< Lioka 4 >
1 Ie niliforeñe amy Arofo Masiñey t’Iesoà le nibalike boak’ am’ Iordaney, vaho niaoloa’ i Arofoy mb’am-babangoañ’ añe,
૧ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
2 efapolo andro te nanjizia’ i mpañìnjey ie tsy nikama ndra inoñ’ inoñe amy andro rezay. Modo izay le nisaliko,
૨તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
3 vaho hoe i mpañìnjey tama’e: Naho toe Anan’ Añahare irehe, ampinjareo mofo o vatoo.
૩શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
4 Hoe ty natoi’ Iesoà aze: Pinatetse ty hoe: Tsy mofo avao ty mahaveloñe ondaty,
૪ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
5 Le nendese’ i mpañìnjey niañambone vohitse mitiotiotse eñe vaho natoro’e aze amy zao ze kila fifeheañe an-tane atoy.
૫શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
6 Le hoe i Ratiy tama’e: Hatoloko Azo o haozarañe iaby zao naho o enge’ iareoo, fa natolots’ ahy, vaho hatoloko amy ze satriko;
૬શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
7 le kila ho Azo t’ie hiambane amako etoañe.
૭માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
8 Hoe ty natoi’ Iesoà: Hoe ty pinatetse: Iehovà Andrianañahare’o ro hitalahoa’o, ie avao ty hitoroña’o.
૮અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”
9 Le nendese’e mb’e Ierosaleme mb’eo naho nampiningire’e an-dengom-pitalakesan’ abo’ i Anjomban’Añaharey vaho nanoa’e ty hoe: Naho toe Anan’ Añahare irehe, miponaha ambane ey,
૯તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.
10 ty amy pinatetse ty hoe: Ho lilie’e amo Anjeli’eo irehe, ty hañaro azo;
૧૦કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
11 vaho, Ho tanatanà’ iereo, tsy ho dasirem-bato o fandia’oo.’
૧૧તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”
12 Tinoi’ Iesoà ty hoe: Hoe ty tsara: Asoao tsy ho tsohe’o t’Iehovà Andrianañahare’o.
૧૨ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”
13 Ie nagado’ i mpañìnjey i fanjiziañe iaby zay, le nidisak’aze heike.
૧૩શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
14 Aa le nibalike mb’e Galilia mb’eo t’Iesoà ami’ty haozara’ i Arofoy; le niboele tok’aia tok’aia amy tane nañohokey ty enge’e.
૧૪ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15 Nañoke amo fitontonañeo re le hene nañonjoñ’ aze.
૧૫અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
16 Nimb’e Nazareta mb’eo re, i rova nahabey azey, le ami’ty lili’e, nizilik’ am-pitontonañe ao ami’ty andro Sabotse, vaho niongake hamaky.
૧૬નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
17 Natolotse aze ty boke’ Isaia mpitoky; vinela’e i bokey, vaho nioni’e ao ty nisokirañe ty hoe:
૧૭યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
18 Amako t’i Arofo’ Iehovà, Fa noriza’e hitsey i talili-soay amo rarakeo, Nafanto’e hikoike famotsorañe amo mpirohio, naho fampaha-isahañe amo feio, vaho fampidadàñe amo dinemokeo,
૧૮‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં
19 hitsey ty taon-joba’ Iehovà.
૧૯તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
20 Napele’ Iesoà amy zao i bokey le nahere’e amy mpamandroñey le niambesatse; vaho hene nitalatse aze ty fihaino o am-pitontonañeo.
૨૦પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
21 Le hoe t’Iesoà tam’ iereo: Fa nihenek’ anindroany an-dravembia’ areo i Sokitse Masiñe zay.
૨૧ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”
22 Aa le sindre nitalily soa aze vaho nidaba amo tsara soa naakam-palie’eo, fe hoe iareo: Tsy ana’ Iosefe v’itoio?
૨૨બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
23 Aa le hoe re tam’iereo: Va’e hatao’ areo amako ze oha-drehake zao: O mpanaha, afaho ty vata’o, vaho anò an-tane’o etoan-ka o raha jinanji’ay te nanoe’o e Kapernaomy añeo.
૨૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
24 Le tinovo’e ty hoe: Eka! to t’Itaroñako te tsy eo ty mpitoky to-saontsy an-tane’e ao;
૨૪ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25 To ty volako ama’areo te: Maro ty vantotse e Israele ao tañandro’ i Elia, ie nagabeñe telo taoñe tsy enem-bolañe i likerañey vaho nandrambañe i Taney ty kerè;
૨૫પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
26 fe leo raik’ ama’e tsy nañirahañe i Elia naho tsy i rakemba vantotse nte Zarefata e Sidona añey.
૨૬તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
27 Maro ka ty niazo’ ty angamàe e Israele ao tañandro’ i Elisa mpitoky, fe tsy ama’e ty nafahañe naho tsy i Namana nte-Sore.
૨૭વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28 Ie nahajanjiñe izay o am-pitontonañeo, le fonga nilifo-kabosehañe,
૨૮એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
29 naho niongake nanafasiotse aze mb’ alafe’ i rovay añe, vaho nendese’ iereo mb’an-tevam-bohi’ i rovay mb’eo hampitsirikoàk’ aze an-kereretsak’ ao,
૨૯તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30 f’ie nienga, niranga iareo mb’eo.
૩૦પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 Nizotso mb’e Kapernaomy, rova e Galilia añe re naho nañanatse amo Sabotseo.
૩૧પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
32 Le nidaba iereo amy fañòha’ey amy te ninday lily o tsara’eo.
૩૨ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33 Teo ty lahilahy am-pitontonañe ao nangara’ ty kokolampa, nitazataza
૩૩ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું કે,
34 ty hoe: Hete! Ino ty itraofan-tikañe, ry Iesoà nte Nazareta? Niavy hanjamañ’ anay v’ Iheo? Fantako irehe; Ihe i Masin’Añaharey.
૩૪‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”
35 Trinevo’ Iesoà ami’ty hoe: Mamantsy, iakaro! Aa le nafetsa’ i kokolampay añivo eo re, vaho nifaok’ añe fe tsy nijoia’e.
૩૫ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
36 Fonga nilatsa, le hoe ty vesoveso’ iareo: Aa vaho akore i tsara zay t’ie aman-dily naho haozarañe ro mañendake kokolampa hifaoke.
૩૬બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’”
37 Le niboele nanitsike i fariparitsey ty enge’e.
૩૭આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
38 Ie nienga i fitontonañey t’Iesoà, le nizilik’ añ’anjomba’ i Simona ao. Niremboremboe’ ty hamae-sandriñe ty rene’ i vali’ i Simonay le nihalalia’ iareo ty ama’e.
૩૮સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
39 Aa le nijohañe ambone’e eo re nitrevoke i hasilokey, vaho nisitak’amy rekambay zay; tsipaepae’e nitroatse re niatrake iareo.
૩૯તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40 Ie nimotak’àndro, le nendeseñe ze nanañe marare nisilofe’ndra inoñ’ inoñe mb’ ama’e mb’eo, naho songa nanampeza’e fitàñe vaho nampijangañe’e.
૪૦સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 Niakatse ami’ty maro ka o kokolampao nikoiake ty hoe: Ihe i Norizañe, Anan’Añaharey! Le nendaha’e vaho nafanto’e tsy hivolañe amy te napota’ iareo t’ie i Norizañey.
૪૧ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”
42 Ie manjirik’ andro le nienga mb’ an-tane bangìñe mb’eo fe nitsoeha’ i lahialeñey, ie nomb’ ama’e mb’eo vaho ho nanjitse aze tsy hienga;
૪૨દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
43 fe hoe re am’iereo: Tsy mahay tsy mitaroñe i Talili-soam-Pifehean’Añaharey an-drova ila’e ka iraho fa izay ty nañirahañ’ ahy.
૪૩પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”
44 Le nitaroñe amo fitontonañe e Galiliao re.
૪૪યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.