< Salamo 28 >
1 Ihe, ry Iehovà ro kanjieko, ry Lamilamiko, ko mañovok’ ahy, kera, hianjiñe, le hanahake o mizotso mb’an-tsikeokeok’aoo iraho.
૧દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
2 Janjiño ty feon-kalaliko naho itoreovako, ie añonjonako sirañe mb’amy anjomba’o miavakey.
૨જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
3 Ko kororohe’o hitraok’ amo lo-tserekeo, amo mpanao raty mivolan-kanitsiñe an-drañe’eo, te mone fikinian-draty ty am-po’e ao.
૩જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
4 Ondroho mira amo sata’eo, naho hambañe ami’ty haratia’ o fitoloña’eo; eka, avaho mira amo satan-taña’eo; valeo ama’e ty mañeva.
૪તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
5 Amy te tsy haoñe’ iareo o tolon-draha’ Iehovào, ndra o fitoloñam-pità’eo. ho rotsahe’e iereo, le tsy hatroa’e ka.
૫કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
6 Andriañeñe t’Iehovà, fa jinanji’e ty feon-kalaliko!
૬યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
7 Iehovà ro haozarako naho fikalako, ty fiatoa’ ty troko, toe fa nimbaen-draho, aa le irebeha’ ty troko vaho rengèko an-tsabo.
૭યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
8 Haozara’iareo t’Iehovà, kijolim-pandrombahañe i noriza’ey.
૮યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
9 Rombaho ondati’oo, naho ampanintsiño o lova’oo; Araho iereo vaho otroño nainai’e.
૯તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.