< Psalmorum 76 >

1 In finem, in laudibus. Psalmus Asaph, canticum ad Assyrios. Notus in Judæa Deus; in Israël magnum nomen ejus.
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
2 Et factus est in pace locus ejus, et habitatio ejus in Sion.
તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 Ibi confregit potentias arcuum, scutum, gladium, et bellum.
ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
4 Illuminans tu mirabiliter a montibus æternis;
સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5 turbati sunt omnes insipientes corde. Dormierunt somnum suum, et nihil invenerunt omnes viri divitiarum in manibus suis.
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6 Ab increpatione tua, Deus Jacob, dormitaverunt qui ascenderunt equos.
હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
7 Tu terribilis es; et quis resistet tibi? ex tunc ira tua.
તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 De cælo auditum fecisti judicium: terra tremuit et quievit
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
9 cum exsurgeret in judicium Deus, ut salvos faceret omnes mansuetos terræ.
હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. (સેલાહ)
10 Quoniam cogitatio hominis confitebitur tibi, et reliquiæ cogitationis diem festum agent tibi.
૧૦નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
11 Vovete et reddite Domino Deo vestro, omnes qui in circuitu ejus affertis munera: terribili,
૧૧તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
12 et ei qui aufert spiritum principum: terribili apud reges terræ.
૧૨તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

< Psalmorum 76 >