< Jesajas 38 >
1 Tanī laikā Hizkija palika slims uz miršanu, un pravietis Jesaja, Amoca dēls, nāca pie tā un uz to sacīja: Tā saka Tas Kungs: Apkopi savu namu, jo tu mirsi un nepaliksi vesels.
૧તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”
2 Tad Hizkija savu vaigu pagrieza pret sienu un pielūdza To Kungu un sacīja:
૨ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી.
3 Ak Kungs, piemini jel, ka es Tavā priekšā esmu staigājis patiesībā no visas sirds un darījis, kas Tev patīk. Un Hizkija raudāja gauži.
૩તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.
4 Tad Tā Kunga vārds tā notika uz Jesaju:
૪પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે,
5 Ej un saki Hizkijam: Tā saka Tas Kungs, tava tēva Dāvida Dievs: Es tavu lūgšanu esmu klausījis, Es tavas asaras esmu redzējis. Redzi, Es tavām dienām pielikšu vēl piecpadsmit gadus.
૫“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.
6 Un tevi un šo pilsētu es izpestīšu no Asīrijas ķēniņa rokas un pasargāšu šo pilsētu.
૬હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.
7 Un šī būs tā zīme no Tā Kunga, ka Tas Kungs šo lietu darīs, ko Viņš runājis:
૭અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે:
8 Redzi, tai ēnai, kas ar sauli pa tiem kāpieniem pie Ahaza saules stundeņa uz priekšu gājusi, Es likšu iet atpakaļ desmit kāpienus. Un saule gāja atpakaļ desmit kāpienus pa tiem pašiem kāpieniem, kā tā bija gājusi uz priekšu.
૮જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.
9 Šis ir Hizkijas, Jūda ķēniņa, raksts, kad viņš bija slims bijis un no savas slimības palicis vesels.
૯યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:
10 Es sacīju: Pašās savās labākās dienās man jānokāpj kapa vārtos, mani atliekamie gadi man top atņemti. (Sheol )
૧૦મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. (Sheol )
11 Es sacīju: Es vairs neredzēšu To Kungu, To Kungu tai zemē, kur tie dzīvie, es vairs neieraudzīšu cilvēkus tai vietā, kur tie aizmigušie mājo.
૧૧મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ.
12 Mans nams top noplēsts un aizcelts, kā ganu būdiņa; es savu dzīvību satinu kā audējs (savu audekli). Viņš mani nogriež kā no riestavas. Pirms nakts metās, Tu man dari galu.
૧૨મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.
13 Es gaidīju līdz rītam, bet kā lauva Viņš salauž visus manus kaulus. Pirms nakts metās, Tu man darīsi galu.
૧૩સવાર સુધી મેં વિલાપ કર્યો; સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.
14 Es kliedzu kā dzērve un bezdelīga, es vaidēju kā balodis, manas acis nogura uz augšu skatoties. Ak Kungs, man ir bail, izpestī mani!
૧૪અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.
15 Ko lai es saku? Kā viņš man solījis, tā viņš ir darījis; klusu es nu staigāšu visu savu mūžu manas dvēseles skumju dēļ.
૧૫હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.
16 Ak Kungs! No tā cilvēks atdzīvojās, un iekš tā visa stāv mana gara dzīvība, Tu mani atspirdzināsi un mani atkal darīsi dzīvu.
૧૬હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.
17 Redzi, rūgtums palicis man par svētību, pats rūgtums, bet Tu manu dvēseli mīlīgi esi apkampis, ka tā nenāktu trūdēšanas bedrē, jo Tu visus manus grēkus esi metis aiz Sevi.
૧૭આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.
18 Jo elle Tevi neteic, un nāve Tevi neslavē; tie, kas grimst bedrē, necerē uz Tavu patiesību. (Sheol )
૧૮કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. (Sheol )
19 Tie dzīvie, tie dzīvie, tie Tevi slavē, kā es šodien; tēvs bērniem dara zināmu Tavu patiesību.
૧૯જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.
20 Tas Kungs ir man par pestīšanu, un mēs dziedāsim savas dziesmas, kamēr dzīvosim Tā Kunga namā.
૨૦યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.”
21 Un Jesaja sacīja: Lai ņem vienu vīģu rausi un liek plāksteri uz to trumu, tad viņš paliks vesels.
૨૧હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”
22 Un Hizkija sacīja: Kāda ir tā zīme, ka es noiešu Tā Kunga namā?
૨૨વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”