< Insinulo 6 >
1 Nibalolete imbelele hailamutula chimwina chazilamatela zimana iyaza ni zobele, imi nibazuwi chimwina chazibumbantu zihala zone hachiwamba chenzwi libalikukola sina mulumo wupalakata, “Wize!”
૧જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’”
2 Ninalola mi kubena imbizi ituba. Mutanti wayo abakwete buta, mi abahelwe mushukwe wabubusi. Abezi nalimuhapi kwizila kuhapa.
૨મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.
3 Imbelele hailamutula chilamatela chabubeli, nibazuwi chibumbantu chihala chabubeli hachiti, “Wize!”
૩જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’”
4 Linu imbizi yimwi ibazwi - yabusubile bwamulilo. Mutanti wayo abahewa maata akulihindila imbali yimwi yachisi, kokuti bantu bayo nibalisandukile kulihaya chabubilala. Uzu mutanti abahelwe mupene mukando.
૪ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
5 Imbelele hailamutula chilamatela chabutatu, nibazuwi chibumbantu chihala chabutatu hachiti, “Wize!” Nibaboni imbizi isiha, mutanti wayo abakwete zikala zobele mwiyaza lyakwe.
૫જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.
6 Nibazuwi chibali kukola sina mulumo mukati kazibumbantu zone zihala haziti. “Ikilo yimwina yabuloto iwulwa itifo yamutendo wezuba limwina, imi makilo otatwe amahila awulwa itifo yamutendo wezuba limwina.
૬અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”
7 Imbelele hailamutula chilamatela chabune, nibazuwi chibumbantu chihala chabutatu hachiti, “Wize!”
૭જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’”
8 Linu nichinaboni imbizi yeseta. Mutanti wina haili abali kusumpwa Ifu, mi Chibaka Chabafwile abamwichilille. Babahelwe maata hawulu lenkalulo imwina - yazone yenkanda, kwihaya ni mukwale, inzala ni butuku, ni kuselisa zinyolozi zenkanda. (Hadēs )
૮મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. (Hadēs )
9 Imbelele haiyalula chilamatela chimana iyanza, nichinabona mwikonde lakatala ihuho zabana babahaiwa chebaka lalinzwi le Ireeza ni bupaki bubabakwete.
૯જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.
10 Babahuwi chenzwi ikando, Mubusi Yobusa zonse, yojolola ni weniti, kakuhinde inako ikuma hi kuti wize uatule abo bahala munkanda, ni kubozekeza bubi ibakeñi chamalaha etu?”
૧૦તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’
11 Linu zumwi ni zumwi abahewa chiapalo chituba, mi nibawambilwa kuti bayelele kulindila kanini kufitela ipalo yabahikana kuninabo ni banakwabo ni bachizabo baswanela kwihaiwa chiyakwana, bobulyo fela sina mubabehailwa.
૧૧પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”
12 Imbelele haiyalula chilamatela chimana iyanza ni chimwina, nibalweli mi kubena izikinyho ikando yenkanda. Izuba libasanduki busihe bwesaka lizwile boza bwepene, imi mwezi ubasanduki sina malaha.
૧૨જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,
13 Inaleli zakwiwuli nizawila munkanda, mane sina chisamu chefeige hachiwisa zihantu zacho zisenikubuzwa hachinyungwa liñungwa.
૧૩જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.
14 Imbyumbyulu ibazwiko sina imbuka ikwete ibungelwa. Ilundu ni chinda chimwi ni chimwi chibasutiswa kuzwiswa hachibaka chateni.
૧૪વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.
15 Linu simwine wahansi ni bantu basepahala, ni bayezi bempi, bafumite, bena maata, ni zumwi ni zumwi bulyo, batanga ni tukuluho, babaliwungili mumahaha amabwe ni mumabwe amalundu.
૧૫દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;
16 Babawambi kumalundu ni mabwe, “Muwile hetu! Mutuwungule kuchifateho chawumwina wikele hachihuna chabusimwine ni kubukali bwembelele.
૧૬તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’”
17 Mukuti izuba ikando labukali bwabo chilyasika. Njeni yowola kuzima?
૧૭કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?