampifanehafen’ Añahare ze he’e hañasoa o mikoko an’Andrianañahareo, o kinanjy amy fisafiria’ey;
૨૮આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
29 amy te ze niarofoana’e taolo ro tinendre’e hihambam-bintañe amy Ana’ey, soa t’ie ty ho tañoloñoloñam-piroahalahy maro.
૨૯કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
30 Le nikanjie’e ka o tinendre’eo, naho nampivantañe’e o nikanjie’eo, vaho nirengè’e o nampivantañe’eo.
૩૦વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
31 Akore arè ty hanoen-tika? Kanao mañimba antika t’i Andrianañahare, ia ty hiatreatre?
૩૧ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?
32 Aa ie tsy nañaro i Bako Toka’ey fa nengae’e ho antikañ’ iaby, sandrake t’ie mitraoke ama’e ro hanolora’e ze he’e?
૩૨જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?
33 Ia ty hanisý o jinobon’ Añahareo? I Andrianañahare ro mañavantañe,
૩૩ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;
34 Ia ty hamàtse? Iesoà Norizañey ty nivilasy, eka, toe nampivañonen-ko veloñe; ie am-pitàn-kavanan’ Añahare eo henaneo mihalaly ho antika.
૩૪તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.
35 Ia ty hampipitsoke antika ami’ty fikokoa’ i Norizañey? haoreañe hao ke haloviloviañe he fampisoañañe ke hasalikoañe he fihaloañe ke hankàñe he fibara?
૩૫ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ: વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
36 Toe pinatetse ty hoe: Ihe ro anjamanañe anay lomoñandro; volilien-ko añondry ho lentañe zahay.
૩૬જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”
37 Fe amy iaby rezay, mpandrebake ra’elahy tika amy Nikoko antikañey.
૩૭તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ.
38 Le faharako te to, ke havilasy he haveloñe ke anjely he fifeheañe he ze eo henaneo ke ze mb’e añe,
૩૮કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,
39 he ty añ’ abo ey ke ty an-dalek’ ao he inoñ’ inoñe ami’ty voatse toy, tsy hahasintake antikañe amy fikokoan’ Añahare amy Talèntika Iesoà Norizañey.
૩૯ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.