< Jeremijas 20 >
1 Kad nu priesteris Pašhurs, Imera dēls, kas Tā Kunga namā bija iecelts par uzraugu, dzirdēja, ka Jeremija šos vārdus sludināja,
૧હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,
2 Tad Pašhurs sita pravieti Jeremiju un viņu ielika cietumā, kas bija augšējos Benjamina vārtos pie Tā Kunga nama.
૨તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.
3 Un otrā dienā Pašhurs Jeremiju izveda ārā no cietuma, un Jeremija uz viņu sacīja: Tas Kungs tavu vārdu nenosauc Pašhur, bet Magur Misabib.
૩બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે સર્વત્ર ભય એવું પાડ્યું છે.
4 Jo tā saka Tas Kungs: redzi, Es tevi darīšu par izbailēm tev un visiem taviem draugiem, un tie kritīs caur savu ienaidnieku zobenu, tavām acīm to redzot. Un visu Jūdu Es nodošu Bābeles ķēniņam rokā; tas tos aizvedīs uz Bābeli un tos sitīs ar zobenu.
૪કેમ કે યહોવાહ કહે છે કે તું પોતાને તથા તારા સર્વ મિત્રો પર ભયરૂપ થઈ પડે એવું હું કરીશ. તેઓ પોતાના શત્રુઓની તલવારથી મૃત્યુ પામશે. અને તું તારી નજરે જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઈશ. તે તેઓને કેદ કરીને બાબિલ લઈ જશે અને ત્યાં તેઓને તલવારથી મારી નાખશે.
5 Un visu šīs pilsētas padomu un visu viņas sagādu(krājumus) un visus viņas dārgumus un visas Jūda ķēniņu mantas Es nodošu viņu ienaidniekiem rokā, un tie tos aplaupīs un tos ņems un tos vedīs uz Bābeli.
૫હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.
6 Un tu, Pašhur, un visi tava nama iedzīvotāji, iesiet cietumā, un tu nāksi uz Bābeli un tur nomirsi un tur tapsi aprakts, tu un visi tavi draugi, kam tu melus esi sludinājis.
૬વળી હે પાશહૂર, તું અને તારા ઘરમાં રહેનાર સર્વ બંદીવાન થશો. તમને બાબિલ લઈ જવામાં આવશે, અને ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે. તેઓ પણ ત્યાં મરશે. અને ત્યાં જ તેઓને દફનાવામાં આવશે.
7 Kungs, Tu mani esi pārrunājis, un es esmu licies pārrunāties, Tu esi stiprāks bijis ne kā es un pārvarējis. Bet es esmu cauru dienu par apsmieklu, visi tie mani apmēda.
૭હે યહોવાહ, તમે મને છેતર્યો છે; અને હું ફસાઈ ગયો. મારા કરતાં તમે બળવાન છો અને તમે મને જીત્યો છે. હું આખો દિવસો તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
8 Jo kamēr es runāju, brēcu un saucu par varas darbu un postu, tikmēr man Tā Kunga vārds ir tapis par apsmieklu un apmēdīšanu katru dienu.
૮કેમ કે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાંટા પાડીને બલાત્કાર તથા લૂંટ એવી હું બૂમ પાડું છું. કેમ કે યહોવાહનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારો તિરસ્કાર અને નિંદા થાય છે.
9 Tad es domāju: es Viņu vairs nepieminēšu un nerunāšu vairs Viņa vārdā. Bet tas manā sirdī bija kā degots uguns, ieslēgts manos kaulos, un es piekusu to visu ciest, un nevarēju.
૯હું જો એમ કહું કે, ‘હવે હું યહોવાહ વિષે વિચારીશ નહિ અને તેમનું નામ હું નહિ બોલું.’ તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી પીડા મારા હૃદયમાં થાય છે. અને ચૂપ રહેતાં મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી.
10 Jo es esmu dzirdējis no daudziem aprunāšanu: bailība visapkārt! Apsūdziet to, lai to apsūdzam! Visi mani draugi glūn uz manu klupšanu; tie saka, tas gan taps pārrunāts un mēs to pārspēsim un pie tā atriebsimies.
૧૦મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’
11 Bet Tas Kungs ir pie manis stiprs un varens, tāpēc mani vajātāji klups un neiespēs nekā, tie visai taps kaunā, ka tie neprātīgi darījuši, ar mūžīgu negodu, ko neaizmirsīs.
૧૧પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવાહ મારી સાથે છે. જેઓ મારી પાછળ પડ્યા છે તેઓ ઠોકર ખાઈને પડી જશે. તેઓ મને હરાવશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે. તેઓ ફતેહ પામશે નહિ. તેઓનું અપમાન કાયમ રહેશે અને ભૂલાશે નહિ.
12 Tad, Kungs Cebaot, kas pārbaudi to taisno, kas redzi īkstis un sirdis, lai es pie tiem redzu Tavu atriebšanu; jo Tev es savu lietu esmu pavēlējis.
૧૨પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત: કરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે.
13 Dziediet Tam Kungam, slavējiet To Kungu, jo viņš nabaga dvēseli atpestījis no ļaundarītāju rokas.
૧૩યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.
14 Nolādēta lai ir tā diena, kad es esmu dzimis; tā diena, kad mana māte mani dzemdējusi, lai tā nav svētīta.
૧૪જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.
15 Nolādēts lai ir tas vīrs, kas manam tēvam to prieku teicis un sacījis: tev dēliņš piedzimis, prieka vēsti tam atnesdams.
૧૫‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.
16 Šis vīrs lai ir kā tās pilsētas, ko Tas Kungs ir apgāzis bez žēlastības; lai tas agri dzird brēkšanu un pusdienā kara troksni,
૧૬જે નગરો યહોવાહે નષ્ટ કર્યા છે અને દયા કરી નહિ. તેઓની જેમ તે માણસ નાશ પામે. તે માણસ સવારમાં વિલાપ અને બપોરે રણનાદ સાંભળો.
17 Ka viņš mani nav nokāvis mātes miesās, ka mana māte būtu bijusi mans kaps un viņas miesas mūžam būtu palikušas grūtas.
૧૭કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત.
18 Kāpēc es esmu izgājis no mātes miesām, redzēt grūtumu un sirdēstus, un pavadīt savas dienas ar kaunu?
૧૮શા માટે હું કષ્ટો અને દુ: ખ સહન કરવા ગર્ભમાંથી બહાર આવ્યો, જેથી મારા દિવસો લજ્જિત થાય?”