< Zechariah 4 >
1 Lipufan se ma sramsram nu sik ah sifilpa tuku ac okasyuyak, oana in mu nga motul.
૧મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
2 Ac el siyuk, “Oasr ma kom liye?” Ac nga fahk, “Nga liye soko sukan lam orekla ke gold, ac pol in neinyuk oil se oan oelucng. Oasr lam itkosr oan fin sukan lam soko ah, kais sie oasr acn sin wik itkosr kac.
૨તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
3 Oasr sak olive lukwa sisken sukan lam sac, soko oan lac ac soko oan layen ngia.”
૩તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.”
4 Na nga siyuk sin lipufan sac, “Leum luk, mea kalmen ma inge?”
૪ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?”
5 Na el siyuk sik, “Mea, kom nikin?” Ac nga fahk, “Nga nikinna.”
૫જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”
6 Lipufan sac fahk nu sik nga in sang nu sel Zerubbabel kas sin LEUM GOD inge: “Ma nukewa kom oru ac fah fahla wo, tia ke ku lun mwet mweun ku ke ku lom sifacna, a ke ku lun ngunik.
૬તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”
7 Mwe kutong na yohk ac fulat oana fineol, fah wanginla ye motom. Kom ac fah sifil musaela Tempul uh, ac ke kom ac oakiya eot se ma safla uh, mwet uh fah sala ac fahk, “Arulana wo! Arulana wo!”
૭“હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”
8 Sie pac kas sin LEUM GOD tuku nu sik.
૮યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
9 El fahk, “Zerubbabel el oakiya tari pwelung lun Tempul, ac el ac aksafyela musa kac uh. Pacl se ma inge ac orekla uh, na mwet luk uh ac fah etu lah nga pa supwekom nu selos uh.
૯“ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,
10 Elos ac toasrla mweyen tia yohk ma orekla uh. Tusruktu ke elos ac liyal Zerubbabel lah el srakna musai Tempul, na elos ac fah engan.” Na lipufan sac fahk nu sik, “Lam itkosr inge pa muta itkosr lun LEUM GOD, su liye faclu nufon.”
૧૦નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”
11 Na nga siyuk sel, “Mea kalmen sak olive lukwa ma oan lac lac ke sukan lam uh?
૧૧પછી મેં દૂતને પૂછ્યું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?”
12 Ac mea kalmen lesak olive luo sisken paip gold lukwa ma oil in olive uh soror kac uh?”
૧૨વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?”
13 Ac el siyuk sik, “Mea, kom nikin?” Ac nga fahk, “Leum luk, nga tiana etu.”
૧૩તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.”
14 Na el fahk, “Mwet luo inge pa God El sulela ac mosrwela in kulansupu Leum God lun faclu nufon.”
૧૪તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે.”