< Marka 9 >
1 Ary hoy Izy taminy: Lazaiko aminareo marina tokoa: Misy ny sasany eto izay tsy mba hanandrana fahafatesana mandra-pahitany ny fanjakan’ Andriamanitra tonga amin’ ny hery.
૧ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”
2 Ary nony afaka henemana, Jesosy dia naka an’ i Petera sy Jakoba ary Jaona ka nitondra azy nitokana niakatra ho any an-tendrombohitra avo anankiray; dia niova tarehy teo anatrehany Izy,
૨છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.
3 ary ny fitafiany niova nanelatrelatra sady fotsy indrindra, ka tsy misy mpamotsy lamba ambonin’ ny tany mahafotsy toy izany.
૩ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
4 Ary Elia sy Mosesy niseho taminy ka niresaka tamin’ i Jesosy.
૪એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
5 Ary niteny Petera ka nanao tamin’ i Jesosy hoe: Raby ô, tsara raha mitoetra eto isika; ary aoka hanao lay telo izahay: ny anankiray ho Anao, ny anankiray ho an’ i Mosesy, ary ny anankiray ho an’ i Elia.
૫પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’”
6 Fa tsy fantany izay havaliny, satria efa raiki-tahotra izy rehetra.
૬શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
7 Ary nisy rahona niseho nanarona azy; ary dia nisy feo avy tao amin’ ny rahona nanao hoe: Ity no Zanako malalako, Izy no henoy.
૭એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”
8 Ary niaraka tamin’ izay, nony nijery manodidina izy ireo, dia tsy nisy hitany intsony na iza na iza afa-tsy Jesosy irery ihany, Izay teo aminy.
૮તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
9 Ary nony nidina avy teo an-tendrombohitra Izy, dia nandrara azy Jesosy mba tsy hilazalaza amin’ olona izay zavatra efa hitany mandra-pitsangan’ ny Zanak’ olona amin’ ny maty.
૯તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”
10 Ary nitana izany teny izany izy ka nifampaka saina ny amin’ izay hevitr’ izany fitsanganana amin’ ny maty izany.
૧૦તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
11 Dia nanontany an’ i Jesosy izy ka nanao hoe: Lazain’ ny mpanora-dalàna fa Elia tsy maintsy ho avy aloha.
૧૧તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”
12 Ary Izy nanao taminy hoe: Elia dia avy aloha ihany ka mampody ny zavatra rehetra. Ary ahoana kosa no nanoratana ny amin’ ny Zanak’ olona fa tsy maintsy mijaly mafy Izy ka hatao tsinontsinona?
૧૨ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’”
13 Nefa lazaiko aminareo: Efa tonga Elia, sady nataon’ ny olona taminy izay sitraky ny fony araka ny nanoratana azy.
૧૩પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”
14 Ary nony tonga teo amin’ ny mpianatra izy, dia nahita vahoaka betsaka manodidina azy sy mpanora-dalàna niady hevitra taminy.
૧૪તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.
15 Ary niaraka tamin’ izay, nony nahita Azy ny vahoaka rehetra, dia talanjona ka nihazakazaka nanatona sy niarahaba Azy.
૧૫તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.
16 Ary Izy nanontany azy hoe: Inona no iadianareo hevitra amin’ ireto?
૧૬ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”
17 Ary ny anankiray tamin’ ny vahoaka namaly ka nanao hoe: Mpampianatra ô, nentiko ho etỳ aminao ny zanako-lahy, izay azom-panahy moana;
૧૭લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
18 ary na aiza na aiza no ahazoany azy, dia ampihinjitrinjiriny izy, ary mandoa vory, dia mikitro-nify sady valaka dia valaka; ary niteny tamin’ ny mpianatrao aho mba hamoaka izany; fa tsy hainy.
૧૮જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’
19 Ary Jesosy namaly azy hoe: Ry taranaka tsy mino, mandra-pahoviana no hitoerako aminareo? Mandra-pahoviana no handeferako aminareo? Ento etỳ amiko izy.
૧૯પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”
20 Dia nentiny teo aminy izy; fa nony nahita an’ i Jesosy izy, dia nampifanintontsintona ny tenany niaraka tamin’ izay ny fanahy. Dia lavo tamin’ ny tany izy sady nitsinkasinkasina sy nandoa vory.
૨૦તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
21 Ary Jesosy nanontany an-drainy hoe: Hoatrinona izay no nahatongavan’ izao taminy? Ary hoy izy: Hatry ny fony izy mbola zaza.
૨૧ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’”
22 Ary nazerany matetika tao anaty afo sy tao anaty rano izy hamonoany azy; fa raha mba misy hainao, dia mamindrà fo aminay, ka vonjeo izahay.
૨૨તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”
23 Fa hoy Jesosy taminy: Hainao hoe? Ny zavatra rehetra dia hain’ ny mino.
૨૩ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’”
24 Ary niaraka tamin’ izay dia niantso ny rain-drazazalahy ka nanao hoe: Mino aho; vonjeo mba ho afaka amin’ ny tsi-finoako.
૨૪તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’”
25 Ary nony hitan’ i Jesosy fa nihazakazaka nanatona azy ny vahoaka, dia niteny mafy ny fanahy maloto Izy ka nanao taminy hoe: Ry fanahy moana sy marenina! Izaho mandidy anao: Mivoaha aminy, ka aza miditra ao anatiny intsony.
૨૫ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”
26 Ary rehefa ninananana izy sady nampifanintontsintona mafy ilay zazalahy, dia nivoaka taminy; ary efa toy ny maty, ka dia nataon’ ny maro hoe: Maty.
૨૬ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’”
27 Fa Jesosy nandray ny tànany ka nanarina azy; dia nitsangana izy.
૨૭પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
28 Ary rehefa tonga tao an-trano Jesosy, dia nanontany Azy mangingina ny mpianany hoe: izahay tsy nahavoaka azy.
૨૮ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’”
29 Ary hoy Izy taminy: Iny karazana iny tsy mba azo avoaka na amin’ inona na amin’ inona, afa-tsy amin’ ny fivavahana ihany.
૨૯ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”
30 Dia niala teo izy ka nizotra namaky an’ i Galilia, ary tsy tian’ i Jesosy ho fantatry ny olona izany.
૩૦ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
31 Fa nampianatra ny mpianany Izy ka nanao taminy hoe: Ny Zanak’ olona dia hatolotra eo an-tànan’ ny olona ka hovonoiny; ary rehefa voavono Izy, dia hitsangana rehefa afaka hateloana.
૩૧કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’”
32 Fa izy ireo tsy nahafantatra izany teny izany sady natahotra hanontany Azy.
૩૨તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
33 Ary tonga tao Kapernaomy izy; ary rehefa mby tao an-trano Jesosy, dia nanontany ny mpianany hoe: Inona no niadianareo hevitra teny an-dalana?
૩૩તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’”
34 Fa tsy nahateny izy, satria efa niady hevitra teny an-dalana izy ny amin’ izay lehibe indrindra.
૩૪પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’”
35 Ary rehefa tafapetraka Jesosy, dia niantso ny roa ambin’ ny folo lahy Izy ka nanao taminy hoe: Raha misy te-ho voalohany, dia hatao farany amin’ izy rehetra sy ho mpanompo’ izy rehetra izy.
૩૫ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”
36 Ary nandray zaza Izy ka nametraka azy teo afovoany; ary raha notrotroiny ilay zaza, dia hoy Izy tamin’ ny mpianany:
૩૬તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,
37 Na zovy na zovy no mandray zaza iray tahaka itony amin’ ny anarako, dia mandray Ahy; ary na zovy na zovy no mandray Ahy, dia tsy mandray Ahy, fa Izay naniraka Ahy.
૩૭‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”
38 Ary hoy Jaona taminy: Mpampianatra ô, nahita olona anankiray namoaka demonia tamin’ ny anaranao izahay, ka noraranay izy, satria tsy nanaraka antsika.
૩૮યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’”
39 Fa hoy Jesosy: Aza mandrara azy; fa tsy misy olona izay hanao asa lehibe amin’ ny anarako ka hahateny ratsy Ahy vetivety.
૩૯પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
40 Fa izay tsy manohitra antsika dia momba antsika.
૪૦કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’”
41 Fa na iza na iza no manome anareo rano eran’ ny kapoaka hosotroinareo, satria an’ i Kristy ianareo, dia lazaiko aminareo marina tokoa fa tsy ho very ny valim-pitiany.
૪૧કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.
42 Ary na iza na iza no mahatafintohina na iray aza amin’ ireo madinika mino Ahy ireo, dia tsara ho azy, raha anantonana vato lehibe fikosoham-bary ny vozony, ka hatsipy ao anaty ranomasina izy.
૪૨જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
43 Ary raha ny tananao no manafintohina anao, tapaho izy; fa tsara ho anao ny hiditra kilemaina any amin’ ny fiainana noho ny manana tanana roa, nefa hariana any amin’ ny helo, dia any amin’ ny afo tsy azo vonoina. (Geenna )
૪૩જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે (Geenna )
૪૪તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
45 Ary raha ny tongotrao no manafintohina anao, tapaho izy; fa tsara ho anao ny hiditra mandringa any amin’ ny fiainana noho ny manana tongotra roa, nefa hariana any amin’ ny helo. (Geenna )
૪૫જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે (Geenna )
૪૬તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
47 Ary raha ny masonao no manafintohina anao, esory hiala izy: fa tsara ho anao ny hiditra toka-maso amin’ ny fanjakan’ Andriamanitra noho ny manana maso roa, nefa hariana any amin’ ny helo; (Geenna )
૪૭જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, (Geenna )
48 any ny kankany tsy maty, ary ny afo tsy vonoina.
૪૮કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
49 Fa samy ho voasira amin’ ny afo izy rehetra.
૪૯કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે.
50 Tsara ny sira, fa raha tonga matsatso izy, inona no ho entinareo mampody ny tsirony? Aoka hisy sira ao anatinareo, ka mihavàna tsara ianareo.
૫૦મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.