< 열왕기하 18 >
1 이스라엘 왕 엘라의 아들 호세아 삼년에 유다 왕 아하스의 아들 히스기야가 왕이 되니
૧હવે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાના કારકિર્દીને ત્રીજા વર્ષે યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો.
2 위에 나아갈 때에 나이 이십오 세라 예루살렘에서 이십구 년을 치리하니라 그 모친의 이름은 아비라 스가리야의 딸이더라
૨તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું અને તે ઝખાર્યાની દીકરી હતી.
3 히스기야가 그 조상 다윗의 모든 행위와 같이 여호와 보시기에 정직히 행하여
૩તેણે પોતાના પિતૃ દાઉદે જે કર્યું હતું તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
4 여러 산당을 제하며 주상을 깨뜨리며 아세라 목상을 찍으며 모세가 만들었던 놋뱀을 이스라엘 자손이 이때까지 향하여 분향하므로 그것을 부수고 느후스단이라 일컬었더라
૪તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ “નહુશ્તાન” પાડ્યું હતું.
5 히스기야가 이스라엘 하나님 여호와를 의지하였는데 그의 전후 유다 여러 왕 중에 그러한 자가 없었으니
૫હિઝકિયા ઇઝરાયલના યહોવાહ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદાના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો.
6 곧 저가 여호와께 연합하여 떠나지 아니하고 여호와께서 모세에게 명하신 계명을 지켰더라
૬તે યહોવાહને વળગી રહ્યો. તેમનું અનુકરણ કરવાનું તેણે છોડ્યું નહિ પણ યહોવાહની આજ્ઞાઓ જે તેમણે મૂસાને આપી હતી તે તેણે પાળી.
7 여호와께서 저와 함께 하시매 저가 어디로 가든지 형통하였더라 저가 앗수르 왕을 배척하고 섬기지 아니하였고
૭તેથી યહોવાહ હિઝકિયાની સાથે રહ્યા અને જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહિ.
8 블레셋 사람을 쳐서 가사와 그 사방에 이르고 망대에서부터 견고한 성까지 이르렀더라
૮તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો.
9 히스기야 왕 사년 곧 이스라엘 왕 엘라의 아들 호세아 칠년에 앗수르 왕 살만에셀이 사마리아로 올라와서 에워쌌더라
૯હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.
10 삼 년 후에 그 성이 함락되니 곧 히스기야의 육년이요 이스라엘 왕 호세아의 구년이라 사마리아가 함락되매
૧૦ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.
11 앗수르 왕이 이스라엘을 사로잡아 앗수르에 이르러 할라와 고산 하볼 하숫가와 메대 사람의 여러 성읍에 두었으니
૧૧આશ્શૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશ્શૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા.
12 이는 저희가 그 하나님 여호와의 말씀을 준행치 아니하고 그 언약을 배반하고 여호와의 종 모세의 모든 명한 것을 거스려 듣지도 아니하며 행치도 아니하였음이더라
૧૨કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.
13 히스기야 왕 십사년에 앗수르 왕 산헤립이 올라와서 유다 모든 견고한 성읍들을 쳐서 취하매
૧૩હિઝકિયા રાજાના કારકિર્દીને ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં.
14 유다 왕 히스기야가 라기스로 보내어 앗수르 왕에게 이르되 내가 범죄하였나이다 나를 떠나 돌아가소서 왕이 내게 지우시는 것을 내가 당하리이다 하였더니 앗수르 왕이 곧 은 삼백 달란트와 금 삼십 달란트를 정하여 유다 왕 히스기야로 내게 한지라
૧૪માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશ્શૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશ્શૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું.
15 히스기야가 이에 여호와의 전과 왕궁 곳간에 있는 은을 다 주었고
૧૫માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી.
16 또 그 때에 유다 왕 히스기야가 여호와의 전 문의 금과 자기가 모든 기둥에 입힌 금을 벗겨 모두 앗수르 왕에게 주었더라
૧૬તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશ્શૂરના રાજાને આપ્યું.
17 앗수르 왕이 다르단과 랍사리스와 랍사게로 대군을 거느리고 라기스에서부터 예루살렘으로 가서 히스기야 왕을 치게 하매 저희가 예루살렘으로 올라가니라 저희가 올라가서 윗못 수도 곁 곧 세탁자의 밭에 있는 큰 길에 이르러 서니라
૧૭પણ આશ્શૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબ-સારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા.
18 저희가 왕을 부르매 힐기야의 아들 궁내대신 엘리야김과 서기관 셉나와 아삽의 아들 사관 요아가 저에게 나가니
૧૮તેઓએ હિઝકિયા રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો ઉપરી હતો તે, નાણાં મંત્રી શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો, તેઓ તેઓને મળવા બહાર આવ્યા.
19 랍사게가 저희에게 이르되 너희는 히스기야에게 고하라 대왕 앗수르 왕의 말씀이 너의 의뢰하는 이 의뢰가 무엇이냐
૧૯રાબશાકેહ તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશ્શૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે?
20 네가 싸울만한 계교와 용력이 있다고 한다마는 이는 입에 붙은 말뿐이라 네가 이제 누구를 의뢰하고 나를 반역하였느냐
૨૦તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે?
21 이제 네가 저 상한 갈대 지팡이 애굽을 의뢰하도다 사람이 그것을 의지하면 그 손에 찔려 들어갈지라 애굽 왕 바로는 무릇 의뢰하는 자에게 이와 같으니라
૨૧જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.
22 너희가 혹시 내게 이르기를 우리는 우리 하나님 여호와를 의뢰하노라 하리라마는 히스기야가 여호와의 산당과 제단을 제하고 유다와 예루살렘 사람에게 명하기를 예루살렘 이 단 앞에서만 숭배하라 하지 아니하였느냐 하셨나니
૨૨પણ જો તમે એવું કહો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,’ તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?’
23 이제 너는 내 주 앗수르 왕과 내기하라 네가 만일 그 말 탈 사람을 낼 수 있다면 나는 네게 말 이천 필을 주리라
૨૩તો હવે, કૃપા કરી મારા માલિક આશ્શૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ.
24 네가 어찌 내 주의 신복 중 지극히 작은 장관 하나인들 물리치며 애굽을 의뢰하고 그 병거와 기병을 얻을듯하냐
૨૪જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડેસવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હઠાવી શકે?
25 내가 어찌 여호와의 뜻이 아니고야 이제 이곳을 멸하러 올라왔겠느냐 여호와께서 전에 내게 이르시기를 이 땅으로 올라와서 쳐서 멸하라 하셨느니라
૨૫શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’”
26 힐기야의 아들 엘리야김과 셉나와 요아가 랍사게에게 이르되 우리가 알아듣겠사오니 청컨대 아람 방언으로 당신의 종들에게 말씀하시고 성 위에 있는 백성의 듣는데 유다 방언으로 우리에게 말씀하지 마옵소서
૨૬હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.”
27 랍사게가 저에게 이르되 내 주께서 네 주와 네게만 이 말을 하라고 나를 보내신 것이냐 성 위에 앉은 사람들로도 너희와 함께 자기의 대변을 먹게 하고 자기의 소변을 마시게 하신 것이 아니냐 하고
૨૭પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?”
28 랍사게가 드디어 일어서서 유다 방언으로 크게 소리질러 불러 가로되 너희는 대왕 앗수르 왕의 말씀을 들으라
૨૮પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
29 왕의 말씀이 너희는 히스기야에게 속지 말라 저가 너희를 내 손에서 건져내지 못하리라
૨૯રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.
30 또한 히스기야가 너희로 여호와를 의뢰하라 함을 듣지 말라 저가 이르기를 여호와께서 정녕 우리를 건지실지라 이 성이 앗수르 왕의 손에 함락되지 않게 하시리라 할지라도
૩૦“યહોવાહ નિશ્ચે આપણને બચાવશે, આ નગર આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે એવું કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો રખાવે નહિ.’”
31 너희는 히스기야의 말을 듣지 말라 앗수르 왕의 말씀이 너희는 내게 항복하고 내게로 나아오라 그리하고 너희는 각각 그 포도와 무화과를 먹고 또한 각각 자기의 우물의 물을 마시라
૩૧આશ્શૂરનો રાજા એમ કહે છે કે, હિઝકિયાનું સાંભળશો નહિ, ‘મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો. ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો, હું આવીને તમને ત્યાં લઈ જાઉ નહિ
32 내가 장차 와서 너희를 한 지방으로 옮기리니 그곳은 너희 본토와 같은 지방 곧 곡식과 포도주가 있는 지방이요 떡과 포도원이 있는 지방이요 기름 나는 감람과 꿀이 있는 지방이라 너희가 살고 죽지 아니하리라 히스기야가 너희를 면려하여 이르기를 여호와께서 우리를 건지시리라 하여도 듣지 말라
૩૨ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહિ.’ જયારે હિઝકિયા તમને સમજાવે કે, ‘યહોવાહ આપણને બચાવશે’ તો તેનું સાંભળશો નહિ.
33 열국의 신들 중에 그 땅을 앗수르 왕의 손에서 건진 자가 있느냐
૩૩શું કોઈ પણ પ્રજાના દેવે કદી પોતાના દેશને આશ્શૂર રાજાના હાથમાંથી બચાવ્યો છે?
34 하맛과 아르밧의 신들이 어디 있으며 스발와임과 헤나와 아와의 신들이 어디 있느냐 그들이 사마리아를 내 손에서 건졌느냐
૩૪હમાથ અને આર્પાદના દેવો કયાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરુનને મારા હાથમાંથી છોડાવ્યું છે?
35 열국의 모든 신 중에 누가 그 땅을 내 손에서 건졌기에 여호와가 예루살렘을 내 손에서 능히 건지겠느냐 하셨느니라
૩૫આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”
36 그러나 백성이 잠잠하고 한 말도 대답지 아니하니 이는 왕이 명하여 대답하지 말라 하였음이라
૩૬રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ.
37 이에 힐기야의 아들 궁내대신 엘리야김과 서기관 셉나와 아삽의 아들 사관 요아가 그 옷을 찢고 히스기야에게 나아가서 랍사게의 말을 고하니라
૩૭પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.