< Nehemiæ 10 >
1 Signatores autem fuerunt Nehemias, Athersatha filius Hachelai, et Sedecias,
૧જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
2 Saraias, Azarias, Jeremias,
૨સરાયા, અઝાર્યા, યર્મિયા,
3 Pheshur, Amarias, Melchias,
૩પાશહૂર, અમાર્યા, માલ્કિયા.
4 Hattus, Sebenia, Melluch,
૪હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
5 Harem, Merimuth, Obdias,
૫હારીમ મરેમોથ, ઓબાદ્યા,
6 Daniel, Genthon, Baruch,
૬દાનિયેલ, ગિન્નથોન, બારુખ,
7 Mosollam, Abia, Miamin,
૭મશુલ્લામ, અબિયા, મીયામીન,
8 Maazia, Belgai, Semeia: hi sacerdotes.
૮માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
9 Porro Levitæ, Josue filius Azaniæ, Bennui de filiis Henadad, Cedmihel,
૯લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,
10 et fratres eorum, Sebenia, Odaia, Celita, Phalaia, Hanan,
૧૦અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,
11 Micha, Rohob, Hasebia,
૧૧મીખા, રહોબ, હશાબ્યા,
12 Zachur, Serebia, Sabania,
૧૨ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
૧૩હોદિયા, બાની અને બનીનુ.
14 Capita populi, Pharos, Phahathmoab, Ælam, Zethu, Bani,
૧૪લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની.
૧૬અદોનિયા, બિગ્વાય, આદીન,
19 Hareph, Anathoth, Nebai,
૧૯હારીફ, અનાથોથ, નેબાય,
20 Megphias, Mosollam, Hazir,
૨૦માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર,
21 Mesizabel, Sadoc, Jeddua,
૨૧મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.
22 Pheltia, Hanan, Anaia,
૨૨પલાટયા, હાનાન, અનાયા,
૨૩હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,
24 Alohes, Phalea, Sobec,
૨૪હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,
25 Rehum, Hasebna, Maasia,
૨૫રહૂમ, હશાબનાહ, માસેયા,
27 Melluch, Haran, Baana.
૨૭માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
28 Et reliqui de populo, sacerdotes, Levitæ, janitores, et cantores, Nathinæi, et omnes qui se separaverunt de populis terrarum ad legem Dei, uxores eorum, filii eorum, et filiæ eorum,
૨૮બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
29 omnes qui poterant sapere spondentes pro fratribus suis, optimates eorum, et qui veniebant ad pollicendum et jurandum ut ambularent in lege Dei, quam dederat in manu Moysi servi Dei: ut facerent et custodirent universa mandata Domini Dei nostri, et judicia ejus et cæremonias ejus:
૨૯તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
30 et ut non daremus filias nostras populo terræ, et filias eorum non acciperemus filiis nostris.
૩૦અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ.
31 Populi quoque terræ, qui important venalia, et omnia ad usum, per diem sabbati ut vendant, non accipiemus ab eis in sabbato et in die sanctificato. Et dimittemus annum septimum, et exactionem universæ manus.
૩૧અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.
32 Et statuemus super nos præcepta, ut demus tertiam partem sicli per annum ad opus domus Dei nostri,
૩૨અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ.
33 ad panes propositionis, et ad sacrificium sempiternum, et in holocaustum sempiternum in sabbatis, in calendis, in solemnitatibus, et in sanctificatis, et pro peccato: ut exoretur pro Israël, et in omnem usum domus Dei nostri.
૩૩વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.
34 Sortes ergo misimus super oblationem lignorum inter sacerdotes, et Levitas, et populum, ut inferrentur in domum Dei nostri per domos patrum nostrorum, per tempora, a temporibus anni usque ad annum: ut arderent super altare Domini Dei nostri, sicut scriptum est in lege Moysi:
૩૪નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.
35 et ut afferremus primogenita terræ nostræ, et primitiva universi fructus omnis ligni, ab anno in annum, in domo Domini:
૩૫અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.
36 et primitiva filiorum nostrorum et pecorum nostrorum, sicut scriptum est in lege, et primitiva boum nostrorum et ovium nostrarum, ut offerrentur in domo Dei nostri, sacerdotibus qui ministrant in domo Dei nostri:
૩૬નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
37 et primitias ciborum nostrorum, et libaminum nostrorum, et poma omnis ligni, vindemiæ quoque et olei, afferemus sacerdotibus ad gazophylacium Dei nostri, et decimam partem terræ nostræ Levitis. Ipsi Levitæ decimas accipient ex omnibus civitatibus operum nostrorum.
૩૭અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
38 Erit autem sacerdos filius Aaron cum Levitis in decimis Levitarum, et Levitæ offerent decimam partem decimæ suæ in domo Dei nostri ad gazophylacium in domum thesauri.
૩૮લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.
39 Ad gazophylacium enim deportabunt filii Israël, et filii Levi, primitias frumenti, vini, et olei: et ibi erunt vasa sanctificata, et sacerdotes, et cantores, et janitores, et ministri: et non dimittemus domum Dei nostri.
૩૯ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.