< 스가랴 3 >
1 대제사장 여호수아는 여호와의 사자 앞에 섰고 사단은 그의 우편에 서서 그를 대적하는 것을 여호와께서 내게 보이시니라
૧પછી યહોવાહ મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેના જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો દેખાડ્યો.
2 여호와께서 사단에게 이르시되 사단아, 여호와가 너를 책망하노라 예루살렘을 택한 여호와가 너를 책망하노라 이는 불에서 꺼낸 그슬린 나무가 아니냐 하실때에
૨યહોવાહના દૂતે શેતાનને કહ્યું, “યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?”
3 여호수아가 더러운 옷을 입고 천사 앞에 섰는지라
૩યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો.
4 여호와께서 자기 앞에 선 자들에게 명하사 그 더러운 옷을 벗기라 하시고 또 여호수아에게 이르시되 내가 네 죄과를 제하여 버렸으니 네게 아름다운 옷을 입히리라 하시기로
૪દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, “તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ.”
5 내가 말하되 정한 관을 그 머리에 씌우소서 하매 곧 정한 관을 그 머리에 씌우며 옷을 입히고 여호와의 사자는 곁에 섰더라
૫દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી પહેરાવો.” તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં, અને તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
6 여호와의 사자가 여호수아에게 증거하여 가로되
૬ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે,
7 만군의 여호와의 말씀에 네가 만일 내 도를 준행하며 내 율례를 지키면 네가 내 집을 다스릴 것이요 내 뜰을 지킬 것이며 내가 또 너로 여기 섰는 자들 중에 왕래케 하리라
૭સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.
8 대제사장 여호수아야 너와 네 앞에 앉은 네 동료들은 내 말을 들을 것이니라 이들은 예표의 사람이라 내가 내 종 순을 나게하리라
૮હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ, સાંભળો. કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે, કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ.
9 만군의 여호와가 말하노라 내가 너 여호수아 앞에 세운 돌을 보라 한 돌에 일곱 눈이 있느니라 내가 새길 것을 새기며 이 땅의 죄악을 하루에 제하리라
૯હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને સાત આંખ છે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, હું તેના પર કોતરણી કરીશ, ‘આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.
10 만군의 여호와가 말하노라 그 날에 너희가 각각 포도나무와 무화과나무 아래서 서로 초대하리라 하셨느니라
૧૦સૈન્યોના યહોવાહ કહે છે, તે દિવસે’ તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો.’”