< यूहन्ना 2 >
1 फिर तीसरो दिन गलील प्रदेश को काना नगर म एक बिहाव होतो, अऊर यीशु की माय भी उत होती।
૧ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.
2 यीशु अऊर ओको चेला भी ऊ बिहाव म निमन्त्रित होतो।
૨ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
3 जब अंगूररस खतम भय गयो, त यीशु की माय न ओको सी कह्यो, “उन्को जवर अंगूरीरस नहीं रह्यो।”
૩જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’”
4 यीशु न उत्तर दियो “हे बाई, मोख का करनो हय मोख मत बतावो? अभी मोरो समय नहीं आयो।”
૪ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’”
5 यीशु की माय न सेवकों सी कह्यो, “जो कुछ ऊ तुम सी कहेंन, उच करो।”
૫તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”
6 उत यहूदियों ख हाथ पाय धोय क शुद्ध करन की रीति को अनुसार गोटा को छे घड़ा रख्यो होतो, जेको म सौ लीटर पानी समावत होतो।
૬હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.
7 यीशु न सेवकों सी कह्यो, “घड़ा म पानी भर देवो।” उन्न उन्ख लबालब भर दियो।
૭ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
8 तब ओन उन्को सी कह्यो, “थोड़ो सो पानी निकाल क भोज को मुखिया को जवर ले जावो।” अऊर हि ले गयो।
૮પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.
9 जब भोज को मुखिया न ऊ पानी चख्यो, जो अंगूररस बन गयो होतो अऊर नहीं जानत होतो कि ऊ कित सी आयो हय पर जिन सेवकों न पानी निकाल्यो होतो हि जानत होतो, त भोज को मुखिया न दूल्हा ख बुलायो,
૯જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,
10 अऊर ओको सी कह्यो “हर एक आदमी पहिले अच्छो अंगूररस देवय हय, अऊर जब लोग पी क सन्तुष्ट होय जावय हंय, तब फिको देवय हय; पर तय न अच्छो अंगूररस अभी तक रख्यो हय।”
૧૦કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”
11 यीशु न गलील को काना नगर म अपनो यो पहिलो चिन्ह चमत्कार दिखाय क अपनी महिमा प्रगट करी अऊर ओको चेलावों न ओको पर विश्वास करयो।
૧૧ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
12 येको बाद यीशु अऊर ओकी माय अऊर ओको भाऊ अऊर ओको चेला कफरनहूम नगर ख गयो अऊर उत कुछ दिन रह्यो।
૧૨ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.
13 यहूदियों को फसह को त्यौहार जवर होतो, अऊर यीशु यरूशलेम नगर ख गयो।
૧૩હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.
14 ओन मन्दिर म बईल, मेंढा अऊर कबूत्तर ख बेचन वालो अऊर पैसा बदलन वालो ख व्यापार करतो हुयो बैठ्यो देख्यो।
૧૪ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.
15 तब ओन रस्सियों को कोड़ा बनाय क, सब मेंढी अऊर बईल ख मन्दिर सी निकाल दियो, अऊर पैसा बदलन वालो को पैसा बगराय दियो अऊर पीढ़ा ख उलटाय दियो,
૧૫ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;
16 अऊर कबूत्तर बेचन वालो सी कह्यो, “इन्क इत सी जल्दी लि जावो। मोरो बाप को घर ख बजार को घर मत बनावो।”
૧૬કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”
17 तब ओको चेलावों ख याद आयो कि शास्त्र म लिख्यो हय, “तोरो घर की धुन मोख आगी को जसो जलाय डालेंन।”
૧૭તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’”
18 येको पर यहूदी अधिकारियों न यीशु सी प्रश्न पुच्छ्यो, “तय हम्ख कौन सो चिन्ह चमत्कार दिखाय सकय हय, जेकोसी तोरो यो करन को अधिकार सिद्ध हो?”
૧૮તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’”
19 यीशु न उन्ख उत्तर दियो, “यो मन्दिर ख गिराय देवो, अऊर मय येख तीन दिन म खड़ो कर देऊं।”
૧૯ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”
20 यहूदी अधिकारियों न कह्यो, “यो मन्दिर ख बनावन म छियालीस साल लग्यो हंय, अऊर का तय ओख तीन दिन म खड़ो कर देजों?”
૨૦ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’”
21 पर यीशु न अपनो शरीर को मन्दिर को बारे म कह्यो होतो।
૨૧પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.
22 येकोलायी जब ऊ मरयो हुयो म सी जीन्दो भयो तब ओको चेलावों ख याद आयो कि ओन यो कह्यो होतो; अऊर उन्न शास्त्र अऊर ऊ वचन ख जो यीशु न कह्यो होतो, विश्वास करयो।
૨૨માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.
23 जब यीशु यरूशलेम म फसह को समय त्यौहार म होतो, त बहुत सो न उन चिन्ह चमत्कारों ख जो ऊ दिखावत होतो देख क ओको नाम पर विश्वास करयो।
૨૩હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.
24 पर यीशु न अपनो आप ख उन्को विश्वास पर नहीं छोड़्यो, कहालीकि ऊ सब ख जानत होतो;
૨૪પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,
25 अऊर ओख जरूरत नहीं होती कि आदमी को बारे म कोयी गवाही दे, कहालीकि ऊ खुदच जानत होतो कि आदमी को मन म का हय?
૨૫અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.